લોખંડના વાસણમાં રસોઈ બનાવવાના અદ્દભુત ફાયદાઓ……“લોઢી ઢેબર ખાય તે ઘેર વેદ કદી ના જાય.”

🍲 લોખંડના વાસણમાં રસોઈ બનાવવાના અદ્દભુત ફાયદાઓ.🍲

Image Source

આપણે ત્યાં કહેવત છે કે, “લોઢી ઢેબર ખાય તે ઘેર વેદ કદી ના જાય.”

🍲 અન્ય વાસણોની તુલનામાં લોખંડના વાસણમાં બનેલું જમવાનું વધારે પોષ્ટિક હોય છે. તેમજ તેનાથી શરીરને ઘણા લાભ થાય છે.

🍲 દેખાવમાં અને વજનમાં ભારે, મોંઘા તેમજ સરળતાથી ઘસતા લોખંડના વાસણમાં રસોઈ બનાવી સ્વાસ્થ્ય માટે ખુબ સારું નીવડે છે. શોધકર્તાઓ  દ્વારા જાણવા મળ્યું કે, લોખંડના વાસણોમાં બનાવેલ ભોજન આયરન જેવા જરૂરી પોષકતત્વ વધારે પ્રમાણમાં હોય છે.Image Source

🍲 લોખંડના વાસણમાં જમવાનું બનવું એકદમ સુરક્ષિત છે. પારંપરિક રીતે એવું માનવામાં આવે છે કે લોખંડના વાસણ જેવા કે કડાઈ વગેરેમાં જમવાનું બનાવવું તે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

🍲 એવું કહેવામાં વે છે કે જો લોખંડના વાસણોમાં જમવાનું બનાવવામાં આવે તો તે ધાતુ સાથે પ્રતિક્રિયા કરે છે. જેના પરિણામ સ્વરૂપે લોહ તત્વ આપણા ભોજનમાં પણ ભળે છે. વાત સિદ્ધ કરવા માટે ઘણા પ્રમાણો પણ આપણી સમક્ષ છે.Image Source

🍲 એક અભ્યાસ દ્વારા  જાણવા મળ્યું કે નોન સ્ટીકના વાસણોની તુલનામાં લોખંડના વાસણોમાં બનાવેલ જમવામાં લોહતત્વ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

🍲 આ ઉપરાંત લોખંડના વાસણમાં બનાવેલ ભોજન બાળકને ચાર મહિના સુધી નિયમિત રીતે આપવામાં આવે તો તેના હિમોગ્લોબીનના પ્રમાણને ઊંચું લાવી શકાય છે.

🍲 સ્વાસ્થ્ય લાભો ઉપરાંત ઘણી સ્ત્રીઓ લોખંડના વાસણમાં રસોઈ બનાવવાનું પસંદ કરે છે. કારણ કે, તે ધીમા તાપ પર જમવાનું બનાવવા માટે ઉપયુક્ત રહે છે. તે સાથે લોખંડના વાસણ બધી જગ્યા પર  સમાન રૂપે ગરમ થાય છે.

Image Source

🍲 યોગ્ય જીવનશૈલી હોવાથી તેમજ ખરાબ ખાનપાનથી શરીરમાં પોષકતત્વો તેમજ આર્યનની કમી પેદા થવી સામાન્ય વાત છે. કમ્બોડિયામાં આયરન ફિશની તરકીબથી સારી સંખ્યામાં લોકોને ફાયદો થયો છે ત્યાં લોકો જમવાનું બનવાતી વખતે માછલીના આકારના લોખંડના ટુકડાને ભોજનમાં ઉમેરી દે છે. નવ મહિના સુધી રોજ રીતે તૈયાર કરેલ ભોજનથી તે લોકોમાં ૫૦% આયરનની કમી દુર કરે છે.. આપણે ત્યાં પણ જુના જમાનામાં લોખંડની કડાઈ વગેરે જેવા લોખંડના વાસણોમાં જમવાનું બનાવવાની પરંપરા હતી. તો ચાલો જાણીએ  લોખંડના વાસણોના ફાયદાઓ.Image Source

🍲 લોખંડના વાસણમાં જમવાનું બનાવવાના મુખ્ય ફાયદાઓ 🍲

લોખંડના વાસમાં બનાવેલ ભોજનમાં આર્યનનું પ્રમાણ વધે છે. તે ભોજનનું સેવન કરવાથી તે આપણા શરીરમાં પ્રવેશે છે. એક અધ્યયન દ્વારા સાબિત થયું છે કે કાચો ખોરાક લોખંડ અને નોન સ્ટીકમાં બનાવવામાં આવે તો બંનેમાં ફરક હોય છે.

🍲 જ્યારે  ભોજન લોખંડના વાસણમાં પાકવામાં વધારે વાર  લગાડે છે તે ખોરાકમાં વધારે પ્રમાણમાં આર્યનનું શોષણ કરે છે. આમ વાસણના ઉપયોગથી શરીરને જરૂરી લોહતત્વ મળી રહે છે. લોખંડના વાસણમાં બનાવેલ ભોજન એનેમિયામાં ખુબ ઉપયોગી નીવડે છે.Image Source

🍲 જ્યારે આપણે લોખંડના વાસણમાં રસોઈ બનાવીએ તો તે અમુક અંશે ભોજનમાં મળી આપણા શરીરમાં પ્રવેશે છે. જેથી લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે અને એનેમિયા જેવી સમસ્યાથી બચાવે છે.

🍲 આ ઉપરાંત ઘરે બનાવેલ જમવાનું લોખંડના વાસણની ઉમર પર નિર્ભર કરે છે. જેમ કે વાસણ કેટલી વાર ઉપયોગમાં લેવાયું અને કેટલી વાર સહીત જમવાનું પકાવામાં આવ્યું. આર્યનની માત્રા વાતો પર નિર્ભર કરે છે. જો તમે ભોજનમાં આયરનની માત્રા વધારવા માંગો છો તો નવી લોખંડની કડાઈ વગેરે ખરીદો તેમાં જમવાનું બનાવો.

Image Source

🍲 લોખંડના વાસણોનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો 🍲

🍲  રોજે લોખંડના વાસણમાં જમવાનું બનાવવું નહિ. અઠવાડિયામાં માત્ર  બે થી ત્રણ વાર લોખંડના વાસણમાં જમવાનું બનાવવા ઉપયોગ કરવો.

🍲 ખાટા તેમજ એસીડ વાળા ભોજન લોખંડ સાથે પ્રતિક્રિયા કરી શકે છે. જેનાથી ભોજનમાં ધાતુ જેવો અપ્રિય સ્વાદ પેદા થાય છે. માટે કઢી, રસમ, સાંભાર, અને ટમેટા વાળી વસ્તુ લોખંડમાં પકાવવાને બદલે સ્ટેનલેસ સ્ટીલના વાસણોમાં પકાવવી.Image Source

🍲   લોખંડના વાસણોમાં પાણી તથા અન્ય કોઈ પ્રવાહી રાખવું. લોખંડ ભીનાશ સાથે પણ પ્રતિક્રિયા કરે છે. જેના કારણે તે જંગ પેદા કરે છે. જંગ અન્ય સંદુષિત તત્વો સાથે મળી તમારા પીવાના પાણીને પ્રભાવિત કરે છે.

🍲   લોખંડના વાસણોમાં બનાવેલું ભોજન તરત અન્ય કાંચ તેમજ ચિનાઈ માટીના વાસણોમાં કાઢી લેવું.

🍲   ઉપરાંત લોખંડના વાસણોની સાફ સફાઈ ખુબ જરૂરી છે. તેને બરાબર ઘસીને સાફ કરવા.Image Source

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

Leave a Comment