કાનમાં થતો દુઃખાવો અને ઇન્ફેકશનથી છુટકારો મેળવવા અજમાવો આ ઘરેલું મફત ઉપાય…

અકસર લોકોને શરદી, તાવ અને પાણી અથવા ગંદકી જવાના કારણે કાનમાં દુઃખાવાની સમસ્યા થતી હોય છે. પણ આ સિવાય કાનમાં દુઃખાવાની સમસ્યા સૌથી વધુ કાનમાં ઇન્ફેકશનને કારણે પણ થાય છે. કાનમાં બેક્ટેરિયા, વાયરસ, અથવા ફંગલ ઇન્ફેકશન થવાથી દુઃખાવાની સમસ્યા શરૂ થઈ જાય છે. આ કાનમાં થતો દુઃખાવો ઘણી વખત અસહ્ય થઈ જાય છે.

સામાન્ય રીતે બેક્ટેરિયા અથવા વાયરસ જ કાનમાં સંક્રમણનું કારણ બનતા હોય છે. આ સિવાય એલર્જી, શરદી અને કાનમાં પાણી અથવા ગંદકી જવાથી પણ ઇન્ફેકશનની સમસ્યા થઈ જાય છે. કાનમાં સંક્રમણ અને દુઃખાવાની સમસ્યા નાની ઉંમરે વધુ જોવા મળે છે. આ દર્દ ખુબ જ અસહ્ય હોય છે. કાનમાં દુઃખાવાની સમસ્યા થવા પર તમે થોડા ઘરેલું ઉપાયોને અજમાવી શકો છો. આ ઘરેલું ઉપાય ઇન્ફેકશનના કારણે કાનમાં થતા દર્દની સમસ્યામાં ખુબ જ અસરકારક છે.કાનમાં ઇન્ફેકશનના કારણો : કાનને શરીરનું એક ખુબ જ નાજુક અંગ માનવામાં આવે છે. તેમાં કોઈ પણ પ્રકારની વસ્તુ જેમ કે પાણી, મેલ જામવાથી અથવા ઈયરબડ્સ વગેરેના ઉપયોગથી ઇન્ફેકશન થવાનો ખતરો રહે છે. જો તમે પોતાના કાનનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરતા તો તમે કાનની લગતી સમસ્યાથી પીડાવ છો. ઈયર ઇન્ફેકશનના ઘણા કારણો હોય શકે છે પણ થોડા પ્રમુખ કારણો અહીં આપેલ છે.

જેમાં કાનમાં કોઈ વસ્તુ, (પાણી, ગંદકી અથવા ધૂળ, માટી વગેરે) જવાથી, કાનમાં ઈજા થવાથ, ઈયરબડ્સ અથવા ઈયરફોનનો વધુ ઉપયોગ કરવાથી, શરદી અથવા તાવને કારણે, પોષક તત્વોની કમીથી, કાનની સાફ-સફાઈ ન કરવાથી…કાનનું ઇન્ફેકશન દુર કરવાના ઘરેલું ઉપાયો : કાનમાં ઇન્ફેકશનના કારણે થતો દુઃખાવો ખુબ જ અસહ્ય હોય છે. જો તેનો યોગ્ય સમયે ઈલાજ ન કરવામાં આવે તો આ સમસ્યા વધી શકે છે. તમે કાનમાં થતા આ ઇન્ફેકશનથી થતા દુઃખાવાથી છુટકારો મેળવવા માટે આ ઘરેલું ઉપાયો કરી શકો છો. તે દુઃખાવામાં રાહત આપે છે.

કાનના ઇન્ફેકશનમાં થતા દુઃખાવાથી બચવા માટે બીલીના મૂળનો ઉપયોગ કરો : ઇન્ફેકશનને કારણે જો તમારા કાનમાં દુઃખાવો છે તો આ સમસ્યામાં બીલીના ફળનો ઉપયોગ ફાયદાકારક છે. બીલીના વૃક્ષના મૂળનો ઉપયોગ કરીને તમે કાનના ઇન્ફેકશનથી થતા દુઃખાવાથી રાહત મેળવી શકો છો. આ માટે તમે બીલીના વૃક્ષના મૂળનો ઉપયોગ કરો. આ વૃક્ષના મૂળને લીમડાના તેલમાં ડુબાડીને તેને બાળી નાખો. બળવા પર જે તેલ નીચે પડે તેને કાનમાં નાખો. આમ કરવાથી કાનના સંક્રમણ અને દુઃખાવામાં રાહત મળે છે.મરીના દાણાના ઉપયોગથી કાનના દુઃખાવામાં રાહત : કાનમાં ઇન્ફેકશનના કારણે દુઃખાવા થવાની સમસ્યા મરીના દાણાનો ઉપયોગ કરવાથી દુર થઈ શકે છે. મરીના દાણાનું તેલનો ઉપયોગ કરીને તમે સંક્રમણને કારણે કાનમાં થતા દુઃખાવામાંથી રાહત મેળવી શકો છો. આ માટે તમે મરીના તાજા પાનનો રસ કાઢી લો. હવે આ રસને કાનમાં નાખો. ઇન્ફેકશન કે દુઃખાવાની સમસ્યા તરત જ દુર થઈ જશે. આ માટે તમારે માત્ર મરીના તાજા પાનના રસની જરૂર પડશે.

કાનના દુઃખાવામાં લીમડાના પાનનો ઉપયોગ કરો : લીમડાના પાનનો ઉપયોગ અનેક સમસ્યાઓમાં થાય છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ એક ઔષધિના રૂપમાં થાય છે. લીમડાના પાનમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ રહેલ છે. આથી તેનો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે. ઇન્ફેકશનને કારણે કાનમાં થતા દુઃખાવાની સમસ્યા લીમડાના પાનનો ઉપયોગ ખુબ જ અસરકારક છે. તમે આ માટે લીમડાના પાનનો રસનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમે થોડા લીમડાના પાન લઈને તેને સાફ કરી લો. પછી આ પાનનો રસ કાઢી લો અને તેના બે-બે ટીપા કાનમાં નાખો. તેનાથી કાનમાં સંક્રમણને કારણે થતા દુઃખાવામાં રાહત થશે.કાનના ઇન્ફેકશનને દુર કરવા માટે એપલ સાઈડર વિનેગરનો ઉપયોગ : કાનમાં ઇન્ફેકશનને કારણે થતા દુઃખાવાની સમસ્યામાં તમે સફરજનના વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તે કાનના દુઃખાવામાં ખુબ જ અસરકારક છે. એપલ સાઈડર વિનેગરમાં એસીટીક એસિડ પર્યાપ્ત માત્રામાં રહેલ છે. એસીટીક એસિડ જીવાણુંરોધી છે. ઇન્ફેકશન વગેરેની સમસ્યામાં તેનો ઉપયોગ થાય છે. તમે કાનના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે ગરમ પાણીમાં એપલ સાઈડર વિનેગરને બરાબર માત્રામાં મિક્સ કરો અને ડ્રોપરની મદદથી કાનમાં બે-બે ટીપા નાખો. આ સિવાય તમે ઈચ્છો તો રૂના ટુકડાને પલાળીને તેનાથી પણ ટીપા નાખી શકો છો. આમ કરવાથી તમને કાનના ઇન્ફેકશન અને દુઃખાવો બંનેમાં રાહત મળશે.

કાનના ઇન્ફેકશન અથવા દુઃખાવામાં હાઈડ્રોજન પેરોકસાઇડનો ઉપયોગ કરો : કાનમાં ઇન્ફેકશનને કારણે દુઃખાવો થવાની સમસ્યામાં હાઇડ્રોજન પેરોકસાઇડનો ઉપયોગ ફાયદાકારક છે. હાઇડ્રોજન પેરોકસાઇડ કાનને સાફ રાખવાની સાથે ગંદકી અથવા વધારાના બેક્ટેરિયાને કાનમાં પ્રવેશ કરવાથી અટકાવે છે. કાનમાં ઇન્ફેકશનના કારણે દુઃખાવો થવાની સમસ્યામાં તમે હાઇડ્રોજન પેરોકસાઇડના થોડા ટીપા કાનમાં નાખો. સારી રીતે સફાઈ કરો. આમ કરવાથી કાન સાફ થશે અને કાનમાં દુઃખાવાની સમસ્યાથી આરામ મળે છે. પણ ધ્યાન રાખો કે તેના બે-ત્રણ ટીપા જ નાખવા જોઈએ.કાનમાં ઇન્ફેકશનની સમસ્યા પર કેરીના પાનનો ઉપયોગ કરો : કાનમાં ઇન્ફેકશનના કારણે થતા દર્દની સમસ્યા કેરીના પાનનો ઉપયોગ કરવાથી દુર થઈ શકે છે. કેરીના પાનનો રસ કાનના ઇન્ફેકશનમાં ફાયદો કરે છે. ઇન્ફેકશનને કારણે કાનમાં દર્દની સમસ્યા છે તો કેરીના પાનનો રસ કાઢી લો અને તેના થોડા ટીપા કાનમાં નાખો. આમ બે થી ત્રણ વખત કરવાથી કાનમાં ઇન્ફેકશન કારણે થતા દુઃખાવામાં રાહત મળશે.

આ ઘરેલું ઉપાયોનો ઉપયોગ તમે કાનના ઇન્ફેકશનની સમસ્યા થવા પર કરી શકો છો. આથી સમયસર કાનની સફાઈ અને ગંદકીને દુર કરતી રહેવી જોઈએ. આમ કરવાથી કાનમાં ઇન્ફેકશનનો ખતરો ઓછો રહે છે. નહિ તો આગળ જતા તે ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment