લાંબા અને જાડા વાળ સ્ત્રીની સુંદરતાને વધારે છે. સુંદર તો લગભગ દરેક હોય જ છે. આજકાલ મોટાભાગની સ્ત્રીઓમાં લાંબા વાળ રાખવાનું ચલન ખુબ જ ઓછું થઈ રહ્યું છે. તેમ છતાં પણ કેટલીક સ્ત્રીઓ છે, જેમને લાંબા વાળ રાખવાનું ખુબ જ પસંદ છે અને તેને તેના વાળ પર ખુબ જ ગર્વ છે. જેમણે ખુબ જ પ્રેમથી વાળનો ઉછેર કર્યો છે. યુક્રેનની રહેવાસી એલેના ક્રાવચેંકોનું નામ પણ આ લિસ્ટમાં આવે છે. તેમના વાળ 6.5 ફૂટ લાંબા છે.
30 વર્ષથી કાપ્યા નથી : આ એલેના એ પોતાના વાળની એટલી સંભાળ લે છે કે, તેણે વાળને ઘણા વર્ષોથી કપાવ્યા પણ નથી. ઓડ્રેસાની રહેવાસી એલેનાએ પોતાના વાળ 30 વર્ષથી કપાવ્યા નથી.રાજકુમારી સાથે લોકો તેમની તુલના કરે છે : આમ આવા વાળ જોઈને લોકો તેની તુલના કોઈ રાજકુમારી સાથે કરે છે. લોકો તેમની તુલના ડિજ્નીની રાજકુમારી રૈપેન્જલ સાથે કરે છે. ડિજ્નીની એક વાર્તાના રોલમાં રાજકુમારી રૈપેન્જલના વાળ પણ ખુબ જ લાંબા હતા. 35 વર્ષીય એલેનાના વાળ પણ 2 મીટર એટલે કે લગભગ 6.5 ફૂટ લાંબા છે. તેમને Ukrainian Rapunzel નામથી પણ ઓળખવામાં આવે છે.
માતા એ આપી હતી એક સલાહ :
જો કે વાળની સંભાળ રાખવામાં દરેક માતાની અહમ ભૂમિકા હોય છે. એવું જ એલેના ક્રાવચેંકોએ જણાવ્યું હતું કે, આવા લાંબા વાળ રાખવા માટે તેમની માતાએ એક સલાહ આપી હતી. એલેના જ્યારે 5 વર્ષની હતી, ત્યારે તેમની માતાએ એક વાર કહ્યું હતું કે, સ્ત્રીની સુંદરતા તેમના વાળમાં હોય છે. આ વાત પર એલેના પ્રભાવિત થઈ હતી. તે કારણથી તેમણે આજ સુધી વાળ કપાવ્યા નથી. આમ તેણે પોતાના વાળની સંભાળ રાખીને 30 વર્ષોથી વાળ કપાવ્યા પણ નથી.આ રીતે તે વાળની કરે છે કેર : એલેના તેમના વાળનું ખાસ ધ્યાન રાખે છે. તે વાળને અઠવાડીયામાં એક જ વાર વાળ ધોવે છે. તે ધોતા તેમણે 30 મિનિટ જેટલો સમય લાગે છે. તેમના વાળને સુકવવા માટે તે ડ્રાયરનો ઉપયોગ કરતી નથી. પરંતુ તે કુદરતી રીતે જ તેને સુકાવા દે છે. આમ કુદરતી રીતે વાળને સુકવીને તે વાળની આયુષ વધારે છે.
ફોટોઝ શેર કરે છે : આમ તે અકસર પોતાના અને પોતાના વાળના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે. ઇન્સ્ટા પર તે તેમની ફોટોઝ શેર કરે છે. આમાં તે સ્ત્રીઓને લાંબા વાળ રાખવા માટે પ્રેરિત કરે છે. 56 હજાર લોકો તેમને ફોલો કરે છે.અલગ-અલગ હેરસ્ટાઈલ ટ્રાય કરે છે : આ સિવાય તે ઘણી વખત પોતાના વાળમાં નવી નવી હેરસ્ટાઈલ પણ કરતી રહે છે. તેના ફોટો પણ શેર કરે છે. એલેના અલગ-અલગ હેરસ્ટાઈલ પણ વાળમાં કરે છે અને તેના ફોટોઝ પણ શેર કરે છે.
મોડેલિંગ : આ સિવાય એલેનાને મોડેલિંગમાં પણ ખુબ જ રસ હોવાથી એલેના મોડેલિંગ પણ કરે છે. તેમણે પોતાની કેટલીક ફોટોશુટ પણ ઇન્સ્ટામાં શેર કરી છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી