તમારો મોબાઈલ અને એકાઉન્ટના પૈસાને સેફ રાખવા હોય, તો આ સાત એપ્લિકેશન ભૂલથી પણ ડાઉનલોડ ન કરતા…

આજકલ મોબાઈલમાં લોકો અનેકો એપ્લીકેશન ડાઉનલોડ કરીને રાખતા હોય છે. તેમાં પણ ખાસ કરીને ગેમની એપ ખુબ ડાઉનલોડ કરીએ છીએ. પણ ઘણી વખત આ બધી એપ ડાઉનલોડ કરવામાં ખુબ ભારે પડી શકે છે. તો આજે અમે તમને અમુક એવી એપ વિશે જણાવશું જેને મોબાઈલમાં ડાઉનલોડ જોખમી છે. તો ચાલો જાણીએ એ કંઈ એપ છે જે આપણા મોબાઈલમાં ન રાખવી જોઈએ.

જેમ કે તમે જાણો છો તેમ ગુગલ પ્લે સ્ટોર પર ફેક એપના સમાચાર અવારનવાર આવ્યા કરતા હોય છે. પણ હવે આ 7 એન્ડ્રોઇડ એપમાં ખતરનાક વાયરસ મળ્યા છે. wandera નામની સિક્યોરિટી કંપનીએ પ્લે સ્ટોર પર 7 એવી એપને શોધી છે જેના ઉપયોગથી ફોન કંટ્રોલ કરે છે. આ સાત એપ ત્રણ અલગ અલગ યુઝર્સે બનાવી છે અને તે પોતાનું કામ એવી રીતે જ કરે છે. આજ કાલ રીમોટ કંટ્રોલ વાળી ઘણી નવી એપો સોશિયલ મીડિયા પર આવી રહી છે અને તેનો ઉપયોગ પણ વધારે પ્રમાણમાં થાય છે.

આજના સમયમાં ભારતમાં ઈન્ટરનેટનો વપરાશ વધારે જોવા મળે છે. તેના દ્વારા ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર માટે કસ્ટમર કેર સ્કેમ એક મોટી સમસ્યા બની ગઈ છે. ઘણી વાર આવી રીતે સ્કેમમાં અમુક એપથી માણસોને ખુબ મોટું નુકશાન થાય છે. તેના દ્વારા આવી ઘણી કંપની ખાસ કરીને  કસ્ટમર કેર નંબર જાણવા માટે તેનો ઉપયોગ કરે છે.તે કંપનીના લોકો googal પર તેની જાણકારી મેળવે છે અને પછી તેને ફોન કરે છે. આવી રીતે વારંવાર ઘણી વાર ફોન કરી જાણકારી મેળવી પછી આપણા એકાઉન્ટમાંથી પૈસા ગાયબ કરે છે. google પર સર્ચ કરેલો નંબરનું પહેલું રીઝલ્ટ નકામું હોય છે. જેને ખોટા લોકો દ્વારા સંચાલન કરવામાં આવે છે. પછી તે નંબર પર  ફોન કરીને થોડી વારમાં  કસ્ટમરના એકાઉન્ટમાંથી પૈસા ગાયબ કરે છે. આવી અનેક ઘટનાઓ આજકાલ ઘણી સાંભળવા મળે છે.

રીમોટ કંટ્રોલ વાળા એપ છે ખતરનાક : આજકાલ ઈન્ટરનેટ પર ઘણી ફ્રોડ એપ્સની ડિમાન્ડ આવી રહી છે. એટલા માટે android વાપરનારા માટે ખતરનાક એપ્લિકેશનની ચેતવણી રાખવા જાણકારી આપવામાં આવી છે. આવી એપ્લિકેશન પ્લે સ્ટોર પર મળી રહી છે. કસ્ટમર કેર ફોર્ડમાં મોટામાં મોટું હથિયાર રીમોટ કંટ્રોલ વાળી એપ છે. તે લોકોને રીમોટ દ્વારા એવી રીતે સ્કેન કરવામાં આવે છે કે, મોબાઈલ વાપરતા વ્યક્તિ તેના એન્ડ્રોઇડ ફોન પર રીમોટ ડેસ્કટોપ એપ ડાઉનલોડ કરવા પર મજબુર થઈ જાય છે. ચાલો જાણીએ રીમોટ ડેસ્કટોપ એપ એન્ડ્રોઇડ ફોન પર કેવી રીતે કામ કરે છે.રીમોટ કંટ્રોલ એપ સાયબર ક્રાઈમ કરનાર દ્વારા કરવામાં આવતા મેસેજ કરીને તે લોકોને ઠગવાનું કામ કરે છે. સાયબર ક્રાઈમ દ્વારા ઠગનાર લોકોને એક મેસેજ દ્વારા એક લિંક બનાવવામાં આવે છે. અને તે લિંકને રીમોટ કંટ્રોલ દ્વારા સામેની વ્યક્તિને મોકલવામાં આવે છે. પછી તે લોકો ફોન કરીને રીમોટ એક્સેસ વાળી કોઈ પણ એપ ડાઉનલોડ કરવાનું કહે છે. પણ લોકોને તે વાતની જરા પણ ખબર નથી હોતી કે, એપને ડાઉનલોડ કર્યા પછી તેના ફોનની દરેક માહિતી ફ્રોડ કરનાર પાસે પહોંચી જાય છે. તેના પછી સ્કેમર ફોનની સ્ક્રીન પર રેકોર્ડિંગ શરૂ કરી દેવામાં આવે છે. તેના પછી upi લોગીન કર્યા પછી ફોનમાં આવેલો ઓટીપી નંબર જાણી લે છે.આ એપ્સને ફોનમાં ડાઉનલોડ ન કરો :

1 ) TeamViewer QuickSupport, 2 ) Micorosoft Remote Desktop, 3 ) AnyDesk Remote Control, 4 ) AirDroid :Remote Access and File,

5 ) AirMirror:Remote Support andRemote Control devices, 6 ) Chrome REmote DEsktop, 7 ) Splashtop Personl-Remote Desktop.

આ બધી એપ્સ રીમોટ કંટ્રોલ વાળી મૈલ્વેયાર એપ નથી હોતી, આવી બધી એપો ઘણી કામની હોય છે. પણ જો તેનો સરખો ઉપયોગ કરવામાં આવે તો. અને જો તેનો ખોટો ઉપયોગ કરવામાં આવે તો ઘણું ખતરા જનક  સાબિત  થાય છે.  જેના કારણે વાપરનારને  ઘણું ખરું નુકશાન થાય છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment