ખેંચીને નાકના વાળ ઉખાડતા હોવ તો ચેતી જજો, શરીરનું આ અંગ થઈ જશે સદાય માટે કામ કરતુ બંધ. એવું ગંભીર નુકશાન થશે જે તમને દેખાતું નથી પણ અંદરથી…

શું તમે ક્યારેય પોતાના હાથે જ નાકના વાળ ખેંચીને તોડ્યા છે ? જો તમારો જવાબ હા છે, તો આ તમારા માટે ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે નાકના વાળ તોડવા ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જો તમને વિશ્વાસ નથી આવી રહ્યો તો આજે આ લેખને અંત સુધી વાંચો.

નાકમાં વાળ કેમ હોય છે ? : જ્યારે તમે નાકની અંદર ધ્યાનથી જોશો તો તમને નાકમાં વાળ દેખાશે. આ વાળ પણ આંખની ભમર સમાન દેખાય છે. જેમાં ઘણા નાના તો ઘણા મોટા વાળ હોય છે. તે બે પ્રકારના નાકના વાળમાંથી એક હોય છે. નાકના ઘણા વાળ ઓછા પ્રમાણમાં હોય છે અને દેખાતા નથી, પણ ઘણા એટલા વધી જાય છે કે બહાર દેખાવા લાગે છે. સૌથી પહેલા તો વિચાર આવે છે કે નાકમાં વાળ કેમ હોય છે ?એ જાણવા મળ્યું છે કે, બંને પ્રકારના નાકના વાળ મહત્વપૂર્ણ કામ કરે છે. તમારા નાકના લાંબા વાળ જેને વિબરીસે કહેવાય છે. જે તમારા શરીરની રક્ષા પ્રણાલીનો એક ભાગ છે. જ્યારે તમે શ્વાસ લો છો તો તમને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ જ નથી મળતું, પણ તમને ધૂળ, બેક્ટેરિયા અને ગંદકી પણ મળે છે.

નાકમાં વાળ ખુબ જરૂરી કેમ હોય છે ? :

નાકમાં વાળ હોવા આપણા માટે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. કારણ કે તે આપણા શરીરમાં ગંદકી જવાથી રોકે છે. શ્વાસની સાથે સાથે ધૂળ, માટી  પણ જાય છે. જો આપણા નાકમાં વાળ ન હોય તો તે આપણા શરીરમાં પ્રવેશ કરવા લાગે છે. જેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. જો તમાર નાકમાં વાળ છે તો ગંદકી તમારા નાકના વાળમાં જ જામેલી રહે છે. તમારા શરીરની અંદર પ્રવેશ નથી કરી શકતી. આથી નાકના વાળને કાપવા ન જોઈએ.જેમ કે આંખની પાંપણ આપણી આંખની રક્ષા કરે છે તેવી જ રીતે નાકના વાળ આપણ નાકને સાફ અને સ્વસ્થ રાખે છે. નાકમાં વાળ નહિ હોય તો આ પ્રદુષિત બેક્ટેરિયાના કારણે આપણે કોઈ ઇન્ફેકશનનો શિકાર બની શકીએ છીએ. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે નાકમાં વાળ હોવા ફેફસા માટે પણ ખુબ જ જરૂરી છે. નાકના વાળ એક રીતે ફેફસા માટે ફિલ્ટરનું કામ કરે છે.

શા માટે ન ઉખાડવા જોઈએ નાકના વાળ ? :

નાકની ઉપરના ભાગથી શરૂ કરીને તમારા હોઠના બંને ખૂણાને જો જોડવામાં આવે તો એક ત્રિકોણ બને છે. આ ત્રિકોણ ચહેરાનો ખતરનાક ત્રિકોણ હોય છે. આ ભાગ આંખ, નાક અને મોઢાની આસપાસનો જરૂરી ભાગ હોય છે. જે ખુબ જ સંવેદનશીલ હોય છે. ચહેરાના આ ભાગની આસપાસ શરીરની ઘણી મહત્વપૂર્ણ નસ પસાર થતી હોય છે. જે સીધી મગજ સાથે જોડાયેલ હોય છે. આ ખતરનાક ત્રિકોણ વાળા ભાગમાં જે બ્લડ વેસલ્સ એટલે કે રક્ત વાહિનીઓ હોય છે, તેનો સીધો સંબંધ મગજની પાસે રહેલ રક્ત વાહિનીઓ સાથે હોય છે.આંખ, નાક અને મોઢાની આસપાસની ત્વચા સ્કીન ઇન્ફેકશનથી જલ્દી પ્રભાવિત થાય છે. અને ઘણી વખત ખતરનાક રૂપ લઈ લે છે. જ્યારે તમે વાળને ઝટકો આપીને તોડો છો તો બ્લડ વાહિનીઓમાં કાણું થઈ જાય છે અને લોહી વહેવા લાગે છે. અથવા ઇન્ફેકશન થઈ શકે છે. તેવામાં ખતરનાક ત્રિકોણના ભાગમાં ગંભીર ઇન્ફેકશન થઈ જાય તો તેનાથી મગજની નસ સુધી ઇન્ફેકશન પહોંચી શકે છે. અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. અથવા તમે પાગલ પણ થઈ શકો છો. આ ત્રિકોણમાં ખીલને ખંજવાળવું એ પણ ખતરનાક થઈ શકે છે.

કેવી રીતે ઓળખશો ચહેરાના આ ખતરનાક ત્રિકોણને ? : ચહેરા પર બનેલ આ ખતરનાક ત્રિકોણને તમે જોઈ નથી શકતા પણ તેનો અંદાજ લગાવી શકો છો. તેની જાણ માટે સૌથી પહેલા પોતાના બંને અંગુઠાના ઉપરના ભાગને એકબીજા સાથે જોડો, પછી બંને વચ્ચેની આંગળીઓના ઉપરના ભાગને ત્રિકોણ બનાવીને જોડો. હવે હાથથી બનેલ આ ત્રિકોણને ચહેરા પર એ રીતે રાખો કે તમારા અંગુઠા વાળો ભાગ હોઠની ઉપર હોય અને બંને વચ્ચેની આંગળીઓ નાકની ઉપર, આંખ પાસે મળતી હોય. આ ત્રિકોણની વચ્ચે આવેલ ભાગને જ ખતરનાક ત્રિકોણ કહેવામાં આવે છે.

કેવી રીતે કાપશો નાકના વાળ ? : નાકના વાળ કાપવા માટે ક્યારેય તેને નખથી ઉખાડો નહિ. નાની કાતરની મદદથી સાવધાની સાથે કાપો. અથવા નાકના વાળ માટે એક અલગ ટ્રીમ્મર આવે છે તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment