ફક્ત 5 દિવસમાં આનું સેવન ગમે તેવી પથરીમાં આપશે રાહત, ફાડીને ફેંકી દેશે પેશબમાં બહાર.. જાણી લો ઉપયોગ કરવાની રીત…

પથ્થરચટ્ટા એક ખાસ પ્રકારનો છોડ છે. અને આયુર્વેદ અનુંસાર તેમાં ઘનના ઔષધીય ગુણો રહેલા છે. તેના ગુણોને કારણે તેને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે એર પ્લાન્ટ, કેથેડ્રલ બેલ્સ, લાઈફ પ્લાન્ટ અને મેજીક લીફ તેમજ તેને ગુજરાતીમાં પાણાફાડના નામથી ઓળખવામાં આવે છે. સદીઓથી તેનો ઉપયોગ કિડનીથી અને મૂત્ર વિકારોથી જોડાયેલ સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ તેના અન્ય ફાયદાઓ પણ છે.

આયુર્વેદ પાણાફાડ વિશે જણાવે છે કે, તેને આયુર્વેદમાં ભષ્મપથરી, પાષાણભેદ, અને પણફૂટ્ટીના નામથી પણ ઓળખવામાં આવે છે. પથરી સિવાય તે પેટની સફાઈ કરવામાં અને શરીરમાં જામેલ વિષાક્ત તત્વોને બહાર કરીને પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રોચક ગુણથી ભરપુર હોવાથી તે બવાસીરમાં પણ લાભદાયક છે. ચાલો તો તેના અન્ય લાભ વિશે જાણી લઈએ.કિડની સંબંધી સમસ્યા : કિડનીની પથરી માટે તો લોકો તેને રામબાણ ઈલાજ માને છે. કિડનીના રોગીએ તેના પાનનો ઉકાળો બનાવીને તેને ઠંડુ કરીને, તેમાં મધ મિક્સ કરીને દિવસમાં બે વખત પીવો જોઈએ. પેશાબમાં જલન, પેશાબ છૂટથી ન આવવો, પેશાબમાં દુઃખાવો થવો, અથવા અન્ય પેશાબ સંબંધી સમસ્યાઓ માટે તેના પાનનો રસ, મધમાં મિક્સ કરીને પીવો જોઈએ.

શરીરમાં થયેલ ઈજા : આ શરીરના ઘાવ ભરવા માટે મદદ કરે છે. સાથે જ પાણાફાડ રક્તની શુદ્ધિ કરીને ચામડીના રોગોથી બચાવે છે. તેની વિશેષતા એ છે કે, તે ત્રિદોષ (વાત્ત, પિત્ત, અને કફ) નું શમન કરે છે. તમે તેના 4 થી 5 પાન પીસીને એક લેપ તૈયાર કરી લો અને તેને ઈજા થયેલ સ્થાને લગાવો. તેનાથી તમને તરત જ આરામ મળશે. શરીરમાં થયેલ રેશેજ અને ખંજવાળથી પણ છુટકારો મળે છે.વેજાઈનલ ઇન્ફેકશન : મહિલાઓને ઘણી વાર વેજાઈનલની સમસ્યા રહેતી હોય છે. જેના કારણે પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ, જલન અને સાથે વેજાઈનલ ડીસ્ચાર્જ પણ થાય છે. એવામાં પાણાફાડ મહિલાઓ માટે રામબાણ ઉપાય છે. વેજાઈનામાં સોજો, જલન અને ખંજવાળ વગેરેથી છુટકારો મેળવવા માટે તેના પાનને ઉકાળીને ઉકાળો બનાવી લો અને પછી તેમાં મધ નાખીને ઠંડુ થઈ ગયા પછી દિવસમાં બે વખત તેનું સેવન કરો.

ફોડલા, ગાંઠ અને સોજા : જો તમારા શરીર પર કોઈ પણ પ્રકારના ફોડલા, ગાંઠ અને લાલીમા થઈ ગઈ છે. તો તેના ઈલાજ માટે પાણાફાડ ખુબ જ ઉપયોગી છે. પ્રભાવિત એરિયા પર પાણાફાડનો લેપ લગાવવાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. આ માટે તમે 3 થી 4 પાણાફાડના પાનને પીસીને તેની પેસ્ટ ફોડલા, ગાંઠ અને સોજા પર લગાવો. તેના પાનને ગરમ કરીને તે જગ્યા પર બાંધવાથી પણ આરામ મળે છે. તે જલન અને સોજામાં ખુબ જ લાભકારી છે.ગોલ બ્લેડરની પથરી : અધિકાંશ મહિલાઓને પિત્તની પથરી થાય છે. તેનો દુઃખાવો પણ ખુબ અસહ્ય હોય છે. ઘણા ડોક્ટર્સ તમને ગોલ બ્લેડર ઓપરેટ કરવાની સલાહ આપે છે. પણ અમે તમને જણાવી દઈએ કે, તમને પાણાફાડના સેવનથી તેનાથી છુટકારો મળી શકે છે. આ માટે 8 થી 10 પાનને પીસીને તેની ચટણી બનાવી લો. તેમાં બે ચપટી અજમોનું ચૂર્ણ, એક ચમચી ગોખરુંનું ચૂર્ણ મિક્સ કરીને 4 થી 5 દિવસ ખાલી પેટ સેવન કરવું સારું છે. ધ્યાન રાખો કે ત્યાર પછી એક કલાક માટે કંઈ પણ ખાવાનું નથી.

લોહીયાળ દસ્તના ઈલાજ માટે : પાણાફાડનો ઉપયોગ તમે લોહિયાળ દસ્તને રોકવા માટે કરી શકો છો. તેના પાનથી રસ કાઢીને તેમાં ચપટી પીસેલું જીરું અને અડધી ચમચી દેશી ઘી મિક્સ કરી લો. આ મિશ્રણનું સેવન દિવસમાં બે વખત કરો. તેના ખાવાથી તમને આરામ મળશે. તે દરમિયાન તમને પેટમાં દુઃખાવો થાય તો તેના પાનના રસમાં થોડી સુંઠ મિક્સ કરીને પીવું જોઈએ.ઉચ્ચ રક્તચાપ(હાઈ બ્લડ પ્રેશર) : જો તમે ઉચ્ચ રક્તચાપથી પરેશાન છો તો તેના માટે તમે પાણાફાડનું સેવન કરી શકો છો. તેના ખાવાથી તમારું હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તમે તેના પાનનો રસ કાઢીને 5 થી 5 ટીપા પાણીમાં મિક્સ કરીને પિય શકો છો. તમે ઈચ્છો તો 2 થી 3 પાનને દરરોજ ખાલી પેટ પણ ખાઈ શકો છો. તેનાથી તમારી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ગાયબ થઈ જશે.

આમ તમને પાણાફાડ ખુબ જ કામ આવી શકે છે. આમ આયુર્વેદ તુલસી, ગીલોય, લીમડા વગેરેને સ્વાસ્થ્ય રક્ષક માને છે. તેને પણ તે જ શ્રેણીમાં રાખીને કુંડામાં વાવી શકાય છે. થોડા દિવસોમાં તેનો છોડ ઉગવા લાગે છે. જો તમને તેમાંથી કોઈ સમસ્યા છે તો તમે પાણાફાડનો ઉપયોગ કરી શકો છો. આમ તમને આ પાણાફાડ અનેક નાની બીમારી તેમજ બ્લડ પ્રેશર, પેટની સમસ્યાઓ તેમજ મહિલાઓની ઘણી સમસ્યાઓના નિવારણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

આ રીતે તમે પાણાફાડનો ઉપયોગ કિડની પથરી દુર કરવા માટે તેમજ અન્ય બીમારીઓને દૂર કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment