આ રીતે ફક્ત 15 દિવસ પીય લ્યો મેથી દાણાનું પાણી, શરીરમાં થશે આવા ચમત્કારિક ફેરફારો. જાણીને ચોંકી જશો… જાણી લો શું થશે તેની અસર..

ભારતમાં મેથીનો પ્રયોગ રસોઈ સિવાય સ્વાસ્થ્ય લાભ માટે પણ કરવામાં આવે છે. મેથીનો તડકો (વઘાર) કરવાથી ભોજનનો સ્વાદ વધી જાય છે. જ્યારે આ વઘારની સુગંધ આખા ઘરમાં મહેકે છે. મેથી ભારત સિવાય દક્ષિણ યુરોપ, ભૂમધ્ય ક્ષેત્ર, અને પશ્ચિમ એશિયામાં વધુ જોવા મળે છે. મેથીના સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે સબ્જીમાં નાખીને, પાણીમાં પલાળીને, અંકુરિત કરીને વગેરે રૂપમાં ખાઈ શકાય છે.

જ્યારે ખાલી પેટ મેથીના દાણા ખાવા પણ ખુબ જ અસરકારક છે. મેથીના દાણામાં સોલ્યુબલ ફાઈબર, ઉર્જા, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ જેવા પોષક તત્વ મળે છે જેના કારણે ખાલી પેટ ખાવાથી બ્લડ શુગર, વજન ઓછો કરવો, સોજા જેવી પરેશાનીઓમાં ફાયદાકારક છે. આજે આ લેખમાં અમે તમને ખાલી પેટ મેથીના દાણા ખાવાના ફાયદાઓ વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો…બ્લડ શુગર નિયંત્રણમાં રાખવા : મેથીના દાણા કાર્બોહાડ્રેટસના અવશોષણમાં મદદ કરે છે. અવશોષિત ન થયેલ કાર્બોહાઈડ્રેટસ બ્લડ શુગર લેવલ વધારવામાં મદદ કરે છે. મેથી ઇન્સુલીનનું નિર્માણ કરે છે જે વધેલા બ્લડ શુગર લેવલને ઓછું કરે છે. મેથીના દાણા ટાઈપ-2 ડાયાબિટીસનો પ્રભાવી ઈલાજ છે. તે HbAIC નું લેવલ પણ ઓછું કરે છે. તે ડાયાબિટીસની તપાસ કરવાનો બ્લડ ટેસ્ટ માર્કર છે.

વજન ઓછો કરવા : મેથીના દાણામાં સોલ્યુબલ ફાઈબર પાચનમાં મદદ કરે છે. તે કબજિયાતને પણ દુર કરે છે. સવારે ખાલી પેટ મેથીના દાણા ખાવાથી ભૂખ ઓછી લાગે છે. તે મેટાબોલીઝ્મને વધારે છે અને સારા ડાયજેશનને બનાવે છે. આ શરીરમાં વધારાના ફેટને રોકે છે. મેથીના દાણા ખાલી પેટ ખાવાથી ભૂખ પણ નિયંત્રણ રહે છે. ભૂખ ઓછી લાગવાથી વજન ઓછો થાય છે.ઇમ્યુનિટી અને ઇન્ફેકશન નિયંત્રણમાં રાખવા : મેથીના દાણામાં સેપોનીન નામનું કમ્પાઉન્ડ હોય છે. આ શક્તિશાળી એન્ટી બેક્ટેરિયલ પ્રોપટીઝથી ભરપુર હોય છે. સેપોનીન્સથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ મળે છે. ખાલી પેટ મેથીના દાણા ખાવાથી શરીર વાયરસ અને બેક્ટેરિયાથી લડવા માટે તૈયાર થાય છે. આમ મેથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે.

સ્તનમાં દૂધ વધારે : મેથીના દાણા ખાવાથી બ્રેસ્ટફીડીંગ કરાવતી માતાઓમાં દૂધનું નિર્માણ ઝડપથી થાય છે. વાસ્તવમાં મેથીમાં ગેલેકટેગોગ્યું મળે છે. આ કમ્પાઉન્ડ બ્રેસ્ટફીડીંગમાં દૂધ વધારવામાં મદદ કરે છે, મેથીના દાણા એક શક્તિશાળી હોય છે, જે માતાઓના દૂધનું નિર્માણનું કામ કરે છે. આ કારણે  જ મેથીના દાણાથી બનેલ લાડવા માતાઓને આપવામાં આવે છે.

ઉપયોગ : માતાઓને અડધી ચમચી મેથીના દાણાનો પાવડર અથવા દાણા પાણીમાં ઉકાળીને પીવાથી દૂધ બરાબર બને છે, તેને દિવસમાં બે વખત પીય શકાય છે.પુરુષોની યૌન ક્ષમતા : પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન નામનું હાર્મોન હોય છે. આ હાર્મોન કાઉન્ટ અને ફર્ટીલીટીને વધારે છે. પુરુષોમાં તેની ઉંમર અથવા ઘણી મેડીકલ કંડીશન્સના કારણે ટેસ્ટોસ્ટેરોન હાર્મોન ઓછા થવા લાગે છે. મેથીના દાણા આ હાર્મોનને બનાવવામાં મદદ કરે છે. મેથીના દાણામાં ફ્યુરોસ્ટેનોલીક સેપોનીન મળે છે. જે ટેસ્ટોસ્ટેરોન હાર્મોનને બનાવવામાં મદદ કરે છે અને તે સ્પમ ર્કાઉન્ટને પણ વધારે છે.

કોલેસ્ટ્રોલને ઓછું કરવા : મેથીના દાણા બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. અને ટ્રાગ્લીસરાઈડસને પણ ઓછું કરે છે. મેથીના દાણામાં 48% સોલ્યુબલ ફાઈબર હોય છે જે શરીરમાંથી કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. મેથી હૃદયના સ્વાસ્થ્ય માટે સારી છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

સોજામાં ફાયદો : મેથીના દાણામાં એન્ટી-ઈમ્ફ્લેમેટરી અને એન્ટી કેન્સર પ્રોપર્ટીઝ મળે છે. મેથીમાં કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન, ઝીંક અને મેગેનીઝ નામના ગુણ રહેલા છે. આ બધા ગુણો સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. મેથી સાંધાના દુઃખાવામાં થતા સોજા અને કોલીટીસ જેવી બીમારીઓમાં પણ મદદ કરે છે. મેથીના દાણામાં ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડેંટસ મળે છે જે શરીરને સ્વસ્થ રાખે છે.માસિક ધર્મના દુઃખાવામાં રાહત માટે : માસિક વખતે ઘણી મહિલાઓને દુઃખાવો થતો હોય છે. તેમાં થતો દુઃખાવો અસહ્ય હોય છે. પણ મેથીનું સેવન તેને ઓછો કરે છે. મેથીના દાણામાં નેચરલ પેઈન કીલરની જેમ કામ કરે છે. આ બીજમાં એકાલોઈડસ મળે છે જે દર્દને ઓછું કરે છે. તે માસિકના પ્રથમ ત્રણ દિવસમાં થતા દુઃખાવામાં જલ્દી રાહત આપે છે.

વાળ માટે : વાળમાં મેથી લગાવવાથી ખોડોની સમસ્યા દુર થાય છે. તે વાળના ગ્રોથ માટે પણ ખુબ સારી છે. તેનો હેર માસ્ક બનાવીને ઉપયોગ કરી શકાય છે.
ઉપયોગ : દહીં અને મેથીના દાણા મિક્સ કરીને હેર માસ્ક બનાવી લો. તેને અઠવાડિયામાં એક વખત લગાવો. તેનાથી વાળ મુલાયમ અને ચમકદાર બનશે.મેથીના દાણાનો કરી રીતે ઉપયોગ કરવો :

1 ) મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ખાલી પેટ તે પાણીને ઉકાળીને પીય જાવ. 2 ) મેથીના દાણાને પીસી નાખો, અને તેને કરી, સલાડ, સૂપ અથવા સ્મુદીઝમાં નાખીને સેવન કરો.

3 ) મેથીના લાડવા બનાવીને માતાએ ખાવા જોઈએ. તેનાથી દૂધ બનવામાં મદદ મળે છે. 4 ) મેથીના દાણાને અંકુરિત કરીને પણ ખાઈ શકાય છે. તેને સલાડની જેમ સેવન કરો.

5 ) મેથીના દાણાને સબ્જીમાં નાખીને સેવન કરો. 6 ) પોતાની હર્બલ ટી માં પણ મેથીના દાણા મિક્સ કરી શકાય છે.

મેથીના દાણાનું સેવન કરવામાં સાવધાની : કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન નુકશાનકારક છે. આથી મેથીનું સેવન સંતુલિત માત્રામાં કરવું જોઈએ. એક દિવસમાં 1 થી 1.5 ચમચીથી વધુ મેથી ન ખાવી જોઈએ. જો તમે મેથીનો પાવડર લઈ રહ્યા છો તો દિવસમાં 1 ચમચી જ લો. મેથીનું વધુ પડતું સેવન બ્લડ શુગર લેવલને ઓછું કરી શકે છે. તેના વધુ સેવનથી ડાયેરિયા, ગેસ, અઠવ એલર્જી પણ થઈ શકે છે.સવારે ખાલી પેટ મેથી ખાવાના ઘણા ફાયદાઓ છે. ખાલી પેટ મેથી ખાવાથી બ્લડ પ્રેશરથી લઈને માસિક ધર્મના દુઃખાવાને ઓછો કરી શકે છે.  મેથીના દાણામાં એવા ગુણો રહેલા છે જેનાથી વજન ઓછો કરવામાં મદદ મળે છે. મેથીના દાણાનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. અહીં આપેલ મેથીના દાણાનો ઉપયોગ કરીને તમે અનેક બીમારીઓને કંટ્રોલ કરી શકો છો. પણ ધ્યાન રાખો કે મેથીનું સેવન કરતા પહેલા કોઈ નિષ્ણાંતની સલાહ જરૂર લો. જેથી કરીને તમે કોઈ મુશ્કેલીમાં ન પડો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment