સામાન્ય લાગતો માથાનો દુખાવો પણ બની શકે છે ગંભીર. જાણી લો આ ખાસ માહિતી… નહિ તો આવશે ભયાનક પરિણામ…

મિત્રો ઘણા લોકોને આજના સમયમાં માથાના દુખાવાની સમસ્યા થઈ જાય છે. જયારે માથાના દુખાવામાં પણ ઘણા પ્રકાર હોય છે. જેમ કે માથાની આગળની બાજુ દુખવું, અડધું માથું દુખવું, લમણું દુખવું, માથાની પાછળની ભાગે દુખાવો થવો. વગેરે પણ જો તમે માથાની પાછળની બાજુ દુખાવો થાય છે અને તમે તેને અવગણો છો તો તે ખતરનાક સાબિત થઈ શકે છે.

આજકાલ મોટા ભાગના લોકો માથાના દુખાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માથાનો દુખાવો નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના લોકોને પણ પરેશાન કરી રહ્યો છે. આમ તો માથાનો દુખાવો, કાનપટ્ટીમાં દુખાવો અથવા આખા માથામાં ક્યાય પણ દુખાવો થઈ શકે છે. એટલે કે માથાનો દુખાવો ઘણા પ્રકારનો હોય છે. પરંતુ આજે આપણે વાત કરી રહ્યા છીએ, માથાના પાછળના ભાગમાં થતાં દુખાવા વિશે.

ઊંઘ પૂરી ન થઈ શકવી, આંખો નબળી હોવી, સ્ટ્રેસ અથવા તણાવમાં રહેવું, વધારે અવાજમાં રહેવું એ સામાન્ય માથાના દુખાવાનું કારણ હોય છે. પરંતુ જો તમે વારંવાર માથાના પાછળના ભાગમાં થતાં દુખાવાથી પરેશાન હોય, તો તેને ધ્યાન બહાર ન કરવું. કારણ કે માથાની પાછળના ભાગમાં થતો દુખાવો પાછળ ઘણા ગંભીર કારણો હોય શકે છે.

ક્લસ્ટર માથાનો દુખાવો : ક્લસ્ટર માથાનો દુખાવો અલગ અલગ પ્રકારે થઈ શકે છે. ક્લસ્ટર માથાનો દુખાવો દિવસમાં ઘણી વખત થઈ જાય છે, તો અમુક સ્થિતિમાં કોઈ વિશેષ સમયે જ આ દુખાવો ઉપડે છે. આ માથાનો દુખાવો અમુક મહિનાઓ પછી પણ થઈ શકે છે. ક્લસ્ટર માથાનો દુખાવો આંખની આસપાસના ભાગ, કાનપટ્ટી કે પછી માથાના પાછળના ભાગમાં થઈ શકે છે. આ દુખાવો ખુબ જ અસહ્ય હોય છે.

તણાવથી થતો માથાનો દુખાવો : જ્યારે કોઈ વ્યક્તિ એકધારા લાંબા સમયથી તણાવ, સ્ટ્રેસમાં રહે છે, તો તે તણાવથી થતાં માથાના દુખાવાનો અનુભવ કરે છે. આજકાલ લોકોમાં તણાવથી થતાં માથાના દુખાવાના કિસ્સા વધતાં જાય છે. તણાવમાં માથાનો દુખાવો માથાના પાછળના ભાગમાં થાય છે. આ સિવાય તે ગરદનના દુખાવાનું પણ કારણ બને છે. આ સિવાય લાંબા સમય સુધી મોબાઈલ વાપરવો કે વાળીને બેસવું પણ તેનું કારણ હોય શકે છે.

સાઈન્સાઈટીસ : આમ તો સાઇનસાઈટિસનો દુખાવો માથામાં થાય છે. પરંતુ સાઇનસની સમસ્યા વધવા પર રોગીને માથાના પાછળના ભાગમાં પણ આ દુખાવો થઈ શકે છે. વાસ્તવમાં આ દરમિયાન વ્યક્તિને શ્વાસ લેવા માટે વધારે જોર લગાડવું પડે છે. આ દરમિયાન માથાનો દુખાવો થવા લાગે છે.

ઓક્સિપિટલ નેયુરેલ્જિયા : આ દુખાવો માથાની ઓક્સિપિટલ નસના સંબંધિત હોય છે. આ દુખાવો ખુબ જ પીડાદાયક હોય છે. આ સ્થિતિમાં માથાના પાછળના ભાગે દુખાવો થાય છે. આ દુખાવો આંખો સુધી અનુભવાય છે. માટે આ દુખાવો થવા પર તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

લીમ્ફ નોડ્સમાં સોજો : લીમ્ફ નોડ્સમાં સોજાને કારણે પણ માથાના પાછળના ભાગે દુખાવો થઈ શકે છે. વાસ્તવમાં કાનની પાછળ લીમ્ફ નોડ હોય છે, જ્યારે આ નોડમાં સોજો આવી જાય છે તો દુખાવો અનુભવાય છે. આ દુખાવો ખુબ જ કષ્ટદાયક હોય છે.

વર્ટીબ્રલ આર્ટરી ડાઇસેક્શન : વર્ટીબ્રલ આર્ટરી ગરદનની મુખ્ય આર્ટરી હોય છે. જ્યારે આ આર્ટરી પર દબાણ પડે છે, તો દુખાવાનો અનુભવ થાય છે. આ દુખાવો પાછળના ભાગના દુખાવાનું કારણ પણ બની શકે છે. ધીમે ધીમે આ દુખાવો માથાના પાછળના ભાગથી શરૂ કરીને જડબા સુધી પહોંચે છે.

આમ માથાના દુખાવાને નજરઅંદાજ ન કરતા તેનો યોગ્ય સમયે યોગ્ય ઈલાજ જરૂર કરાવવો જોઈએ. જો તમે કોઈ પણ પ્રકારના માથાના દુખાવાથી પરેશાન હોય તો તેને ધ્યાન બહાર ન કરતાં, તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment