લીંબુ ખરીદતા સમયે ધ્યાન રાખો આટલી વસ્તુનું, પછી એક પણ લીંબુ રસ વગરનું કે બગડેલું નહિ નિકળે…

ભારતીય રસોઈમાં લીંબુનો પ્રયોગ ખુબ જ વધુ કરવામાં આવે છે. લીંબુ માત્ર ભોજનનો સ્વાદ વધારે છે એટલું જ નથી, પરંતુ તે શરીરની તંદુરસ્તીની દ્રષ્ટીએ પણ ખુબ જ ગુણકારી છે. તેનું સેવન કરવાની સાથે સાથે તમે તેને ત્વચા અને વાળની તંદુરસ્તી માટે પણ ઉપયોગ કરી શકો છો. એટલું જ નહિ લીંબુનો પ્રયોગ ઘરની સાફ સફાઈ માટે પણ કરવામાં આવે છે.

વધુ રસવાળા લીંબુ આવવાનો સૌથી સારો સમય શિયાળો હોય છે. પરંતુ હાલ ઉનાળામાં લીંબુની ઘણી વાનગીઓ બજારમાં મળી જાય છે. વાસ્તવમાં લીંબુનો સૌથી વધુ ઉપયોગ ઉનાળામાં જ થાય છે. કારણ કે તે શરીરને હાઈડ્રેટેડ કરે છે. તે ઉનાળામાં શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો તમે બજારમાં લીંબુ ખરીદવા માટે જાવ છો ત્યારે થોડી વાતોનું ધ્યાન રાખશો તો તમને ઉનાળામાં પણ સારા અને રસ વાળા લીંબુ પસંદ કરવામાં સહેલાઈ રહેશે. તો ચાલો જાણીએ અમુક એવી ટીપ્સ વિશે.લીંબુમાં રહેલ પોષકતત્વ : પ્રોટીન – 1.1 ગ્રામ,  કાર્બોહાઈડ્રેટ – 9.32 ગ્રામ, ફાઈબર – 2.8 ગ્રામ,  કેલ્શિયમ – 26 મીલીગ્રામ, સોડિયમ – 2 મીલીગ્રામ, ઝીંક – 0.06 મીલીગ્રામ, વિટામીન-સી – 53 મીલીગ્રામ, સેલેનીયમ – 0.4 માઈક્રોગ્રામ.

લીંબુનો રંગ જોવો : તમને બજારમાં લીંબુ બે પ્રકારના પીળા અને લીલા જોવા મળશે. પણ પીળા લીંબુ વધુ રસ વાળા હોય છે. ઉનાળાની ઋતુમાં પણ તમારે બજારમાંથી પીળા રંગના લીંબુ મળી જશે. પણ તે લીંબુ ક્યારેય ન ખરીદતા, જેમાં થોડો એવો પણ લીલો રંગ હોય. આ પ્રકારના લીંબુ ભલે દેખાવમાં પાકેલા લાગતા હોય પણ અંદરથી તે રસ વગરના હોય છે. તેમજ તેનો રસ પણ કડવો હોય છે.લીંબુને દબાવીને જોવો : લીંબુને ખરીદતા પહેલા તેને દબાવીને જરૂર જોવું જોઈએ. જો લીંબુ મુલાયમ છે તો તેને ખરીદો. આ વાતનું પણ ધ્યાન રાખો કે લીંબુની છાલ પાતળી હોવી જોઈએ. જો જાડી છાલ વાળા લીંબુ ખરીદશો તો તે અંદરથી રસ વગરના હશે. જો તમે એમ વિચારો છો કે, આકારમાં મોટા લીંબુ જ સારા હોય છે, તો એવું બિલકુલ નથી. ઘણી વખત મોટા લીંબુમાં માત્ર તેનો ગર્ભ જ હોય છે પણ રસ નથી હોતો. આથી નાના લીંબુ પણ જો મુલાયમ હોય તો તેને ખરીદી લેવા જોઈએ.

આવા લીંબુ ન ખરીદો : જો તમને લીંબુમાં કાળા ડાઘ દેખાય તો તમે તેને બિલકુલ ન ખરીદો. કારણ કે આવા લીંબુ અંદરથી ખરાબ હોય છે. જો તમને લીંબુ કોઈ પણ જગ્યાએથી ગળેલું દેખાય છે તો તમારે તેને પણ ન ખરીદવું જોઈએ. કારણ કે આ પ્રકારના લીંબુ જલ્દી બગડી જાય છે. જો તમને લીંબુની છાલ ડ્રાય દેખાય છે તો એવા લીંબુ પણ ન ખરીદવા જોઈએ. કારણ કે આ પ્રકારના લીંબુ જુના હોય છે અને તેમાં રસ પણ નથી હોતો.લીંબુને આ રીતે કરો સ્ટોર : યોગ્ય લીંબુ પસંદ કર્યા પછી લીંબુને યોગ્ય રીતે રાખવા એ પણ એટલા જ જરૂરી છે. આ માટે અહીં આપેલ ટીપ્સ જરૂર અપનાવી જુઓ. લીંબુને રૂમના તાપમાન પર જ રાખી શકાય છે. આ રીતે તમે 7 દિવસ સુધી લીંબુનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય જો તમે ઘણા અઠવાડિયા સુધી લીંબુનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે તેને ફ્રીજની અંદર મુકવા જોઈએ. ક્યારેય પણ અડધા લીંબુને વધુ દિવસો સુધી ન રાખી મુકો. આમ કરવાથી તેનો રસ સુકાઈ જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment