આ બે ચમત્કારિકને ખાવ એક સાથે, શરીરમાંથી લોહીની ઉણપ દુર કરી 7 સમસ્યાઓ કરી દેશે ગાયબ, શરીર રહેશે તંદુરસ્ત અને નહિ ખાવી પડે દવાઓ…

મિત્રો તમે અનેક ડ્રાયફ્રુટ ખાતા હશો. તેમજ દરેક ડ્રાયફ્રુટમાં અનેક પોષક તત્વો રહેલા છે. તેના સેવનથી તમારા સ્વાસ્થ્ય સારું રહે છે. તમારી તંદુરસ્તી પણ સારી રહે છે. આજે આપણે આ લેખમાં અંજીર અને સુકી દ્રાક્ષ ખાવાના કેટલાક ફાયદાઓ વિશે જાણીશું. અંજીર અને સુકી દ્રાક્ષનું સેવન તમારા સ્વાસ્થ્યને અનેક રીતે પોષણ આપે છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તમને ફીટ રાખવામાં મદદ કરે છે. 

સૂકા મેવા કે ડ્રાય ફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. અંજીર અને સૂકી દ્રાક્ષનું એક સાથે સેવન કરવાથી તમારા શરીરને ઘણા ફાયદાઓ મળી શકે છે. અંજીર અને સૂકી દ્રાક્ષમાં જોવા મળતા પોષકતત્વો શરીરની ઘણી બીમારીઓમાં પણ ફાયદાકારક ગણવામાં આવે છે. આ બંનેને એક સાથે ખાવાથી તમને ડબલ ફાયદો મળે છે. અંજીર અને સૂકી દ્રાક્ષ એકસાથે ખાવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે અને શરીરને પર્યાપ્ત પોષણ મળે છે.અંજીર અને સૂકી દ્રાક્ષ ખાવાના ફાયદા:- અંજીર અને સૂકી દ્રાક્ષ એકસાથે ખાવાના ફાયદા શરીર માટે અનેક છે. તેનું એકસાથે સેવન કરવાથી શરીરની ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ મળે છે, સાથે જ ડેન્ગ્યુ, ટાઇફોઇડ જેવા તાવમાં પણ અંજીર અને સૂકી દ્રાક્ષ ખાવી ખૂબ જ ફાયદાકારક છે. અંજીરમાં રહેલ વિટામીન્સ અને મિનરલ્સ શરીરની ઘણી બીમારીઓના ઇલાજમાં ફાયદાકારક છે.

આયુર્વેદમાં અંજીર અને સૂકી દ્રાક્ષનો ઉપયોગ ઔષધિના રૂપમાં પણ કરવામાં આવે છે. અંજીર અને સૂકી દ્રાક્ષ એકસાથે ખાવાથી શરીરને આ ફાયદાઓ મળે છે.ટાઇફોઇડ અને ડેન્ગ્યુ જેવા તાવમાં અંજીર અને સૂકી દ્રાક્ષ એકસાથે ખાવી ખૂબ જ ફાયદાકારક છે. તાવ આવે ત્યારે ડોક્ટર પણ દર્દીઓને અંજીર અને સૂકી દ્રાક્ષ ખાવાની સલાહ આપે છે. શરીરમાં લોહોની ઉણપ અથવા એનીમિયાની સમસ્યામાં અંજીર અને સૂકી દ્રાક્ષનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. તે બંનેની આયરનની પર્યાપ્ત માત્રા શરીરમાં લોહીની ઉણપ દૂર કરવામાં ફાયદાકારક હોય છે.વજન સંતુલિત રાખવા માટે પણ તેનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં રહેલ ગુણ શરીરની ઇમ્યુનિટી વધારવા અને બીમારીઓથી લડવાની ક્ષમતા વધારવાનું કામ કરે છે. અંજીર અને સૂકી દ્રાક્ષ એકસાથે ખાવા હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. આ બંનેમાં પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 

લોહીમાં પ્લેટલેટ્સની માત્રા વધારવા માટે અંજીર અને સૂકી દ્રાક્ષ એક સાથે ખાવા જોઈએ. માંસપેશીઓને મજબૂત બનાવવા માટે અંજીર અને સૂકી દ્રાક્ષ એક સાથે ખાવી ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ પ્રોટીન માંસપેશીઓ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. બાળકોના સારા વિકાસ માટે આ બંનેનું સેવન ખૂબ જ લાભદાયી છે. તેમાં રહેલ વિટામીન્સ અને મિનરલ્સ બાળકો માટે ખૂબ જરૂરી હોય છે. અંજીર અને સૂકી દ્રાક્ષ એકસાથે કેવી રીતે ખાવી?:- અંજીર અને સૂકી દ્રાક્ષ એકસાથે ઘણા પ્રકારે ખાઈ શકાય છે. દરરોજ સવારના સમયે આ બંનેને પલાળીને ખાઈ શકાય છે. તે સિવાય તમે એક ગ્લાસ દૂધમાં 2 અંજીર અને 5 થી 6 સૂકી દ્રાક્ષ નાખીને તેને સરખી રીતે ઉકાળો, ત્યારબાદ ઠંડુ થાય એટલે તેને પીવું. બાળકોને દૂધના અંજીર અને સૂકી દ્રાક્ષ ઉકાળીને આપવી વધુ ફાયદાકારક રહે છે. 

અંજીર અને સૂકી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. જો તમે ડાયાબિટીસ કે ખાણીપીણીથી જોડાયેલી અન્ય સમસ્યાથી પીડિત હોય તો તેના સેવન પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. તેની તાસીર ગરમ હોય છે માટે તેનું સેવન સંતુલિત માત્રામાં જ કરવું જોઈએ. આમ અંજીર અને સુકી દ્રાક્ષનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment