શું તમે પણ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પરેશાન છો ? જેની પાછળનું મુખ્ય કારણ છે આજની આપણી ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાનપાનને લીધે આજે લોકો પેટને લગતી અનેક સમસ્યાઓ થાય છે. તેના કારણે લોકોમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાંથી જ એક છે કબજિયાતની સમસ્યા. આજે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને કબજિયાત રહે છે.
કબજિયાત એક એવી સમસ્યા છે જેમાં મળ ત્યાગ કરવામાં તકલીફ થાય છે. સાથે જ વ્યક્તિ આખો દિવસ હેરાન થાય છે. લાંબા સમય સુધી કબજિયાત રહેવાથી પાચનતંત્ર સારી રીતે કામ નથી કરતુ. જે બીજી બીમારીઓનું કારણ બને છે. તો આ કબજિયાતને દૂર કરવું ખુબ જ જરૂરી બની જાય છે. આ માટે તમે થોડા નવશેકા ગરમ પાણી અને ઘીનું મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. ઘી કબજિયાતને દૂર કરવા માટેનો રામબાણ ઉપાય છે.
જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અને વધુ પ્રમાણમાં કેફીન પદાર્થનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા રહે છે. સાથે જ ધુમ્રપાન અને આલ્કાહોલ પણ તેનું કારણ હોય શકે છે. શરીરમાં પાણીની કમી થવાથી પણ આ પરેશાની રહે છે. પણ તમે ઈચ્છો તો નિયમિત રૂપે ખાલી પેટ ઘીનું સેવન કરીને કબજિયાતની પરેશાની દૂર કરી શકો છો. ઘી શરીરમાં ચીકાશ લાવે છે. જેનાથી આંતરડામાં રહેલ મળ સરળતાથી બહાર નીકળી જાય છે. તે શરીરની સફાઈ કરવામાં ખુબ જ ઉપયોગી છે.
ઘીમાં રહેલ પોષક તત્વ : કેલ્શિયમ, મિનરલ્સ, પોટેશિયમ, એન્ટી ઓક્સીડેન્ટ, વિટામીન એ, વિટામીન ડી, વિટામીન કે, ફોસ્ફરસ, ફેટી એસિડ, બાયટ્રીક એસિડ.ઘીને કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે. તેમાં બાયટ્રીક એસિડ, ખુબ વિપુલ પ્રમાણમાં રહેલ છે. કે કબજિયાતને દૂર કરીને પાચનતંત્ર મજબુત બનાવે છે. ઘીના સેવનથી પેટના બધા જ રોગો દૂર થાય છે. તે પેટનો દુઃખાવો, બ્લોટિંગની સમસ્યામાં પણ રાહત આપે છે. સાથે જ ઘીમાં રહેલ બાયટ્રીક એસિડ મેટાબોલીઝ્મને પણ સ્ટ્રોંગ બનાવે છે.
કેવી રીતે સેવન કરવું જોઈએ : કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે તમે નવશેકું ગરમ પાણી અને ઘીનું સેવન કરો. આ માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી ઘી મિક્સ કરો. તેને દરરોજ સવારે ખાલી પેટ પીવો. તેનાથી તમને કબજિયાતની સમસ્યાથી છુટકારો મળશે. ઘી પેટથી બધી જ ગંદકી દુર કરવામાં મદદ કરે છે. તેના સેવનથી મળ ત્યાગ કરવામાં સરળતા રહે છે અને શરીરમાંથી બધા જ ટોક્સીસ બહાર નીકળી જાય છે.
ઘીના અન્ય ફાયદાઓ : જો તમે દરરોજ ગરમ પાણીની સાથે ઘીનું સેવન કરો છો તો તમે કબજિયાતની સમસ્યાથી પૂરી રીતે છુટકારો મળી જશે. પણ કબજિયાતની સાથે જ ઘી અને પાણીનું સેવન કરવાથી તમને અન્ય લાભ પણ મળે છે.ઘી આંતરડાઓના મેટાબોલીઝ્મને સુધાર કરે છે. ઘીથી સ્વાસ્થ્યને ઘણા લાભો થાય છે. ઘીમાં કેલ્શિયમ ખુબ જ વિપુલ પ્રમાણમાં રહેલ છે. જે હાડકાઓ ને મજબુત કરવામાં તમારી મદદ કરે છે.
ઘી કબજિયાત અથવા પેટના રોગો દૂર કરીને મન અને મગજને શાંત કરે છે જેનાથી નિંદર પણ ખુબ સારી આવે છે. ઘી વજન ઓછો કરવામાં પણ મદદ કરે છે. ગરમ પાણીમાં ઘી મિક્સ કરીને લેવાથી ડાયાબિટીસના રોગીઓને પણ તેનાથી લાભ મળે છે. ત્વચાને કોમળ અને મુલાયમ બનાવવામાં ઘી ખુબ જ મદદ કરે છે.
જો તમે પણ કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો ઘી અને પાણીનો આ ઘરેલું ઉપાયને જરૂરથી અપનાવી જુઓ. થોડા દિવસોમાં તમારું પેટ સાફ થવા લાગશે અને શરીરથી ગંદકી પણ દૂર થવા લાગશે. ઘી મળ ત્યાગ કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી