ચોમાસાની મજા માંદગીની સજામાં ન ફેરવાય એ માટે ધ્યાન રાખો આ 8 વસ્તુ ખાવામાં…

વરસાદની ઋતુ જેટલી મનમોહક હોય છે, તેમાં બીમારીઓ વધવાનું જોખમ પણ એટલું જ વધારે છે. આ મૌસમમાં લોકો વાયરલ, શરદી, તાવ અને ફ્લુ જેવી બીમારીઓમાં જલ્દી ચપેટમાં આવી જાય છે. ડોક્ટર્સ કહે છે ચોમાસામાં દરેક વ્યક્તિએ પોતાના ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર હોય છે. ચોમાસામાં તો ઘણી એવી વસ્તુઓ છે જેનાથી તમારે ખુબ જ પરહેજ રાખવાની જરૂર છે. માટે આજે અમે તમને એવા ખાદ્ય પદાર્થો વિશે જણાવશું, જેનું સેવન કરવાથી ચોમાસામાં બચવું જોઈએ…

લીલી પાન વાળી શાકભાજી : ચોમાસામાં પાલક, મેથી, બથુઆ, રીંગણા, કોબી, ફ્લાવર, જેવી શાકભાજી ખાવાથી બચવું જોઈએ. તેની પાછળ રહેલા વૈજ્ઞાનિક કારણને જો જાણવામાં આવે તો ચોમાસામાં બેક્ટેરિયા અને ફંગસ ઇન્ફેકશનનો ખતરો ઘણો વધી જાય છે. પાન વાળી શાકભાજીની વચ્ચે કીડા-મકોડા ખુબ જ ઝડપથી ઉછરે છે, તેનું સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે. આથી આ મૌસમમાં આ શાકભાજીથી બચવું જોઈએ.સ્ટ્રીટ ફૂડ : ચોમાસાની ઋતુ ઘણી પાણીજ્ય  બીમારીઓનું ઘર છે. તેમાં ડેન્ગ્યુ અને વાયરલ જેવી બીમારીઓ ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ લે છે. ડોક્ટર્સ અનુસાર ચોમાસામાં ખુલ્લા રાખેલા ફળ અથવા અન્ય ખાદ્ય વસ્તુઓ તમારા શરીરને નુકશાન કરી શકે છે. આથી આપણે બહાર મળતા સ્ટ્રીટ ફૂડ ખાવાથી પણ બચવું જોઈએ.

તળેલી વસ્તુઓ : ચોમાસામાં તીખું-તળેલું ખાવાથી પણ બચવું જોઈએ. આ પ્રકારનું ભોજન શરીરમાં પ્રવેશ કરીને પિત્તને વધારે છે. બીજું કે આ ઋતુમાં લોકોનું ડાયજેશન ખુબ જ ધીમું હોય છે. આથી તેમણે પકોડા, સમોસા, અથવા તળેલી વસ્તુઓથી બચવું જોઈએ, જે ડાયેરિયા અને ઇનડાયજેશનની પરેશાની વધારી શકે છે.ડેરી પ્રોડક્ટ્સ : ચોમાસામાં દહીં જેવી ડેરી પ્રોડક્ટનો નિયમિત ઉપયોગથી બચવું જોઈએ. ચોમાસામાં ખાવા-પીવાની વસ્તુઓમાં બેક્ટેરિયા હોય શકે છે. જે ચોમાસામાં ખુબ જ વધી જાય છે. તેને ખાવાથી તમને પેટને લગતી તકલીફ થઈ શકે છે. દહીંમાં પણ બેક્ટેરિયા હોય છે, આથી ચોમાસામાં તેનું ઓછું સેવન કરવું જોઈએ.

માછલી : ચોમાસામાં માછલી અથવા અન્ય સમુદ્રી જીવો માટે પ્રજનનનો સમય માનવામાં આવે છે. આ જ કારણ છે કે, આ ઋતુમાં માછલી ખાવાથી ફૂડ પોઇઝનિંગનો ખતરો વધી જાય છે. આ સિવાય ચોમાસામાં પાણી પ્રદુષિત હોવાથી માછલીઓ ઉપર ગંદકી જમા થાય છે. તેવામાં આ માછલીઓનું સેવન કરવાથી નુકશાન થઈ શકે છે.

મશરૂમ : ડોક્ટર્સ જણાવે છે કે, ચોમાસાની ઋતુમાં મશરૂમનું સેવન કરવાથી પણ બચવું જોઈએ. સીધી જમીનમાં ઉગતી મશરૂમમાં ઇન્ફેકશન વધવાનું જોખમ વધી જાય છે.કાચું સલાડ : તમને એ જાણીને આશ્ચર્ય થશે કે શરીર માટે ફાયદાકારક એવા સલાડને પણ આ ઋતુમાં ન ખાવા જોઈએ. વાસ્તવમાં સલાડ જ નહિ ચોમાસામાં કોઈ પણ કાચી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય સમારેલા ફળ અને શાકભાજીનું પણ સેવન ન કરવું જોઈએ. કારણ કે તેમાં કોડા હોવાની સંભાવના રહે છે.

નોનવેજનું વધુ સેવન ન કરવું : ચોમાસામાં આપણી પાચન શક્તિ ખુબ નબળી હોય છે. આથી વધુ પડતું ભારે ભોજન પચવામાં ખુબ જ મુશ્કેલી રહે છે. તેવામાં આ ઋતુમાં નોનવેજ ખાવાથી બચવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment