શિલ્પા શેટ્ટી એ જણાવ્યું પોતાના સ્લિમ ફિગરનું આ ખાસ સિક્રેટ, જાણો તમે પણ માથાથી લઈને પગ સુધી પોતાના ફિગરને કેવી રીતે રાખે છે ફિટ…

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે પોતે ફીટ અને તંદુરસ્ત રહે. આ માટે તેઓ અનેક ડાયેટ પણ ફોલો કરતા હોય છે. પણ તમે ઘણી વખત ફિલ્મ હિરોઈનને જોતા હશો કે તે પોતાના ફિગરને કઈ રીતે મેન્ટેન્ટ કરે છે, તો આપણે શું એ રીતે પોતાના શરીરને ફીટ ન રાખી શકીએ. આ પ્રશ્ન તમને પણ કદાચ થતો જ હશે. પણ તમને જણાવી દઈએ કે ફીટ રહેવા માટે ઘણી વસ્તુઓનું સેવન તમારે છોડવું પડે છે. 

આમ શારીરિક ફિટનેસની જેમ માનસિક ફિટનેસ પણ ખુબ જરૂરી છે. તેનો પ્રભાવ ત્યારે દેખાય છે જયારે તમે પોતાની ડાયેટને લઈને સંપૂર્ણ જાગૃત રહો છો. આ સમર્પણને દરરોજ મેન્ટલ પુશની જરૂર હોય છે. આ પ્રકારની ડાયેટ પર ભાર દેતી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ પોતાની ફિટનેસનો એક ખાસ મંત્ર શેર કર્યો છે.

તેણે પોતાના Instagram માં એક પોસ્ટ શેર કરી છે અને લખ્યું છે કે, ‘તમે જે પણ મેળવવાનું સપનું જોવો છો, તેના માટે જીવન હંમેશા અનુશાસન, સમર્પણ અને સતત પ્રયાસની માંગ કરે છે. જ્યાં સુધી તમે પોતાને આગળ નહિ કરો ત્યાં સુધી આગળ વધવું એક સપના જેવું જ લાગે છે.’ 

ફીટ રહેવા માટે શિલ્પા શેટ્ટીની ટીપ્સ : 1) ફિટનેસની શરૂઆત કેવી રીતે કરવી : શિલ્પા કહે છે, ‘પોતાના સમગ્ર કલ્યાણ માટે પહેલા પોતાનો એક પ્રોગામ બનાવવો. પોતાના ભોજનમાં ખાંડ ને છોડી દો. તમે પોતાનો સમય અને પાણી પીવાની આદતને સારી રીતે મેનેજ કરો. સંતુલિત માત્રામાં સ્વસ્થ અને સ્વચ્છ ભોજન લો અને પહેલા કરતા પોતાને ફીટ રાખો.આગળ વધવાનો આ એક જ રસ્તો છે.’ 

2) ખાવાની આદત પર ધ્યાન રાખો : તમે ગમે એટલા વ્યસ્ત હો તો પણ પોતાની ડાયેટને ભૂલો નહિ. તે તમારા મેટાબોલીજ્મને ધીમી કરી દે છે. આ સિવાય આ પ્રકારના ભોજન પર જ ન નિર્ભર રહો, પણ તેના કરતા અલગ અલગ ખાદ્ય પદાર્થને પોતાના આહારમાં સામેલ કરવાની કોશિશ કરો. આ પ્રકારે તમે એક પ્રકારના ભોજન પર પણ પ્રતિબંધ લગાવી શકો છો.

3) ફિટનેસ ગોલને આગળ વધારવા માટે શું કરવું : અમેરિકન કાઉન્સીલ ઓન એકસરસાઈઝ અનુસાર લગભગ બેસલ મેટાબોલીક દર દશક 1-2 પ્રતિશત ઓછી થઇ જાય છે. એવામાં પોતાની એક્ટીવીટી લેવલ અને મસલ્સ વધારવાથી તમારા બીએમઆરને વધારવામાં મદદ મળે છે. તમને જણાવી દઈએ કે એક વ્યક્તિનું બીએમઆર જેટલું વધારે હોય છે એટલી જ કેલેરી એક વ્યક્તિ કોઈપણ શારીરિક ગતિવિધિમાં સામેલ થયા વિના વ્યર્થ કરે છે. 

4) ખુબ જ પાણી પીવું જોઈએ : પાણી પીવાથી તમારૂ મન સ્વસ્થ રહે છે. એક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછુ 3-4 લીટર પાણી જરૂર પીવું જોઈએ. પાણી તમારા મસ્તિષ્ક માટે ખોરાકના રૂપે કામ કરે છે. તેનાથી એકાગ્રતા અને માનસિક ક્ષમતામાં વધારો થાય છે.

આ સિવાય અન્ય બીજા ઘણા નાના ફેરફાર પણ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેમ કે ફૂલ ક્રીમ દૂધની જગ્યાએ એક ગ્લાસ મલાઈ રહિત દૂધ અને આ સિવાય લીંબુ પાણી અથવા દહીનું સેવન કરવું ખુબ જ સારો વિકલ્પ છે.

આમ તમે પોતાની દરરોજની ડાયેટમાં ફેરફાર કરીને તેમજ તેને ફરજીયાત અનુસરીને વજનને અને ફિગરને વ્યવસ્થીત કરી શકો છો. આમ પોતાની ફિટનેસ માટે ડાયેટનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment