આ ગાયને જોવા હજારોની ભીડમાં આવે છે લોકો, કોઈ સોશિયલ મીડિયા સ્ટારથી કમ નથી. જુઓ એવું તો શું છે આ ગાયમાં…

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં આજકાલ માત્ર 66 સેમી(26 ઇંચ)ની ગાય ‘રાણી’ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. બાંગ્લાદેશમાં કોરોનાકાળના કારણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન પછી હજારોની સંખ્યામાં લોકો આ નાની ગાયને જોવા માટે આવી રહ્યા છે. આ ગાયના માલિકે એવો દાવો કર્યો છે કે, આ દુનિયાની સૌથી નાની ગાય છે.

ઢાકાના એક ખેતરમાં રહેવા વાળી 23 મહિનાની આ નાની ગાય રાણી છે. ન્યૂઝ પેપર અને ચેનલોએ તો આ ગાયને એક સ્ટારનું નામ આપ્યું છે.

આ રાણી 66 સેમી(26 ઇંચ) લાંબી છે અને તેમનો વજન માત્ર 26 કિલોગ્રામ(57 પાઉંડ) છે. જો કે તેના માલિકનો એવો દાવો છે કે, ગિનિસ વલ્ડ રિકોર્ડમાં સૌથી નાની ગાય તરીકે નોંધાયેલી ગાય કરતાં 10 સેન્ટીમીટર નાની છે.સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આ રાણી ગાયના ચિત્રોએ પ્રવાસીઓમાં આકર્ષણનું નિર્માણ કર્યું છે અને દરેક લોકો પોતાની તેને જોવા માંગે છે.

કોરોના વાયરસના ચેપ અને મૃત્યુ પછી બાંગ્લાદેશમાં પરિવહન સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું છે, પરંતુ હજી પણ લોકો ઢાકાની દક્ષિણ-પશ્ચિમમાં આવેલ 19 માઈલ દૂર ચરીગામના ખેતરમાં લોકો રિક્ષાની મદદથી પહોંચી જાય છે.

શિકોર એગ્રો ફાર્મના મેનેજર એમ. એ. હસને 12 થી 13 દર્શકોને માપપટ્ટી દ્વારા માપીને બતાવ્યું છે, કે રાણી કંઈ રીતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી નાની ગાય તરીકે નોંધાવનાર ભારતીય ગાય માણિક્યમ કરતાં કેવી રીતે વધુ નાની છે.તમને જણાવી દઈએ કે, માણિક્યમ ગાય કેરલની ગાય છે. રાણીને જોવા માટે પહોંચેલી 30 વર્ષની રીના બેગમે જણાવ્યુ કે,‘મે મારા જીવનમાં આવું ક્યારેય જોયું ન હતું’.

શિકોર એગ્રો ફાર્મે અહેવાલ આપ્યો છે કે, રાણી નામની આ ગાય તેના જન્મ પછી તરત જ નૌગામના ફાર્મ માંથી ખરીદવામાં આવી હતી. તેના માલિકે જણાવ્યું હતું કે, માત્ર 3 દિવસમાં જ રાણીને જોવા માટે 15000 લોકો આવ્યા છે અને જો હું તમને ઈમાનદારીથી કહું તો અમે હવે થાકી ગયા છીએ.’ ખેતર પ્રબંધકે કહ્યું કે,‘અમને અપેક્ષા ન હતી કે લોકો રાણીને આટલું મહત્વ આપશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment