આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…

ગાયના ગોબરથી ઈંટ, સિમેન્ટ, અને પેઈન્ટનું નિર્માણ, તમને આ જાણીને ખુબ જ આશ્ચર્ય થશે પણ હવે દેશમાં આ પ્રકારની પહેલ શરૂ થઈ ગઈ છે. ગોબરથી પાકા મકાનોની જેમ ઘન પણ બની રહ્યા છે. અને તેની દીવાલો પણ રંગાઈ રહી છે. ખાસ વાત એ છે કે, શહેરો પણ ઘણા લોકો આ પ્રકારની ઇકો ફ્રેન્ડલી ઘરનું નિર્માણ કરી રહ્યા છે.

હરિયાણાના રોહતકના રહેવાસી ડો. શિવ દર્શન મલિક છેલ્લા 5 વર્ષથી ગોબરથી સિમેન્ટ, પેઈન્ટ, અને ઈંટ બનાવી રહ્યા છે. 100 થી વધુ લોકોને તેમણે ટ્રેનિંગ પણ આપી છે. તેઓ હાલ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પોતાના પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યા છે. તેનાથી વર્ષે તેઓ 50 થી 60 લાખ રૂપિયાનું ટર્નઓવર કરે છે.

શિવ દર્શનની શરૂઆતનો અભ્યાસ ગામમાં જ થયો હતો. તેના પિતાજી ખેડૂત હતા, ત્યાર પછી તેમણે રોહતકમાં ગ્રેજ્યુએશન, માસ્ટર્સ અને પછી પીએચડીની ડીગ્રી લીધી. ત્યાર પછી થોડા વર્ષો સુધી તેણે નોકરી કરી. તેઓ એક કોલેજમાં ભણાવતા હતા. પછી તેમણે નોકરી છોડી દીધી અને રીસર્ચ કરવાનું વિચાર્યું. જો કે તેઓ ગ્રામીણ ક્ષેત્ર સાથે સંબંધ ધરાવતા હતા. આથી તેણે નક્કી કર્યું કે કંઈક એ પ્રકારની માહિતી ભેગી કરવામાં આવે કે જેથી કરીને ગામને આર્થિક રીતે મજબુત બનાવી શકાય. અને અહીં જ રોજગારી પણ મળી રહે.અમેરિકા અને ઈંગ્લેંડમાં ઇકો ફ્રેન્ડલી જોયું તો આ વિચાર આવ્યો : ત્યાર પછી તેઓ IIT દિલ્હીના એક પ્રોજેક્ટ વેસ્ટ ટુ હેલ્થની સાથે જોડાઈ ગયા. થોડા વર્ષો સુધી તેમણે ત્યાં કામ કર્યું. પછી 2004 માં તેમણે વર્લ્ડ બેંક અને એક વર્ષ પછી એટલે કે 2005 માં UNDP ના એક પ્રોજેક્ટની સાથે રીન્યુંબલ એનર્જી લઈને કામ કર્યું.

આ દરમિયાન શિવ દર્શનને અમેરિકા અને ઇંગ્લેન્ડ જવાનો મોક્કો મળ્યો. ત્યાં તેમણે જોયું કે અહી ભણેલા-ગણેલા અને આર્થિક રૂપે સંપન્ન લોકો સિમેન્ટ કે ઈટના બનેલા મકાનોની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી ઘરમાં રહેવાનું વધુ પસંદ કરે છે. કારણ કે આ ઘર શિયાળામાં અંદરથી ગરમ રહે છે. તેઓ ભાંગનાં પાંદડાઓને ચૂનાની સાથે મિક્સ કરીને ઘર બનાવે છે.

શિવ દર્શનને લાગ્યું કે આ કામ તો ભારતમાં વધુ સારી રીતે થઈ શકે છે. આપણે ત્યાં ખાસ કરીને ગામડે આ પ્રકારના વેસ્ટ વસ્તુઓની કમી નથી. ભારત આવ્યા પછી તેમણે થોડા વર્ષો સુધી તેના પર રીસર્ચ કર્યું.ગોબરથી તૈયાર કરી સિમેન્ટ : તેઓ જણાવે છે કે, આપણે નાનપણથી જોયું છે કે, ગામડામાં ઘરની લીપાઈ માટે ગોબરનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ઘમાંર શિયાળામાં અને ઉનાળામાં અનુકુળ વાતવરણ રહે છે. ન તો ગરમી વધુ લાગે છે ન તો ઠંડી. કારણ કે ગોબર થર્મલ ઇન્સુલેટેડ હોય છે. ત્યાર પછી તેમને લાગ્યું કે ગાયના ગોબરથી સિમેન્ટ અને પેઈન્ટ પણ તૈયાર કરી શકાય છે. 2015 થી 16 માં તેમણે પ્રોફેશનલ લેવલ પર કામ શરૂ કર્યું. સૌથી પહેલા તેમણે ગોબરથી સિમેન્ટ તૈયાર કરી. પછી પોતે ઉપયોગ કર્યો. અને ગામના લોકોને પણ ઉપયોગ કરવા માટે આપી. બધાનો સારો પ્રતિસાદ આવ્યો. ત્યાર પછી તેમણે નક્કી કર્યું કે આ કામને આગળ વધારવામાં આવે.

તેઓ કહે છે કે, ગામમાં પણ હવે લોકો રસોઈ બનાવવા માટે ગેસનો ઉપયોગ કરવા લાગ્યા છે. જેના કારણે જે ગોબર ઈંધણના રૂપમાં ઉપયોગ કરવામાં આવતો હતો તેની પણ માંગણી ઓછી થઈ ગઈ. આ કારણે ગામડામાં ગોબરના ઢગલાઓ પડ્યા રહેતા. ગૌશાળામાં તો ગોબરના ઢગલાઓ પડ્યા હોય, ગાય ગોબરમાં જ ઉભી હોય. સાથે જ ખેડૂતોને પણ કંઈ મળતું ન હતું. તેમણે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.સારુ પરિણામ મળ્યું તો ઈંટ અને પેઈન્ટ પણ બનાવવાનું શરૂ કર્યું : શિવ દર્શને ગોબરથી કંઈ કંઈ વસ્તુઓ બની શકે છે તેને લઈને રીસર્ચ શરૂ રાખી. 2019 માં તેમણે ગોબરથી પેઈન્ટ અને ઈંટ તૈયાર કરવાનું શરૂ કર્યું. તેમાંથી પણ સારું પરિણામ આવ્યું. ખેડૂત અને અન્ય ગ્રાહક પણ જોડાવા લાગ્યા. હાલ તેઓ દર વર્ષે 5 હજાર ટન સિમેન્ટની માર્કેટિંગ કરે છે. પેઈન્ટ અને ઈટનું પણ વેંચાણ પણ સારું થાય છે. બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ સહીત ઘણા રાજ્યોમાં લોકો તેના પ્રોડક્ટનો ઉપયોગ કરે છે.

કેવી રીતે પ્રોડક્ટ તૈયાર કરે છે ? : શિવ દર્શન મલિકનો દાવો છે કે, તેઓ સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ તૈયાર કરે છે. તેનાથી પર્યાવરણને થતા નુકશાનને પણ ઓછું કરે છે. તે પ્રોડક્ટ તૈયાર કરવાનો ફોર્મુલા શેર કરવા નથી માંગતા પણ તેઓ કહે છે કે, સિમેન્ટ તૈયાર કરવા માટે અમે ગાયના ગોબરમાં જીપ્સમ, ગ્વારગમ, ચીકણી માટી અને લીંબુનો પાવડરનો ઉપયોગ કરીએ છીએ.તેઓ તેને વૈદિક પ્લાસ્ટર કહે છે. આ રીતે પેઈન્ટ બનાવવા માટે ગાયના ગોબર સાથે અલગ અલગ રંગના પીગમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે ઈંટ બનાવવા માટે તેઓ ગોબર અને ચૂનાનો ઉપયોગ કરે છે. તેઓ ઈંટ બનાવવા માટે બહારથી પાણીનો ઉપયોગ નથી કરતા. અને ન તો ઈંટને ભઠ્ઠીમાં શેકે છે. તડકામાં સુકાયા પછી આ ઈંટ ઘર બનાવવા માટે યોગ્ય બની જાય છે. તેમણે બિકાનેરમાં તેની ફેકટરી શરૂ કરી છે. તેમની બધી જ પ્રોડક્ટ માન્યતા પ્રાપ્ત લેબથી સર્ટીફાઈડ છે.

કેવી રીતે માર્કેટિંગ કરે છે ? : ગામના ખેડૂત અને ગૌશાળાથી તેઓ ગોબર ખરીદે છે. ત્યાર પછી તેની ફેક્ટરીમાં પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. તેમની પાસે હાલ 15 લોકો કામ કરે છે. તેઓ જણાવે છે કે અમે દરેક લેવલ પર માર્કેટિંગ કરીએ છીએ. શરૂઆતમાં અમે સોશિયલ મીડિયાનો આધાર લીધો હતો. અમે પોતાના પ્રોડક્ટની ફોટો પોસ્ટ કરવાનું શરુ કર્યું. ત્યાર પછી ગ્રાહકો જોડાતા ગયા.

ત્યાં પછી અમે vedicplaster.com નામથી એક વેબસાઈટ તૈયાર કરી. તેના દ્વારા અમે પોતાના પ્રોડક્ટનું વેંચાણ કર્યું. આ સાથે જ અલગ અલગ શહેરો અને રાજ્યોમાં ડીલરશીપ આપી છે. તેનાથી અમે ઈંટ અને સિમેન્ટનું માર્કેટિંગ કરીએ છીએ. ટ્રાન્સપોર્ટેશનને કારણે હાલ અમે ઈંટનું માર્કેટિંગ હરિયાણાથી બહાર નથી કરતા.ટ્રેનિંગ આપીને લોકોને રોજગાર આપી રહ્યા છીએ : તેઓ કહે છે કે, બિકાનેરમાં અમે ટ્રેનીંગ સેન્ટર ખોલ્યું છે. જેના માટે અમે 21 હજાર ફી લઈએ છીએ. તેમાં અમે ગોબરથી તૈયાર થતી બધી જ વસ્તુઓની ટ્રેનિંગ આપીએ છીએ. અને આખી પ્રોસેસ સમજાવીએ છીએ. આ મતે અહીં આવતા લોકોને ખાવા-પીવા અને રહેવાની વ્યવસ્થા થાય છે. તેઓ ગોબરથી બનેલ ઈંટના મકાનમાં જ રહે છે. અને ઓર્ગેનિક રૂપે તૈયાર કરેલ ફૂડ ખાય છે.

અત્યાર સુધીમાં તેમણે લગભગ 100 લોકોને ટ્રેનીંગ આપી છે. આ લોકો ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, યુપી જેવા રાજ્યોમાં ગોબરથી ઈંટ બનાવવાનું કામ  કરે છે. તેનાથી નફો તો થાય છે સાથે ગામડાના લોકો ગોબર વેંચીને કમાણી પણ કરી લે છે.

શિવ દર્શન કહે છે કે અમારું એક માત્ર લક્ષ્ય માર્કેટિંગ અને બિઝનેસ નથી. મારો પ્રયત્ન છે કે સમાજમાં બદલાવ આવે, ગામડાના લોકોને ગામમાં જ રોજગારી મળી રહે. શિવ દર્શનને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હરિયાણા કૃષિ રત્નથી સમ્માનિત કરી ચૂકયા છે. સાથે જ પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પણ તેના ગુણો વિશે કહે છે. આ સાથે તેઓ રાષ્ટ્રપતિ ભવન પણ ગયા અને અનેક વિદેશની યાત્રા પણ કરી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment