જાણી લો આ શાકભાજી અને ફળોની છાલના ઉપયોગ, બચી જશે બ્યુટી પાર્લરના મોંઘા ખર્ચા… અને મફતમાં જ વધી જશે ચહેરાની રંગત…

આપણે આપણી ત્વચાની સંભાળ રાખવા માટે અનેક પ્રકારના નુસખા અજમાવતા હોઈએ છીએ. જેમાં આપણા રસોઈમાં હાજર વસ્તુઓ જેવી કે દૂધ, હળદર, મલાઇ વગેરે થી તમે હંમેશા સ્કિનની કેર કરતા હશો અને તેનાથી પરિણામ પણ સારું આવે છે. પરંતુ,આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ફળો અને શાકભાજીની છાલનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે કરી શકાય છે. જી હા, જે વસ્તુઓ આપણે નકામી અને સામાન્ય સમજીને ફેંકી દઈએ છીએ, પરંતુ તેનો ઉપયોગ ચમકતી અને એકદમ પરફેક્ટ ત્વચા મેળવવા માટે કરી શકાય છે. આ ત્વચા માટે ઘણી જ ફાયદાકારક અને પ્રભાવી હોય છે. તો આવો જાણીએ એવા કયા કયા ફળ અને શાકભાજી છે જેની છાલનો ઉપયોગ સ્કિન કેર માટે કરી શકાય છે.1) સંતરાની છાલ:- સંતરાની છાલમાં વિટામિન સી હોય છે અને આ સ્કિન માટે અત્યંત મદદરૂપ થાય છે. આનો પ્રયોગ કરવાથી બ્લેકહેડ, ડાર્ક સર્કલ્સ, ડ્રાય સ્કિન જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. આ સ્કિન ટોન ને હળવું કરવામાં પણ મદદ કરે છે. સંતરાની છાલને દૂધમાં મેળવીને પેસ્ટ બનાવી લો અને તેને સ્કિન પર લગાવો.

2) લીંબુ:- લીંબુમાં પણ સિટ્રિક એસિડ હોય છે જે દાંત માટે ઉપયોગી છે. આની છાલને દાંત પર ઘસવાથી દાંત ચમકી ઊઠે છે અને સ્કિન પર ઘસવાથી એજીંગના લક્ષણોમાં રાહત મળે છે.3) બટાકા:- બટાકાની છાલથી સ્કિનને હળવી અને ચમકદાર બનાવી શકાય છે. બટાકાની છાલને બ્લેન્ડ કરી લો અને  આ પેસ્ટને વાળમાં લગાવો. આનાથી વાળ લાંબા થશે. બટાકાની છાલને સ્કિન પર ઘસવાથી સ્કિનમાં નિખાર આવી જાય છે.

4) દાડમ:- દાડમ ની છાલને સુકવીને તેને બ્લેન્ડ કરી લો અને તેમાં લીંબુ અને મધ મિક્ષ કરીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને સ્કિન પર લગાવો આનાથી કાળા ડાઘા દૂર થઈ જશે.

5) પપૈયું:-પપૈયાની છાલને એડિયો પર ઘસવાથી એડિયો સોફ્ટ બને છે. પપૈયાની છાલ ને નાના-નાના ટુકડામાં કાપીને તેને વિનેગરમાં મેળવી દો. અને સ્કિન અને સ્કેલ્પ થી જોડાયેલી અન્ય રેસિપી સાથે પ્રયોગ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment