આ સૂકી વસ્તુ મધમાં મેળવીને ખાઈ લો જિંદગીમાં નહીં થાય કબજિયાત, અપચો અને ગળામાં ખરાશ, સાંધાના દુખાવા કરી દેશે દૂર

મિત્રો આ શિયાળાની ઋતુમાં મધ તેમજ અંજીરનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. તેનાથી તમારા સ્વાસ્થ્યને અનેક પોષક તત્વો મળી રહે છે. જો કે તમે મધને અંજીરને અલગ અલગ રીતે સેવન કરી શકો છો.

શિયાળાની ઋતુમાં ખાણીપીણીથી જોડાયેલી બેદરકારી અથવા ભૂલો તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. શિયાળની ઋતુમાં મોટાભાગે લોકો ગરમ વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. આ સિઝનમાં વિશેષજ્ઞો પણ તમને ગરમ વસ્તુઓ અને શરીર માટે ફાયદાકારક વસ્તુઓ ખાવાની સલાહ આપે છે. અંજીર અને મધનું સેવન શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી હોય છે.

મધ અને અંજીરના ફાયદા શરીર માટે ઘણા છે. મધ અને અંજીર ખાવાથી શિયાળામાં ફાયદો તો મળે જ છે સાથે જ તેના સેવનથી તમારું સ્વાસ્થ્ય પણ સુધરે છે. અંજીરમાં સ્વાસ્થ્ય માટે લાભદાયી ફાઈબર, કોપર, આયરન અને વિટામિન પ્રચુર માત્રામાં જોવા મળે છે. આ સિવાય મધમાં પણ ઘણા એવા ગુણ રહેલા હોય છે જે તમને આ ઋતુમાં ઘણી બીમારીઓ અને સંક્રમણથી બચાવવાનું કામ કરે છે.

મધ અને અંજીરના ફાયદાઓ : અંજીર સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેમાં રહેલ કેલ્શિયમ, ફાઈબર અને એન્ટીઓક્સિડેંટ શરીર માટે ખુબ જ ઉપયોગી હોય છે. મધ અને અંજીરનું એક સાથે સેવન કરવાથી તમે શરીરની ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. મધમાં રહેલા ગુણ શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવાનું કામ કરે છે અને પાચનતંત્ર માટે પણ ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. અંજીરનું સીધું જ સેવન કરવું પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ તેમાં મધ મિક્સ કરીને ખાવાથી તેના ગુણ વધી જાય છે. કબજિયાત અને અપચા જેવી પાચનની સમસ્યામાં મધ અને અંજીરનું સેવન ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. આવો જાણીએ મધ અને અંજીરના ફાયદા.

શુગર અને ડાયાબિટીસની સમસ્યા : મધ અને અંજીરનું સંતુલિત માત્રામાં સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યામાં ઘણો ફાયદો મળે છે. અંજીરમાં પર્યાપ્ત માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે જે શરીરમાં બ્લડ શુગરનું લેવલ નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેની સાથે જ મધમાં રહેલા ગુણ પણ ડાયાબિટીસમાં ફાયદાકારક ગણવામાં આવે છે. મધ અને અંજીરને એક સાથે મિક્સ કરીને ખાવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ફાયદો મળે છે. પરંતુ તેનું સેવન કરતાં પહેલા તમને એક્સપર્ટ ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

કબજિયાતની સમસ્યા : શરીરમાં પાચનતંત્રનું સ્વસ્થ હોવું ખુબ જરૂરી હોય છે. પાચનતંત્ર નબળું હોવાથી શરીરની ઘણી બીમારીઓ વધી જાય છે અને શરીરને પર્યાપ્ત માત્રામાં પોષણ મળી શકતું નથી. મધ અને અંજીરને એક સાથે મિક્સ કરીને ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે. અંજીરમાં રહેલ ફાઈબર પાચનતંત્રને સરખું કરવાનું કામ કરે છે અને મધમાં પણ ઘણા એવા ગુણ રહેલા છે જે પાચનને વધારવાનું કામ કરે છે.

મોંમાં ચાંદાની સમસ્યા : મધ અને અંજીરનું સેવન મોંમાં ચાંદાની સમસ્યામાં ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. મધમાં રહેલા ગુણ મોંમાં પડેલા ચાંદા દૂર કરવામાં ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે અને તેના સેવનથી પેઢાને પણ ફાયદો મળે છે. મોંમાં ચાંદાની સમસ્યા ઘણા કારણોથી થઈ શકે છે. આ સમસ્યામાં મધ અને અંજીર થોડી વાર મોંમાં રાખીને ચાવવું અને પછી તેને ગળી જવું. ત્યાર પછી ગરમ પાણીથી કોગળા કરવા. આવું બે થી ત્રણ વખત કરવાથી તમને ફાયદો મળી શકે છે.

વજન ઘટાડવા : આજના સમયમાં અસંતુલિત ખાણીપીણી અને જીવનશૈલીના કારણે લાખો લોકો સ્થૂળતાનો શિકાર થઈ રહ્યા છે. સ્થૂળતાની સમસ્યાના કારણે તમારું શરીર ઘણા પ્રકારની બીમારીઓનું ઘર બની જાય છે. વજન ઘટાડવાની અને સ્થૂળતાથી છૂટકારો મેળવવા માટે મધ અને અંજીરનું સેવન ખુબ ઉપયોગી ગણાય છે. વજન ઘટાડવા માટે તમે રોજ સવારે મધ સાથે અંજીરનું સેવન કરી શકો છો. કારણ કે અંજીરમાં ફાઈબર પ્રચુર માત્રામા જોવા મળે છે જે તમારા પાચનને તંદુરસ્ત રાખે છે અને લાંબા સમય સુધી તમને ભૂખ લાગતી નથી. આ સિવાય મધ પણ વજન ઘટાડવા માટે સારું ગણવામાં આવે છે. તમે દરરોજ એક થી બે અંજીરને એક ચમચી મધ સાથે મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.

તણાવ અને માનસિક સમસ્યાઓમાં : કામકાજના પ્રેશર અને જીવનશૈલીમાં ગડબડને કારણે આજના સમયે લોકો તણાવ અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓથી અસરગ્રસ્ત બની રહ્યા છે. તણાવથી છુટકારો મેળવવા માટે અંજીર અને મધનું એક સાથે સેવન કરવાથી તમને ઘણો ફાયદો મળી શકે છે.

હાડકાં માટે : અંજીરમાં પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે અને તેનું સેવન હાડકાંના સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. નિયમિત રૂપથી અંજીરનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. મધ અને અંજીરનું એક સાથે સેવન કરવાથી હાડકાંની સમસ્યામાં ફાયદો મળે છે અને હાડકાં મજબૂત બને છે.

ઉપર જણાવેલી સમસ્યાઓમાં મધ અને અંજીરનું સેવન ખુબ ઉપયોગી બની રહે છે. શિયાળાની ઋતુમાં મધ અને અંજીરના ઘણા ફાયદાઓ જોવા મળે છે. તેના સેવનથી ઋતુમાં બદલાવના કારણે થતાં સંક્રમણ અને બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. તમે તેનું સેવન મધની સાથે સાથે દૂધ મિક્સ કરીને પણ કરી શકો છો. મધ અને અંજીરનું સેવન કરતાં પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment