ધનવાન બનવાના પાંચ ગુપ્ત રસ્તાઓ…. જો અપનાવવામાં આવે તો જીવનમાં પૈસા જ પૈસા હશે….
મિત્રો અત્યારે લગભગ બધા લોકો ધનવાન બનવા માંગતા હોય છે. દરેક વ્યક્તિ ધનવાન તો બને છે પરંતુ તે ભાગ્યના બળથી અથવા તો કર્મના બળથી ધનવાન બને છે. પરંતુ ક્યારેક ક્યારેક આ સિદ્ધાંત વ્યર્થ સિદ્ધ થતો હોય છે. તો આજે અમે તમને ધનવાન બનવાના પાંચ ગુપ્ત રહસ્ય જણાવશું જેણે અપનાવવાથી તમે ચમત્કારી રૂપે ધનવાન બની શકશો. તો તે રહસ્યોને જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો અને જાણો કેવી રીતે બની શકાય છે ધનવાન.
પહેલું રહસ્ય. જો તમે સાચે જ ધનવાન બનવા માંગતા હોવ તો તમારે રહેણકહેણ બદલવું પડશે. પહેલા તો ખુદને દુનિયા કરતા અમીર સમજવા લાગવું જોઈએ. એક એવો વિશ્વાસ બાંધી લેવાનો કે હું અમીર જ છું. કેમ કે વિશ્વાસ આપણા જીવનની ખુબ જ મોટી તાકાત છે. જે વિચાર અને ભવિષ્ય બંનેને બદલી નાખે છે. જે લોકો ખુદને ગરીબ સમજે છે તે હંમેશા ગરીબ જ રહે છે. આપણી વિચારધારાને ધનપતિ હોય એવી રાખવી જોઈએ. તે આપણને એક દિવસ જરૂર ધનવાન બનાવે છે.
બીજું રહસ્ય. દરેક લોકો બીજા પાસેથી મદદની આશા તો રાખતા હોય છે પરંતુ આપણે મદદ કરનાર વ્યક્તિને ક્યારેય ધન્યવાદ નથી કહેતા. દરેક મદદ કરનાર વ્યક્તિનો હંમેશા આભાર માનવો જોઈએ. તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું હોય છે તેના માટે ઈશ્વર, પ્રકૃતિ કે કોઈ પણ વ્યક્તિને દિલથી ધન્યવાદ દેવો જોઈએ. કેમ કે ધન્યવાદની તાકાતને હજુ કોઈ પણ લોકો સમજ્યા નથી. વ્યક્તિ એ દરેક સમયે ધન્યવાદ માટે તૈયાર રહેવું જોઈએ. કારણ કે આગળ હજુ તમારે ઘણું મેળવવાનું હોય છે અને આપણા જીવનમાં ઘણા બધા એવા લોકો આવતા હોય છે જે આપણને મદદ કરતા હોય છે. એટલા માટે આપણું નાનું કામ પણ કર્યું હોય તો તે વ્યક્તિનો આપણે ધન્યવાદ કરવો જોઈએ. તેનાથી આપણી કદર વધે છે અને સામેની વ્યક્તિ ખુશ થઈને આપણા માટે દુવા કરે છે અને તેના આશીર્વાદ આપણા જીવનમાં ઉતરી જાય તો પણ આપણને ધનની પ્રાપ્તિ થાય છે.
ત્રીજું રહસ્ય. ઈશ્વર, પ્રકૃતિ કે આકાશ પાસે આપણને દેવા માટે ઘણું બધું હોય છે. પરંતુ જો તમારી પાસે કંઈ પામવા માટેની ચાહત હોય તો એ વસ્તુ જરૂર મળે છે. પરંતુ તમારી ચાહતમાં તાકાત હોવી જોઈએ. તે વસ્તુને માંગતી વખતે મનમાં ખુબ જ ભરપુર વિશ્વાસ હોવો જોઈએ અને માંગણી પણ સ્પષ્ટ હોવી જોઈએ. તો તેનું ફળ નિશ્વિત મળે છે. પરંતુ જો તમારી માંગણી વારંવાર બદલાતી રહેશે તો ઇન્તેઝાર ખુબ જ કરવો પડે છે.
ચોથું રહસ્ય. ઘરને વાસ્તુ અનુસાર ઢાળો, ક્રોધ ન કરવો અને કોઈ પણ પ્રકારના વ્યસનથી દુર રહેવું જોઈએ અને પૂજા સ્થાન પર માતા લક્ષ્મીનું એવું ચિત્ર લાગવો જેમાં માતા લક્ષ્મી હાથમાંથી ધનની વર્ષા થઇ રહી હોય. ભોજન હંમેશા ઉત્તર દિશમાં મોં રાખીને કરવું જોઈએ. જ્યારે પણ તમે દીવો કરો ત્યારે તેની વાટ ઉત્તર દિશા તરફ જ રહેવી જોઈએ. ઘરની તિજોરીમાં તાંબુ કે પિત્તળ કે ચાંદીના સિક્કાની પર્યાપ્ત માત્રા રાખવી જોઈએ અને હળદરની ગાંઠ, પીળી કોડીઓ પણ તિજોરીમાં રાખવી જોઈએ તેનાથી ધન લાભ ખુબ જ વધે છે.
ઘરના વાતાવરણને હંમેશા માટે સુગંધિત જ બનાવી રાખવું જોઈએ, દરરોજ પૂજા કરવી જોઈએ, ખિસ્સામાં થોડાક સિક્કા રાખવા જોઈએ, દર શનિવારે પીપળાના વૃક્ષ નીચે ઘીનો દીવો કરવો જોઈએ અને સુગંધિત અગરબત્તી કરવી જોઈએ.
પાંચમું રહસ્ય. 10, 50 કે 100 રૂપિયાની નોટનું બંડલ બનાવીને જ તિજોરીમાં રાખવું જોઈએ. પ્રતિદિન સુવાના સમય પહેલા પૂર્વ દિશામાં અને ગણીને યથા યોગ્ય સ્થાન પર રાખીને જ સુવું જોઈએ. જો પ્રયોગને 45 દિવસ સુધી કરવામાં આવે તો લાભ મળશે અને તેનું રીઝલ્ટ જોવા મળશે.
તો મિત્રો આ હતા ધનવાન બનવાના ગુપ્ત રહસ્ય. તમે પણ અપનાવો આ ઉપાય અને તમારા ભાગ્યને ચમકાવો. જો તમે પણ આ ઉપાય કરો છો તો કોમેન્ટ કરીને જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google
Very nice