આ જગ્યાએ થાય છે દરિદ્રતાનો વાસ, જાણી લેજો નહિ તો મહેનત કરવા છતાં હંમેશા રહેશો ગરીબ.

મિત્રો આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ ગરીબીમાં જીવન પસાર કરવા નથી માંગતો. પરંતુ તેમ છતાં પણ ઘણી વાર અમુક કારણોથી દરિદ્રતા આપનો પીછો નથી છોડતી. આપણે દિવસ અને રાત મહેનત કરીએ તેમ છતાં પણ આપણી મહેનતનું ઘણી વાર ફળ પ્રાપ્ત ન થતું હોય તેવું લાગે અને મહેનતનું પૂર્ણ ફળ આપણને પ્રાપ્ત ન થાય. તો તેની પછાળ ઘણી એવા નાના નાના કારણો પણ જવાબદાર હોય છે. તો આજે અમે તમને અમુક કારણો જણાવશું. જે નાની નાની ભૂલો આપણને ઘણી વાર દરિદ્રતા તરફ ધકેલતી હોય છે. માટે આ લેખને દરેક લોકોએ અવશ્ય વાંચવો જોઈએ. કેમ કે આ લેખ વાંચ્યા બાદ કદાચ તમે તમારા જીવનમાં બદલાવ લાવો અને સફળતા તરફ આગળ વધી શકો. માટે આ લેખમાં જણાવેલી નાની એ ભૂલોને જાણો.

રસોઈઘરમાં જુંડા પડેલા વાસણ. જો આપણે રાત્રે રસોડામાં જુંડા વાસણ રાખીને સુઈ જઈએ તો આપણા ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. એટલા માટે આપણે રાત્રીના ભોજન બાદ ક્યારેય પણ રસોડામાં વાસણને એંઠા ન મુકવા જોઈએ. રાત્રીના ભોજન બાદ હંમેશા વાસણને સાફ કરી નાખવા જોઈએ અને ત્યાર બાદ જ રાત્રે સુવું જોઈએ. તેનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.

કાંટા વાળા છોડ. જે ઘરમાં કાંટા વાળા વૃક્ષના નાના છોડ કે કોઈ વૃક્ષ હોય ત્યાં પણ દરિદ્રતાનો વાસ થાય છે. એટલા માટે આપણે કાંટાવાળા છોડ એટલે કે ગુલાબ, કૈક્ટસ વગેરે છોડને આપણા ઘરમાં ન લગાવવા જોઈએ. તેનાથી આપણા ઘરની સમૃદ્ધિ જળવાઈ રહે છે.

ગ્રહ કલેશ. જે ઘરોમાં ગ્રહ કલેશ રહેતો હોય એ ઘરમાં પણ દરિદ્રતાનો વાસ હોય છે. એટલા માટે ઘરમાં લડાઈ ઝગડો ક્યારેય પણ ન કરવો જોઈએ. હંમેશા ઘરમાં બધા વ્યક્તિ સાથે હળીમળીને રહેવું જોઈએ.

દીપદાન. મિત્રો જે ઘરોમાં સંધ્યા સમયે અંધારું રહેતું હોય અને ત્યાર દીપક ન કરવામાં આવે તો ત્યાં પણ દરિદ્રતાનો વાસ થાય છે. સાંજના સમયે આપણે આખા ઘરમાં પ્રકાશ કરવો જોઈએ અને ભગવાનનું ભજન કરવું જોઈએ. તેનાથી આપણા જીવનમાં આધ્યત્મ વધે છે અને વિચારો પોઝીટીવ બને છે.સફાઈ. જે ઘરમાં ગંદકી રહેતી હોય ત્યાં પણ દરિદ્રતા નિવાસ કરે છે. એટલા માટે ઘરમાં સંપૂર્ણ રીતે સફાઈ રાખવી જોઈએ. ઘરમાં કોઈ પણ ખૂણામાં કે અન્ય જગ્યાઓ પર જાળા કે ધૂળ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મી જલ્દી આવે છે.

મેલા વસ્ત્ર પહેરવા. જે લોકો મેલા વસ્ત્ર ધારણ કરે છે તેને ત્યાં હંમેશા દરિદ્રતાનો વાસ રહે છે. એટલા માટે હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. જેનાથી આપણી તન અને મન બંનેની શુદ્ધિની પરખ થાય છે. એટલા માટે હંમેશા સાફ અને સુથરા કપડાં જ ધારણ કરવા જોઈએ.

લગભગ દરેક વ્યકિતના ઘરમાં એક પૂજાનું સ્થાન હોય છે. તો જે ઘરમાં પૂજાનું સ્થાન હોય છે તેને પણ સાફ રાખવું જ મહત્વનું છે. કેમ કે ઘરમાં રહેલું પૂજાનું સ્થાન સ્વચ્છ નહિ હોય તો પણ દરિદ્રતાનો વાસ થાય છે. એટલા માટે હંમેશા પૂજાનું સ્થાન સાફ હોવું જોઈએ.

સૂર્યના ઉદય બાદ ઉઠવું. આજના સમયમાં લગભગ લોકોને આ ખરાબ આદત હોય છે. જે લોકો સૂર્યના ઉદય બાદ ઉઠે છે ત્યાં દરિદ્રતા વાસ કરે છે. એટલા માટે આપણે સવારે વહેલા ઉઠવું જોઈએ. કેમ કે જો રોજ મોડું ઉઠવામાં આવે તો માતા લક્ષ્મી આપણાથી રૂઠી જાય છે.

તો મિત્રો આપણી અસફળતા અને દરિદ્રતાનું સાચું કારણ આ પણ હોય શકે. પરંતુ જો આટલી બાબતનું આપણા ઘરમાં અને આપણા જીવનમાં ધ્યાન રાખવામાં આવે તો પણ આપણું જીવન સફળતા માટે સક્ષમ બને છે અને આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment