મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પાણી વગર જીવવું અશક્ય છે. પરંતુ હાલ જ પાણીને લઈને ગુજરાત અને દેશભરમાં પાણી એટલે કે ભૂગર્ભમાં પાણીના સ્તરને લઈને ચિંતા સતાવી રહી છે. તો બાબતને લઈને હવે જમીનમાંથી પાણી ખેંચવા માટે મંજુરી લેવી પડશે અને નાણાં પણ ચુકવવા પડશે.
કેન્દ્ર સરકારનો જળ સંપત્તિ વિભાગ આ વિશે મહત્વનો નિર્ણય કરશે. જેમાં હાલના બોરવેલ માટે એટલે કે જો કોઈ બોરવેલ હોય તો તેના માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ કઢાવવું જરૂરી થઈ જશે. તેમજ નવો બોરવેલ બનાવવો હોય તો તેના માટે પૈસા પણ ભરવા પડશે. તો નવા બોરવેલ કરવા માટે હવે મંજુરી પણ લેવી પડશે અને સાથે જ પૈસા પણ ચુકવવા પડશે.
ભૂગર્ભ રહેલ પાણીના વપરાશ માટે : ભૂગર્ભ જળ સ્તર દિવસે દિવસે ઊંડા થઈ રહ્યા છે, તેને ધ્યાનમાં લઈને હવે જમીનનું પાણી ઉપયોગમાં લેવા તેના પૈસા ચુકવવા પડશે. કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે રૂપિયા 10 હજાર રૂપિયાની રકમ નક્કી કરી છે.
આ જગ્યાએ લાગુ નહિ પડે : આપણે બધા જ જાણીએ છીએ કે જમીનમાં રહેલ પાણી જ સિંચાઈ માટેનો મુખ્ય સ્ત્રોત છે. આપણા ભારતની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર દેશમાં કોઈ પણ એવું આયોજન નથી કે બધી જ જગ્યાએ નદી સતત વહેતી હોય, કેનાલ હોય કે જેના દ્વારા પુરા પ્રમાણમાં પાણી મળી શકે. આ પોલિસીમાંથી એ લોકોને બાકાત રાખવામાં આવ્યા છે, જે સિંચાઈ માટે કુવો ખોદતા હોય કે પછી બોરવેલ બનાવતા હોય.
નવી પોલિસી અમલીકરણ માટે : આગામી સમયમાં કેન્દ્ર સરકાર આ પોલિસી અમલમાં લાવવા જઈ રહી છે. બધા જ રાજ્યમાં આ પોલિસી અમલમાં આવે એ માટે આવનારા સમયમાં કેન્દ્ર સરકાર એટલે કે કેન્દ્રીય જળ સંપત્તિ વિભાગ દેશના બધા જ રાજ્યના મુખ્ય સચિવોને પત્રો લખી માહિતગાર કરશે. પરંતુ મુદ્દાની અને ખાસ વાત એ છે કે આ સરકારી પોલિસી શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ લાગુ પડશે.
બોરવેલ પાણીના ઉપયોગ માટે કરવી પડશે અરજી : દેશના દરેક રાજ્યના રહેણાંક ગ્રુપ હાઉસિંગ સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્સ, જથ્થાબંધ જળ વિતરકો, માળખાગત, ઔદ્યોગિક, શહેરી વિસ્તારની સરકારી જળ વિતરક એજન્સીઓ, સ્વિમિંગ પૂલ, માઈનિંગ પરિયોજનાઓ માટે અને પીવા તથા ઘર વપરાશ માટે ઉપયોગમાં પાણી લેવા ભૂગર્ભના જળનો વપરાશ કરતા લોકો માટે આ પોલિસી અમલમાં આવશે. તો આ યોજના અંતર્ગત અરજી કરવાની મુદ્દત 30 સપ્ટેમ્બર, 2022 સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી