સંતરાના આ ઉપયોગ જરૂર તમને ખબર નહિ હોય….. જાણો અજબ ગજબના સંતરાના ઉપયોગો.

🍊 સંતરાના આ ઉપયોગ જરૂર તમને ખબર નહિ હોય  🍊

Image Source :  
🍊 સંતરા એક મૂડ બનાવવા વાળી સુગંધ ધરાવતું સ્વાદિષ્ટ ફળ છે.  સંતરામાં વિટામીન એ. બી અને સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કોલીન અને અન્ય પોષક તત્વ રહેલા  છે. સંતરા આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. જે નીચે પ્રમાણે છે.
🍊  એક ખાટુ ફળ હોવાને કારણે વિટામીન સી થી ભરપુર હોય છે સંતરા. જે રોગપ્રતિકારક પ્રણાલીને મજબુત કરે છે. વિટામીન સી સફેદ રક્ત કોશીકાઓનું ઉત્તપાદન કરે છે. જેનાથી બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાની ક્ષમતા પ્રદાન કરે છે.
Image Source :  
🍊આ ઉપરાંત સંતરામાં ખુબ સારું પોલીફેનોલ હોય છે. જે વાયરલ હુમલાથી બચાવે છે. અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે રોજ બે ગ્લાસ સંતરાનું જ્યુસ પીવું જોઈએ.

🍊 સંતરામાં પેક્ટીન હોય છે. તે એક ફાયબર છે જે શરીરમાં કોલેસ્ટ્રોલને સમાપ્ત કરે છે. અને સંતરાના જ્યુસમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ નહિ બરાબર હોય છે. અને તે સારા કોલેસ્ટ્રોલથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ  ઓછું કરે છે. માટે કોલેસ્ટ્રોલની સમસ્યા સામે લડવા નિયમિત આહારમાં સંતરાનો સમાવેશ કરવો જોઈએ.Image Source :  

🍊 એન્ટીઓક્સીડન્ટ, ફોલેટ અને પોટેશિયમ સમૃદ્ધ હોવાને કારણે સંતરા હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ સારા છે. સંતારમાં રહેલ પોષકતત્વ મુક્ત કણથી ધમનીઓની રક્ષા કરે છે. અને કોલેસ્ટ્રોલના ઓક્સીકરણને રોકે છે.

🍊 હૃદયના સ્વાસ્થ્ય માટે તેમાં રહેલ પોટેશિયમ એક મહત્વ પૂર્ણ પોષકતત્વ છે. કારણ કે, તે હૃદયના કાર્ય અને માંસપેશીઓને સંકોચવામાં મહત્વની ભૂમિકા આપે છે. માટે હૃદયના સ્વાસ્થ્યને બનવી રાખવા માટે રોજ એક તાજા સંતરાનું સેવન કરવું જોઈએ.Image Source :  

🍊 સંતારમાં રહેલ વિટામીન સી. કિડનીના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તે મૂત્રમાં સાઈટ્રેટનું સ્તર વધારી કેલ્શિયમ ઓક્સલેટ  કિડનીની પથરીના વિકાસના જોખમને અટકાવે છે.

🍊તે યુરિક એસીડ અને કેલ્શિયમ ઓક્સીલેટ ક્રિસ્ટલીકરણને ઓછું કરી કીડની સ્ટોનના ગઠનને અટકાવે છે.Image Source :  

🍊 સંતરા વજન ઘટાડવા માટે ખુબ જ સારું ફળ છે. સંતરામાં રહેલ ઉચ્ચ ફાયબર અને વિટામીન સી. વજન ઘટાડવામાં મદદ કરે છે. ફાયબર તમને ઝડપથી ભૂખ નથી લાગવા દેતો અને ઓછું ખાવામાં મદદ કરે છે. આ ઉપરાંત વિટામીન સી ગ્લુકોઝને ઉર્જામાં પરાવર્તિત કરે છે.

🍊 ચરબીને ઓગાળવામાં મદદ કરે છે. તેમજ સંતરામાં કેલેરી અને ચરબી નહિ બરાબર હોય છે. સારી શરૂઆત માટે આપણે દિવસની શરૂઆત એક સંતરા સાથે કરવી જોઈએ.Image Source :  

🍊 સંતરાથી ચહેરા પર દેખાતી આપણી ઉમર ને આપણે ઓછી દેખાડી શકીએ છે. કારણ કે તેમાં રહેલ ઓક્સીડન્ટ મુક્ત કણો સામે લડે છે. જે ઝડપથી વૃદ્ધવસ્થા અને ડી-જનરેશન બીમારીઓનું કારણ બને છે. વિટામીન સી જે સંતરામાં ખુબ  જ વધારે માત્રામાં છે. તે એક આવશ્યક એન્ટીઓક્સીડન્ટ વિટામીન છે.

🍊 સંતરામાં ઓછી કેલેરી હોવાને કારણે તેનું  રોજ સેવન કરવું જોઈએ . તે રક્તમાં શુગરના સ્તરને સારી રીતે સંત્તુલિત કરી શકે છે. માટે સંતરા ડાયાબીટીસના રોગીઓ માટે લાભદાયી છે.Image Source :  

🍊 સંતરામાં ઉચ્ચ માત્રામાં ફાયબર રહેલો છે જે સફળતાથી જમવાનું પચાવવામાં મદદ કરે છે. તે પાચક રસને છોડવામાં મદદ કરે છે. એટલા માટે સંતરા ખાવાથી પાચનક્રિયા સારી થાય છે.

🍊 સંતરામાં ઘણા મહત્વપૂર્ણ પોષકતત્વો રહેલા હોય છે. જે આપણા વાળને મજબુત કરે છે. સંતરામાં બાયો ફ્લેનોઈડની સાથે વિટામીન સી વાળના વિકાસને વધારે છે.Image Source :  

🍊 આ ઉપરાંત સંતરા મગજના વિકાસ, હાડકા અને દાંત મજબુત કરવામાં મદદ કરે છે. અલ્સર દુર કરે છે. અને સંતરાની છાલથી તણાવ અને અનીન્દ્રની સ્થિતિમાં પણ રાહત મળે છે.

🍊 સંતરાના સેવન વખતે ધ્યાનમાં લેવાતી બાબતો 🍊

😲 નાના બાળકો માટે વધારે માત્રામાં મીઠા સંતરાની છાલ સુરક્ષિત નથી. તેનાથી પેટનો દુઃખાવો, બેહોશ તેમજ મૃત્યુ પણ થઇ શકે છે. ગર્ભાવસ્થા અને સ્તન પણ કરાવતી મહિલાઓએ યોગ્ય માત્રામાં સેવન કરવું.

Image Source :  

😲 જે લોકો બીટા બ્લોકર્સ દવાનું સેવન કરે છે. તેને વધારે પ્રમાણમાં સંતરા ન ખાવા જોઈએ.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Leave a Comment