નવ મહિનાથી પ્રેગ્નેન્ટ હતી 21 વર્ષની આ છોકરી, પેટમાંથી નીકળી એવી વસ્તુ કે ડોક્ટરની પણ આંખો ફાટી ગઈ….જાણો એવું તો શું નીકળ્યું પેટમાંથી….

મિત્રો આજકાલ એવા કિસ્સાઓ સામે આવે છે જેના વિશે જાણીને તમને નવાઈ લાગે છે. ડોકટરો પણ આવા કિસ્સાઓ લોકો સામે રજૂ કરે છે. જેથી કરીને અન્ય લોકો પહેલેથી સાવધાન થઇ શકે છે. પણ જે લોકો સાથે આવા અજીબ કિસ્સાઓ થાય છે તેની હાલત તો ખુબ જ ગંભીર થઇ જતી હોય છે. આથી જ તેના પ્રત્યે સાવધાન રહેવું જરૂરી છે. આજે અમે તમને આ લેખમાં એવા કિસ્સા વિશે જણાવીશું જેમાં એક 21 વર્ષની યુવતીને લોકો પ્રેગનેન્ટ સમજી રહ્યા હતા પણ જયારે તેની સોનોગ્રાફી કરવામાં આવી તો એવી વસ્તુ સામે આવી કે તેને જોઇને ડોકટરો પણ હેરાન થઇ ગયાં. ચાલો તો આ સમગ્ર કિસ્સા વિશે આપણે વિસ્તારથી જાણી લઈએ. 

જ્યારે કોઈ મહિલા પ્રેગ્નેન્ટ હોય છે તો તેનું પેટ સમયની સાથે સાથે વધતું જતું હોય છે. જેમ જેમ ગર્ભમાં વિકાસ પામી રહેલા બાળકનો ગ્રોથ થાય છે, તેમ તેમ પેટની સાઇઝ પણ 9 મહિના સુધી વધતી રહે છે. હાલમાં જ એક અજીબ ઘટના સામે આવી છે. જેમાં મહિલાના પેટનું સાઇઝ 9 મહિના સુધી વધતું રહ્યું કારણ કે તેને લાગી રહ્યું હતું કે તે પ્રેગ્નેન્ટ છે. 9 મહિના પછી જ્યારે તેને ઉલ્ટી થવા લાગી અને કમ્ફર્ટેબલ ન અનુભવાયું તો ડોક્ટરની સલાહ પર તેને અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યુ. જ્યારે રિપોર્ટ સામે આવ્યો ત્યારે પેટમાં બાળક નહીં પરંતુ એક બિવડાવનારી વસ્તુ હતી. પેટની અંદર જે વસ્તુ દેખાઈ તેને જોઈને ડોક્ટર પણ ચકિત થઈ ગયા.કોણ છે આ છોકરી:- એક ન્યૂઝ મુજબ, આ છોકરીનું નામ હોલી વેલ્હમ છે, જેની ઉંમર 21 વર્ષ છે. હોલી વેલ્હમનું પેટ એકધારું વધી રહ્યું હતું. જ્યારે તેને કમ્ફર્ટેબલ ન અનુભવાયું ત્યારે તેને ડોક્ટરને બતાવ્યુ અને ડોક્ટરે તેને અલ્ટ્રાસાઉન્ડ કરાવવાની સલાહ આપી. રિપોર્ટમાં ડોક્ટરે જાન્યુ કે તે, પ્રેગ્નેન્ટ નથી પરંતુ તેને જમણા અંડાશય પાસે એક મોટું ઓવેરિયન સિસ્ટ છે. 

વાસ્તવમાં, ઓવરીમાં અથવા તેની પરત પર દ્રવ્યથી ભરેલી એક થેલી બની જાય છે, જેને ઓવેરિયન સિસ્ટ કહેવામા આવે છે. ઘણી મહિલાઓને સિસ્ટ ક્યારેક ન ક્યારેક થતી જ હોય છે. આ સિસ્ટ ક્યારેક મોટું તો ક્યારેક નાનું હોય શકે છે. જોકે નાના સિસ્ટથી કોઈ સમસ્યા થતી નથી અને તે ઈલાજ વગર જ ગાયબ થઈ જાય છે. પરંતુ મોટા સિસ્ટ સમસ્યા ઊભી કરી શકે છે. હોલીના મત મુજબ, તે પોતાના પેટને લઈને ખૂબ જ ખુશ હતી કે તે પ્રેગ્નેન્ટ છે. પરંતુ 9 મહિના પછી તે વિશ્વાસ જ ન કરી શકી કે તેના પેટમાં બાળક નહીં પરંતુ સિસ્ટ છે. ડોક્ટર્સની ટીમે ફૂટબોલની સાઇઝના તે સિસ્ટને સૂર કર્યું.27 સેમીનું હતું સિસ્ટ:- રિપોર્ટ મુજબ હોલીની સર્જરી પાછલા મહિને થઈ હતી. તેના પેટ માંથી ડોક્ટરે જે સિસ્ટ કાઢ્યું તેની સાઇઝ 27 સેમીથી પણ વધારે એટલે કે ફૂટબોલથી પણ વધુ હતી. પેટમાં લિક્વિડ જામવાને કારણે હોલીનું પેટ ફૂલી ગયું હતું. સર્જરી દરમિયાન સર્જને તેના જમણા અંડાશયથી જોડાયેલા સિસ્ટને અલગ કર્યું અને હોલી પાછી પહેલા જેવી થઈ ગયી. સાથે જ સર્જરી દરમિયાન તેના અંડાશયને પણ દૂર કરવું પડ્યું કારણ કે સિસ્ટ તેની અંદર પણ વધી રહ્યું હતું.

હોલીએ જણાવ્યુ કે, તેને પોતાની ફેમિલી તરફથી ઘણો સપોર્ટ મળ્યો. જોકે તે સમય તેના માટે ખૂબ ડરાવનો હતો પરંતુ તે ધીમે ધીમે સરખી થઈ રહી છે. આમ હોલી એ પોતાનો રીપોર્ટ કરાવ્યો અને તેના નિદાન રૂપે તેણે સર્જરી કરાવવી પડી અને સીસ્ટ ને બહાર કાઢવું પડ્યું. અને તે નોર્મલ છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment