વિદ્યાર્થી અને વાલીઓ માટે મોટી ખુશખબરી ! ધોરણ અનુસાર નક્કી કરવામાં આવ્યું સ્કુલ બેગનું વજન.

મિત્રો હાલ તમે બાળકોને સ્કુલ જતા તો નહિ જોતા હો. પણ જ્યારે બાળકો સ્કુલે જતા હતા ત્યારે તમે જોયું હશે કે, સ્કુલ બેગમાં કેટલો બધો વજન લઈને જાય છે. ત્યારે એમ થાય કે સ્કુલ બાળકને ભણાવે છે કે બેગ બાળકને ભણાવે છે ? બાળકોની બેગનો એટલો વજન હોય છે કે તેઓ બેગ ઉપાડતા સમયે નમી જાય છે. પરંતુ હવે એવા દ્રશ્યો જોવા નહિ મળે. કેમ કે સરકારે હવે બાળકના અભ્યાસક્રમ અને ધોરણ અનુસાર સ્કુલ બેગનું વજન નિશ્વિત કર્યું છે. ચાલો તો એ અંગે વધુ વિગતે જાણી લઈને.

જેમ કે તમે જાણો છો તેમ ગયા વર્ષે જ નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળકોની બેગનું વજન સીમિત કરી દેવામાં આવ્યું છે. દિલ્લી સરકારે નવી સ્કૂલ બેગ પોલિસીને લઈને મંગરવારે એક જાહેરાત કરી છે. જાણીએ આ નવી બેગ પોલિસી પ્રમાણે કેટલું હશે સ્કૂલ બેગનું આઇડિયલ વેઈટ.

અલગ અલગ ધોરણ અનુસાર સ્કૂલ બેગનું વજન :- પહેલા તો તમને જાણવી દઈએ કે, પ્રિ-પ્રાઇમરી માટે કોઈ બેગ નહિ. ધોરણ 1 અને 2 માટે – 1.6 થી 2.2 કિલોગ્રામ, ધોરણ 3,4,5 માટે – 1.7 થી 2.5 કિલોગ્રામ, ધોરણ 6 અને 7 માટે – 2 થી 3 કિલોગ્રામ, ધોરણ 8 માટે – 2.5 થી 4 કિલોગ્રામ, ધોરણ 9 અને 10 માટે – 2.5 થી 4.5 કિલોગ્રામ, ધોરણ 11 અને 12 માટે – 3.5 થી 5 કિલોગ્રામ.આમ નવી શિક્ષાનીતિ અનુસાર નક્કી કરેલ સ્કૂલ બેગ પોલિસી પ્રમાણે સ્કૂલમાં તોલ મશીન મુકવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેના દ્વારા બાળકના સ્કૂલ દફતરનું વજન ચેક કરવામાં આવશે અને નિયમિત રીતે સ્કૂલના બેગમાં વજન કરવું પડશે.

પુસ્તક પર છાપવામાં આવશે વજન :- આ ઉપરાંત તમે જણાવી દઈએ કે, પ્રકાશકોએ પણ પુસ્તકની પાછળ તેનું વજન પણ છાપવું પડશે. તેનાથી પહેલા ધોરણના વિધાર્થી માટે કુલ 3 પુસ્તક હશે, જેનું વજન 1,088 ગ્રામ સુધી રાખવામાં આવશે. આમ 12 ધોરણમાં ભણતા વિધાર્થી માટે કુલ 6 પુસ્તક હશે, જેનું વજન 4,182 ગ્રામ સુધી હશે. સ્કૂલના વિધાર્થીના પુસ્તકનું વજન 500 ગ્રામથી 3.5 કિલોગ્રામ જેટલું રહેશે. તેજ નોટબૂકનું વજન 200 ગ્રામથી 2.5 કિલોગ્રામ રહશે. આમાં જ નાસ્તાનો ડબ્બો અને પાણીની બોટલનું વજન પણ સામેલ હશે.આ સિવાય એક નવી ગાઈડલાઇન પ્રમાણે બધી સ્કૂલને ખાલી SCERT, NCERT અને CBSC પ્રમાણે નક્કી કરેલ ટેક્સ્ટ બુકને જ અનુસરવું પડશે. કોઈ પણ ક્લાસમાં ટેક્સ્ટ બુકની સંખ્યા આ સંસ્થાનો પ્રમાણે નિર્ધારિત કરવામાં આવેલી સંખ્યાથી વધારે ન હોવી જોઈએ. સ્કૂલના પ્રિન્સિપાલ અને ટીચરને પણ દરેક ક્લાસનું ટાઈમ -ટેબલ નક્કી કરવું પડશે. કારણ કે વિધાર્થીને વધારે ટેક્ષ બૂક અને નોટબૂક ન લેવી પડે.

આ ઉપરાંત સ્કૂલ બેગ પોલિસી પ્રમાણે પ્રિ-પ્રાઇમરી ધોરણ માટે કોઈ પણ નોટબુકની જરૂરત નહિ પડે. પહેલા અને બીજા ધોરણ માટે માત્ર 1 નોટબુકનો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે આ ધોરણના વિધાર્થીને કોઈ પણ પ્રકારનું હોમવર્ક નહિ આપવામાં આવે. તેના સિવાય બીજા ક્લાસ માટે એક વિષય માટે પ્રેક્ટિસ, પ્રોજેક્ટ, યુનિટ ટેસ્ટ અને એક્સપેરિમેંટસની ખાલી એક નોટબુક જરૂરી હશે. જે ટાઈમ-ટેબલ પ્રમાણે વિદ્યાર્થીએ લાવવી.સ્કૂલ પ્રશાસનને ઓછા વજનવાળા અલગ-અલગ પ્રકારના સ્કૂલ બેગ વિશે વિધાર્થી અને અભિભાવકોને જાણકારી આપવામાં આવેલ છે. વિદ્યાર્થીને સરકાર દ્વારા કરવામાં આવતી સિફારિશોના પ્રમાણે બેગનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. સ્કૂલ મેનેજમેંટની જવાબદારી હશે કે, વિધાર્થીને સારી ગુણવત્તાવાળું પાણી યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ થાય. કારણ કે બાળકોને સ્કૂલમાં ઘરેથી પાણી લાવવું ન પડે. એટલે સ્કુલ બેગનું વજન ન વધે.

આ નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળક ભાર વગરનું ભણતર કરી શકે. જેથી બાળક સ્કૂલે જતાં આવતા થાક  ન લાગે અને ભણવાની મજા આવે. આ નવી શિક્ષણ નિતી ખરેખર ખૂબ સારી છે. જે બાળકોને માટે બેગ લઈ જવામાં મુશ્કેલ લાગતું હતું તે વિધાર્થી માટે સારી ખબર છે. આ શિક્ષણ નીતિ ખરેખર ભાર વગરના ભણતરની જેમ છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment