માણસ માટે આજના સમયમાં સૌથી વધુ જરૂરી છે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવું. પોતાના શરીરને હેલ્દી રાખવા માટે એક સારું લાઈફસ્ટાઈલ અને હેલ્દી ફૂડનું સેવન કરવું પણ ખુબ જ જરૂરી છે. જે વસ્તુઓનું આપણે સેવન કરીએ છીએ તે માત્ર આપણને હેલ્દી અને ફિટ જ નથી રાખતું, પરંતુ આપણા દરેક કામને પણ યોગ્ય રીતે કરવા આપણને સક્ષમ બનાવે છે.
ડોક્ટરોનું માનવામાં આવે તો આ વાતનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે કે, આપણે શું ખાઈ રહ્યા છીએ અને કેવી રીતે ખાઈ રહ્યા છીએ. એ વાત વિશે તો લગભગ બધા જ જાણતા હોય છે કે, પ્રોસેસ્ડ ફૂડ આપણી હેલ્થ માટે બિલકુલ યોગ્ય નથી હોતું, માટે બને ત્યાં સુધી એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે પ્રોસેસ્ડ ફૂડનું સેવન બને એટલું ઓછું કરવું જોઈએ. આજકાલ આપણા દેશમાં પ્રોસેસ્ડ ફૂડનું સેવન ખુબ જ સંખ્યામાં લોકો પસંદ કરે છે. જેમાં પિઝ્ઝા, બર્ગર, શુગર યુક્ત સ્નેક્સ, કેક વગેરે શામિલ છે.
અમેરિક જનરલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રીશન (American Journal of Clinical Nutrition) માં પબ્લિશ એક જર્નલ અનુસાર શુગર અને પ્રિજરવેટિવ્સ યુક્ત આ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સને ખાવાથી હૃદય સંબંધિત રોગોનો ખતરો વધી જાય છે. માત્ર એટલું જ નહિ, જર્નલ અનુસાર તેનું સેવન કરવાથી સમય પહેલા જ મૃત્યુ થઈ જવાની સંભાવના પણ બની રહે છે.ઇનસાઇડરના એક રિપોર્ટ અનુસાર ઈટલીના શોધકર્તાઓના એક ગ્રુપે 35 વર્ષ અને તેનાથી વધી ઉંમરના 24,325 પુરુષ અને મહિલાઓની લાઈફસ્ટાઈલને 10 વર્ષ સુધી ફોલો કરી અને અમુક આંકડા એકઠા કર્યા. તેમાં એ પુરુષો અને મહિલાઓની ખાવા-પીવાની આદત અને હેલ્થનું વિવરણ પણ હતું.
તે રિપોર્ટમાંથી જાણવા મળે છે કે, જે લોકોએ વધુ માત્રામાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સનું સેવન કર્યું હતું તેમાં કાર્ડિયોવાસ્કુલર રોગ, હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો વધુ જોવા મળ્યો. જ્યારે પ્રોસેસ્ડ ફૂડનું સેવન ન કરવા વાળા લોકોમાં આ ખતરો ખુબ જ ઓછો હતો.જે પ્રતિભાગીઓ એ વધુ અનહેલ્દી ખોરાકનું સેવન કર્યું, તેને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના રૂપમાં પોતાના દૈનિક કેલેરીનું ઓછામાં ઓછું 15 ટકા જ પ્રાપ્ત થયું. પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાથી એક દિવસમાં 300 થી 1250 કેલેરી શરીર ઇનટેક કરે છે. તે હોટડોગ, કેન્ડી બાર, સોડા અને આ પ્રકારના બે થી આઠ સર્વિન્ગ્સની બરાબર હોય છે.
આ પ્રકારે, આ શ્રેણીમાં લોકોને પોતાના બીજા સાથીઓની તુલનામાં હૃદય રોગમાં મૃત્યુની સંભાવના 58% કરતા વધુ હતી. જે ઓછામાં ઓછા અલ્ટ્રા પ્રોસેસ્ડ ભોજનનું સેવન કરતા હતા. તેમાં સ્ટ્રોક અથવા એક અન્ય પ્રકારના સેરેબ્રોવાસ્કુલર રોગથી મરવાની સંભાવના 52% વધુ હતી. પહેલાથી કરવામાં આવેલ અધ્યયનોમાં પણ એ જાણવા મળ્યું કે, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ વધુ સ્વાદિષ્ટ હોય છે. જેનાથી લોકોની વધુ ભૂખ લાગે છે. તેમજ વધુ ભોજન કરવાથી વજન વધવાની સંભાવના પણ બની રહે છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી