આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

ગરુડ પુરાણમાં વ્યક્તિ માટે એવી તમામ વાત જણાવવામાં આવી છે, જેનાથી તમે તમારું જીવન વ્યવસ્થિત રીતે જીવી શકો છો. સનાતન ધર્મમાં ઘણા વેદ અને પુરાણોનો ઉલ્લેખ છે. આ વેદો અને પુરાણોમાં લખેલી બધી વાતો માનવ કલ્યાણ માટે કહેવામાં આવી છે. ગરુડ પુરાણને પણ મહાપુરાણની સંજ્ઞા આપવામાં આવી છે. એવી માન્યતા છે કે, તેમાં કહેલી દરેક વાતો સ્વયં ભગવાન વિષ્ણુએ પોતાના વાહન ગરુડને કહી છે. તે વાતોનું વિસ્તાર પૂર્વક વર્ણન ગરુડ પુરાણમાં કરવામાં આવ્યું છે.

ઘણા લોકોનું માનવું છે કે, “ગરુડ પુરાણમાં ફક્ત સ્વર્ગ, નર્ક અને મૃત્યુ પછીની સ્થિતિ વિશે કહેલું છે” પરંતુ એવું નથી. ગરુડ પુરાણમાં એવુ ઘણું કહેવામાં આવ્યું છે કે, જે બધી વાતો લોકોને જીવન જીવવાના ગુણ અને મુલ્યો જણાવે છે. અહીતો જીવનમાં સફળ થવું હોય તો જાણી લો આ 5 વાત. જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

1 ) ગરુડ પુરાણમાં વ્યક્તિને સ્વસ્છ રહેવાની સલાહ આપવામાં આવી છે. કેમ કે સ્વચ્છતા ન રાખવાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે અને ઘરમાં આર્થિક સંકટ આવે છે. જો આ કથનને વૈજ્ઞાનીક રીતે જોઈએ તો પણ સાચી વાત છે. કારણ કે, ગંદી જગ્યા કે ગંદા વાતાવરણમાં રહેવાથી વ્યક્તિને બીમારીઓ ઘેરી લે છે.

બીમાર વ્યક્તિ કોઈ પણ કામ સારી રીતે નથી કરી શકતી. કામ બરાબર નહિ થાય તો સફળતા પણ નહિ મળે અને બીમારી માટે દવાઓનો પણ ખર્ચ થાય છે. આમ આર્થિક નુકશાન થાય છે. માટે જીવનમાં આગળ વધવા માટે સૌથી પહેલા તો આપણે રહેતા હોઈએ ત્યાં અને કામ કરતા હોઈએ એ જગ્યા સ્વચ્છ હોવી ખુબ જ જરૂરી છે.

2 ) આ સિવાય ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યુ છે કે, તમારાથી ઈર્ષા કરવા વાળા લોકોથી દુર રહેવું અને સતર્ક રહેવું જોઈએ. આવા લોકો તમારી સફળતામાં બાધા ઉત્પન્ન કરી શકે છે. ઘણી વખત ઈર્ષા કરવા વળા મિત્રો પણ હોઈ શકે છે માટે સંયમની સાથે વ્યવહાર કરો અને હંમેશા સતર્ક રહો. એક વાત યાદ રાખો કે ઈર્ષા કરવી પણ નહિ અને કોઈની ઈર્ષાથી દુર પણ રહેવું જોઈએ.

3 ) સફળતાનું ત્રીજું સુત્ર છે અભ્યાસ. જો તમે કોઈ વસ્તુને પામવા માંગો છો તો સકારાત્મક દ્રષ્ટીકોણ રાખવો પડે. કોઈ પણ વ્યક્તિ મહેનત અને લગનથી કંઈ પણ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, તો એ પોતાના ખરાબ ભાગ્યને પણ સારા ભાગ્યમાં બદલી શકે છે. એવી સ્થિતિમાં વ્યક્તિએ નિરંતર એ વસ્તૂનો અભ્યાસ કરવો જોઈએ. જેનાથી નિપુર્ણતા આવે છે અને આ નિપુર્ણતા જ તમને સફળતા અપાવે છે. અભ્યાસ દ્વારા તમે કોઈ પણ કાર્યને સફળતા પૂર્વક પાર પાડી શકો છો.

4 ) ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, દરેક વ્યક્તિએ સુપાચ્ય અને સંતુલીત ભોજન કરવું જોઈએ. એવું એટલા માટે કે ભોજન જ શરીરને ઉર્જા આપે છે અને ભોજન જ બીમારીઓનું કારણ પણ છે.

જો તમે સંયમીત રીતે ભોજન નહી કરો તો બીમારીઓ તમને ઘેરી લેશે અને આ બીમારીઓ તમારી સફળતામાં બાધા બનશે. આથી સફળ થવું છે તો પોતાને સ્વસ્થ રાખો અને સયંમિત ભોજન કરો. ખરાબ આહાર લેવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે અને બીમારી તમને ઘેરી લે છે.

5 ) ધર્મ વ્યક્તિને સંયમીત જીવન જીવતા શીખવે છે. જો તમારે સફળ થવુ હોય અને ખુબ સમ્માન કમાવવું હોય તો તમારે હંમેશા ધર્મના માર્ગ ઉપર ચાલવું જોઈએ અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી જોઈએ. ધર્મનું અપમાન કરવા વાળા લોકોને જીવનમાં અસફળતા પ્રાપ્ત કરવી પડતી હોય છે. આમ તમે આ વાતોનું અનુસરણ કરીને પોતાના જીવનને સફળ બનાવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment