10 રૂપિયાથી લઈને 2000 સુધીની એક નોટો છાપવામાં સરકારને થાય આટલો ખર્ચો, જાણો તેની પૂરી પ્રોસેસ અને કિંમત…

એક નોટની કિંમત માત્ર તેના પર લખેલ અક્ષરોની નક્કી કરવામાં આવે છે. 200 રૂપિયાની નોટમાં આમ જોઈએ તો એક વધુ શૂન્ય (૦) જોડીને 2000 રૂપિયા બનાવવામાં આવે છે. પણ આ પ્રોસેસ આપણે સમજીએ એટલી સરળ નથી, વાસ્તવમાં નોટની છાપણી અને તેની તૈયારી માટે રિઝર્વ બેંકે એક અલગથી રિઝર્વ તૈયાર કરવું પડે છે જેના વગર નોટની છાપણીનું કામ નથી થઈ શકતું.

મોટાભાગે લોકોને એવું લાગતું હોય છે કે, સરકાર ઈચ્છે એટલી નોટ છાપી શકે છે તો પછી તે ગરીબોને નોટ કેમ નથી આપતી ? આ સવાલનો જવાબ આજે અમે તમને આ લેખમાં જણાવશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.કેવી રીતે થાય છે નોટની છાપણી ? : થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક ફોટો ફોરવર્ડ થઈ રહી હતી જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ભારતીય નોટની છાપણી ચીનમાં થાય છે. પરંતુ એવું જરા પણ નથી. આ પૂરી રીતે ભારતીય પ્રોસેસ છે અને તેને ખુબ જ સુરક્ષા વચ્ચે કરવામાં આવે છે. દરેક ફાઇનાન્સિયલ વર્ષમાં રિઝર્વ બેંક અને ફાઈનાન્સ મીનીસ્ટ્રી મળીને નક્કી કરે છે કે છેવટે આ વર્ષે ભારતમાં કરન્સીનું સરક્યુલેશન કેવી રીતે અને કેટલું થશે. આ પ્રોસેસ ખુબ જ જરૂરી છે, કારણ કે વધુ કરન્સીનો વધારો અર્થવ્યવસ્થા માટે ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

નોટની છાપણી માટે ભારતમાં 1956 થી જ મીનીમમ રિઝર્વ સીસ્ટમનું પાલન થઈ રહ્યું છે. જેની અંદર RBI ને પોતાના કોષમાં 200 કરોડ અથવા તેનાથી વધુ રૂપિયા નોટની છાપણી માટે હંમેશા રિઝર્વ રાખવા પડશે.ભારતમાં નોટની છાપણીનું કામ 4 પ્રિન્ટીંગ પ્રેસમાં થાય છે. તેમાંથી બે કેન્દ્ર સરકારની અંદર આવે છે જે નાસિક એ દેવાસમાં છે અને બીજી બે ને રિઝર્વ બેંકની સબ્સીડરી ‘ભારતીય રિઝર્વ બેન નોટ મુદ્રણ’ કંટ્રોલ કરે છે. જે મેસુર અને સાલબોની (પશ્ચિમ બંગાળ) માં છે. આ ચાર પ્રિન્ટીંગ પ્રેસને ઓર્ડર્સ મળે છે અને નોટની છાપણી ત્યાંથી જ શરૂ થાય છે. આ ઓર્ડર્સને ઇન્ડેંટ કહે છે. તે સાફ જણાવે છે કે, નોટ કેટલી છાપવાની છે અને કેવી રીતે છાપવાની છે.

નોટની ડિઝાઈનિંગ : નોટની ડિઝાઈનિંગ માટે એક ખાસ પ્રકારની સુરક્ષા પેપરની જરૂર હોય છે. જેમાં નોટની છાપણીનું કામ થાય છે. તે હિન્દુસ્તાનમાં માત્ર બે જ જગ્યાએ થાય છે જ્યાં સિક્યુરિટી પેપર મળે છે. તે મધ્યપ્રદેશના હોશંગાબાદ અને કર્ણાટકના મેસુરમાં છે. ભારતીય મુદ્રા જે પેપરમાં છપાઈ છે તેમાં ઘણા સુરક્ષા ફીચર્સ સામે આવે છે. જેમ કે 3D વોટરમાર્ક, માઈક્રો લેટર્સ, સિક્યુરિટી દોરા વગેરે. આ બધાને એક ટીમ દ્વારા ડિઝાઈન કરવામાં આવે છે અને આ આખી પ્રોસેસમાં માત્ર ભારતીય નાગરિક જ સામેલ થાય છે.નોટની પ્રિન્ટીંગ : એક વખત નોટની ડિઝાઈનિંગનું કામ પૂરું થઈ ગયું તો નોટની આખી શીટ્સ તૈયાર થાય છે. તેમાં અલગ અલગ સિક્યુરિટી ફીચર્સ હોય છે. એક નોટ શીટ્સથી 2000 ની નોટની લગભગ 20 નોટ નીકળે છે. 2000 ની નોટ ભારતીય મુદ્રાની સૌથી મોટી નોટ છે. આ માત્ર વેલ્યુમાં જ મોટી નથી પણ લંબાઈ અને પહોળાઈમાં પણ મોટી છે.

કેટલો ખર્ચ થાય છે એક નોટની છાપણીમાં ? : ભારતીય કરન્સીમાં અલગ અલગ પ્રકારના નોટ છે જેની છાપણીનો ખર્ચ પણ અલગ છે. આ બધો જ ડેટા RBI ના આંકડાના હિસાબે છે. 10 રૂપિયાની નોટ છાપવામાં ૦.09 રૂપિયાનો ખર્ચ થાય છે. 20 રૂપિયાની નોટ છાપવામાં 1.5  રૂપિયાનો ખર્ચ થાય છે. 50 રૂપિયાની નોટ છાપવામાં 1.81  રૂપિયાનો  ખર્ચ થાય છે. 100 રૂપિયાની નોટ છાપવામાં 1.79 રૂપિયાનો  ખર્ચ થાય છે. 200 રૂપિયાની નોટ છાપવામાં 2.93 રૂપિયાનો ખર્ચ થાય છે. 500 રૂપિયાની નોટ છાપવામાં 2.94  રૂપિયાનો ખર્ચ થાય છે. 200૦ રૂપિયાની નોટ છાપવામાં 3.54 રૂપિયાનો ખર્ચ થાય છે.

હવે સમય છે એ સવાલનો કે લોકો પૂછે છે કે, જો એક નોટની છાપણીમાં આટલો ઓછો ખર્ચ થાય છે તો છેવટે સરકાર ગરીબોને નોટ કેમ નથી આપતી ? શું તેનાથી ગરીબી ખત્મ નથી થઈ શકતી ?છેવટે જરૂરત કરતા વધુ નોટ કેમ નથી છાપી શકતી સરકાર ? : શું તમે વેનેઝુએલા અથવા જિમ્બાબ્વે જેવા દેશ વિશે સાંભળ્યું છે ? આ દેશ જે પ્રાકૃતિક સંસાધનોથી ભરપુર છે અને વેનેઝુએલાની પાસે તો તેલના કુવા છે તે ગરીબ કેવી રીતે થઈ ગયા ? એટલા ગરીબ કે ત્યાં લોકોની પાસે ખાવા-પીવા પૈસા પણ નથી અને લોકો ભુખમરીનો શિકાર થવા લાગ્યા. આ બધું થવાનું કારણ છે કે, હાઈપર ઇન્ફલેશન.

આવું ત્યારે થાય છે જ્યારે દેશમાં પેપર કરન્સી વધી જાય છે અને વસ્તુઓની માંગથી વધુ થઈ જાય છે, તેવામાં વસ્તુઓનો ભાવ વધવા લાગે છે. અને થોડા વર્ષોમાં જ 40 રૂપિયામાં મળતી વસ્તુ 4 લાખ રૂપિયાની થઈ જાય છે. તમને જણાવી દઈએ કે જિમ્બાબ્વે અને વેનેઝુએલામાં એક કપ કોફીની કિંમત 2.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની હોય છે. ત્યાં લોકો પાસે લાખો રૂપિયા ઘરમાં રાખેલા હોવા છતાં પણ દરરોજનો ખર્ચ ચલાવવો મુશ્કેલ હોય છે.

આથી પેપર કરન્સી જો દેશમાં વધુ હોય તો આ અર્થવ્યવસ્થા પર મોટો ભાર થઈ જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment