જો તમે પસર્નલ લોન લેવા માંગો છો તો આ બે બેંકનો વ્યાજનો દર સૌથી ઓછો છે….
મિત્રો ઘણા લોકો બેંકમાંથી વ્યાજ લઈને પોતાનો બિઝનેસ અથવા તો નવા મકાન માટે લોન લેતા હોય છે. તેમજ કોઈ અન્ય કારણસર તમે લોન લેતા હો છો. પણ બેંકની લોનનું વ્યાજ ભરવું ખુબ મુશ્કેલ છે. કારણ કે આ વ્યાજના દર ખુબ વધુ હોય છે. પણ જો તમને હવે કોઈ નાણાકીય બાબતે પરેશાની થાય અને લોનની જરૂર પડે તો ચિંતા કરવાની જરૂર નથી. હવે આ બે બેંક તમને ઓછા વ્યાજના દરે લોન આપશે. ચાલો તો અંગે વધુ વિગતે જાણીએ.
મિત્રો તમે જાણો છો કે, હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે. તેથી ગમે ત્યારે પૈસાની જરૂર પડી શકે છે અને જો તમારી પાસે પૈસા ન હોય તો તમે લોન લો છો. આથી જો તમને આ કોરોનાકાળ દરમિયાન પૈસાની જરૂર પડે તો ચિંતા ન કરતા અને જે લોકો પર્સનલ લોન લે છે તેમણે હવે ચિંતા કરવાની જરૂર નથી. આમ તમે આવા મુશ્કેલ સમયમાં પર્સનલ લોન લેવા માંગો છો તો સાર્વજનિક ક્ષેત્રએ ઘણું સારું એવું પગલું ભર્યું છે. પંજાબ નેશનલ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ઓછા વ્યાજ દરે પર્સનલ લોન આપે છે.
આમ bankbazaar.com અનુસાર જાણવા મળતી માહિતી મુજબ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા એ 5 વર્ષ માટે 5 લાખની પર્સનલ લોન લેવા પર વ્યાજ દર 8.9% થી શરૂઆત કરી છે. આ પછી પંજાબ નેશનલ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં પણ વ્યાજ દર 8.95% થી શરૂઆત કરી છે.પર્સનલ લોનથી બચો, અન્ય વિકલ્પ સસ્તા છે : હાલ સિસ્ટમમાં વ્યાજ દરમાં નરમીના કારણે વ્યાજ દર તુલનાત્મક રૂપે ઓછો દેખાય રહ્યો છે. તેમ છતાં પણ ગોલ્ડ લોન અને ટોપઅપ લોનની સરખામણી એ પણ વધુ છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, ગોલ્ડ લોન પર વ્યાજ દર 7% થી શરૂ થાય છે. આથી તમને સલાહ છે કે પર્સનલ લોન લેવા માટે ત્યારે પહોંચો જ્યારે તમારી પાસે લોનના બીજા ઓપશન હોય. જો તમારી પાસે Loans against endowment insurance policies, એમ્પલાઈ, પ્રોવડેડ ફંડ, પબ્લિક પ્રોવીડેડ ફંડ, સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા વિકલ્પ ન બચ્યા હોય.
આ ઉપરાંત જો તમે ગયા વર્ષે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલ સુચના અનુસાર 6 મહિનાના મોરેટોરીયમ લીધું છે અને પર્સનલ લોન લીધી છે, તો સૌપ્રથમ પોતાની લોનનો ભાર ઓછો કરવા માટે તરત જ પગલા લો. જો તમે એમ નહિ કરો તો જલ્દી તમે કર્જના દબાણ નીચે આવી જશો.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી