આ પથ્થર નાખતાં જ છાશના ટીપા વગર જ દૂધમાંથી બની જાય છે દહીં, આજ સુધી નથી ઉકેલાયું આ પથ્થરનું રહસ્ય. જાણો ક્યાં મળે છે આ પથ્થર…..

દહીં મેળવવા માટે લોકો અકસર મેણવણ શોધતા હોય છે. જ્યારે રાજસ્થાનના જેસલમેર જીલ્લામાં સ્થિત આ ગામમાં મેણવણની જરૂર નથી પડતી. ત્યાં એક એવો પથ્થર છે જેના સંપર્કમાં આવતા જ દૂધ જામી જાય છે. આ પથ્થર પર વિદેશમાં પણ ઘણી શોધો થઈ છે. વિદેશીઓ તેનાથી બનેલ વાસણ પણ લઈ જાય છે. તો ચાલો જાણીએ આ પથ્થરની વિશેષતાઓ અને તેની પાછળ રહેલું રહસ્ય.

હાબુરનો પથ્થર : સ્વર્ણનગરી જેસલમેરનો પીળો પથ્થર વિદેશોમાં પોતાની ઓળખ બનાવી રહ્યો છે. તેની સાથે જ જીલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર સ્થિત હાબુર ગામનો પથ્થર પોતાની જ એક ખાસ વિશિષ્ટતા ધરાવે છે. તેના કારણે તેની માંગ સતત બનેલી છે.હાબુરનો પથ્થર દેખાવમાં ખુબ જ સુંદર હોય છે, સાથે જ તેમાં દહીં જમાવવાની વિશેષતા પણ રહેલી છે. આ પથ્થરનો ઉપયોગ આજે પણ ગ્રામીણ ક્ષેત્રોમાં દૂધ જમાવવા માટે થાય છે. આ વિશેષતાને કારણે આ વિદેશમાં પણ ખુબ લોકપ્રિય છે. આ પથ્થરથી બનેલ વાસણની પણ ખુબ માંગ છે.

મહાસમુદ્ર સમાપ્ત થવા પર આ પથ્થર બનેલો છે :

એવું કહેવામાં આવે છે જેસલમેર પહેલા મહાસમુદ્ર હતો. અને ઘણા જીવો અહી સમુદ્ર સુકાયા પછી જીવાશ્મ બની ગયા. અને પર્વતનું નિર્માણ થયું. હાબુર ગામમાં આ પર્વતોથી નીકળતા આ પથ્થરમાં ઘણા ખનીજ અને અન્ય જીવાશ્મોની ખાણ છે. જેના કારણે આ પથ્થરથી બનતા વાસણની ખુબ જ માંગ છે. સાથે જ વૈજ્ઞાનિક માટે પણ આ પથ્થર શોધનો વિષય બનેલો છે. આ પથ્થરથી બનેલ વસ્તુઓ તરફ યાત્રાળુઓનું ધ્યાન વિશેષ રહે છે. જેસલમેર આવતા લાખો લોકો દેશ વિદેશી ખુબ જ હરખ સાથે તેને ખરીદે છે.શા માટે ખાસ છે હાબુરનો પથ્થર : આ પથ્થરમાં દહીં જમાવતા બધા જ કેમિકલ રહેલ છે. વિદેશમાં થયેલ રીસર્ચમાં જોવા મળ્યું છે કે, આ પથ્થરમાં એમિનો એસિડ, ફિનાયલ એલીનીયા, રીફ્ટાફેન ટાયરોસીન છે. આ કેમિકલ દુધને દહીં બનાવવામાં મદદ કરે છે. આથી આ પથ્થર બનેલ વાસણમાં દૂધ નાખવાથી તે જામી જાય છે. આ વાસણમાં જામેલ દહીં અને તેનાથી બનેલ લસ્સીના લોકો દીવાના છે.

અકસર યાત્રાળુઓ હાબુર સ્ટોનથી બનેલ વાસણ ખરીદે છે. આ વાસણમાં માત્ર દૂધ ભરીને મૂકી દો, સવાર સુધીમાં દહીં તૈયાર થઈ જશે. જે સ્વાદમાં મીઠું અને સુગંધિત થાય છે. આ ગામમાં આ પથ્થરમાંથી વાસણ, મૂર્તિ અને રમકડા બનાવાય છે. તે થોડો સોનેરી અને ચમકવાળો હોય છે. તેનાથી બનેલ મૂર્તિઓ ખુબ જ સુંદર હોય છે.આવું કહેવામાં આવે છે : એક દુકાનદારનું કહેવું છે કે, હાબુર સ્ટોન પોતાના નામથી વેંચાય છે અને પર્યટક ખુબ જ હરખથી તેને દહીં જમાવવા માટે ખરીદે છે.

જયારે એક માણસ જણાવે છે કે, મહાસમુદ્ર ખત્મ થયા પછી હાબુર ગામથી નીકળતો આ પથ્થર પોતાની અંદર ખનીજોને સમાવે છે. તેની વિશેષતાના કારણે જ તે દરેક લોકોનું ધ્યાન ખેંચે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment