ફટાફટ ખુલી જશે ગમે તેવા જુના અને કાટ વાળા સ્ક્રુ અને બોલ્ટ. લગાવી દો આ એક વસ્તુ, નહિ કરવું પડે વધુ બળ અને મહેનત…

બાથરૂમમાં મુકવામાં આવેલ અરીસાના સ્ક્રૂમાં જો કાટ લાગી જાય તો તે ખુબ જ ખરાબ લાગે છે. કારણ કે કાટ લાગેલા સ્ક્રુ અરીસાનો શો ખરાબ કરી દે છે. આ સિવાય બારી, બારણાઓમાં પણ ઘણી વખત સ્ક્રૂમાં કાટ લાગી જાય છે. જેના કારણે તેને ખોલવામાં મુશ્કેલી થાય છે. ઘણી વખત પાણી પડવાથી સ્ક્રૂમાં વધુ કાટ જામી જાય છે.

આ સિવાય ઘણી વખત કોઈ ફર્નિચર અથવા તો ગાડીમાં રહેલ સ્ક્રૂમાં પણ કાટ લાગી જાય છે. તો તેને ખોલવામાં અથવા તો દુર કરવામાં ખુબ જ મુશ્કેલી થાય છે. ઘણી વખત દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં પણ સ્ક્રૂમાં કાટ જામી જાય છે. તો અમે તમને ઘણી એવી ટીપ્સ જણાવશું જેને અપનાવીને તમે કાટ લાગેલા સ્ક્રુને સરળતાથી ખોલી શકશો. ચાલો આ વિશે વધુ જાણી લઈએ.

કેરોસીન : કોઈ પણ કાટ લાગેલા સ્ક્રુને ઝડપથી ખોલવા માટે તમે કેરોસીનનો ઉપયોગ કરી શકો છો. જો તમને ખબર ન હોય તો અમે તમને જણાવી દઈએ કે, ઘણા લોકો નટ બોલ્ટથી કાટ દુર કરવા માટે તેને લોકો કેરોસીનમાં થોડી વાર રહેવા દે છે. તો તમે પણ સ્ક્રુને ખોલવા માટે કેરોસીનનો ઉપયોગ કરી શકો છો.

જો કોઈ સ્ક્રુ ખૂલતો નથી તો તમે તેના પર બે ચમચી  કેરોસીન નાખીને થોડી વાર રહેવા દો. થોડી વાર પછી તમે સ્ક્રુ ડ્રાઈવર ની મદદથી સ્ક્રુને ખોલી શકશો. સ્ક્રુ સરળતાથી ખુલી જશે.

સરસવનું તેલ : જો અરીસાના સ્ક્રૂમાં કાટ લાગેલો છે, અને તેને તમારે કાઢવો છે, પરંતુ તેને ખોલવામાં ખુબ જ મહેનત પડી રહી છે તો તમે સરસવના તેલનો ઉપયોગ કરીને સ્ક્રુને સરળતાથી ખોલી શકો છો. આ માટે પહેલા તમે એક કોટનનું કપડું લઈ તેને સરસવના તેલમાં પલાળી દો, પછી તેને સ્ક્રુની ઉપર લગાવો. જો તમે ઈચ્છો તો ચમચીની મદદથી પણ તેલને સ્ક્રુ પર નાખી શકો છો.

સરસવનું તેલ નાખ્યા પછી એકથી બે વખત સ્ક્રુ ખોલવાનો પ્રયત્ન કરો અને વચ્ચે વચ્ચે તેના પર તેલ નાખતા જાવ. હવે તેને થોડી વાર રહેવા દો. થોડી વાર પછી તેલ સ્ક્રુની અંદર જશે અને સ્ક્રુ ઝડપથી ખુલી જશે.

બેકિંગ સોડા : લગભગ દરેક લોકો જાણતા હશે કે કાટ લાગેલા સ્ક્રુને ખોલવા માટે બેકિંગ સોડા ખુબ જ ઉપયોગી છે. આમ તમે ફર્નિચરથી લઈને કોઈ પણ વસ્તુના કાટ લાગેલા સ્ક્રુને ખોલવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે પહેલા તો એક કપ પાણીમાં એકથી બે ચમચી બેકિંગ સોડા નાખીને તેનું મિશ્રણ બનાવી લો.

મિશ્રણ બનાવ્યા પછી તેને એક સ્પ્રે બોટલમાં ભરી લો અને સ્ક્રુ પર છાંટો. આમ આ સ્પ્રે છાંટ્યા પછી તેને એક કલાક માટે એમ જ રહેવા દો. 1 કલાક પછી સ્ક્રુ ડ્રાઈવરની મદદથી સ્ક્રુ ખોલવાની કોશિશ કરો. તમે બેકિંગ સોડાની જગ્યાએ હાઇડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ પણ સ્ક્રુ ખોલવા માટે કરી શકો છો.

આ બાબતોનું ધ્યાન રાખો : અરીસાનો સ્ક્રુ ખોલતી વખતે ધ્યાન રાખો, કારણ કે સ્ક્રુ ખોલતી વખતે અરીસો તૂટી પણ શકે છે અને તમને નુકશાન પણ પહોંચી શકે છે. સ્ક્રુ ખોલતી વખતે તમે આંખ પર ચશ્માં જરૂર પહેરી રાખો. સ્ક્રુને તમે હંમેશા સ્ક્રુ ડ્રાઈવરની મદદથી જ ખોલવાની કોશિશ કરો. ઘણા લોકો ચમચી કે છરીની મદદથી પણ સ્ક્રુ ખોલવાની કોશિશ કરતા હોય છે. આમ તમે કાટ લાગેલ સ્ક્રુને થોડી સરળ ટીપ્સની મદદથી ઝડપથી ખોલી શકો છો અને તમને કોઈ નુકશાન પણ નથી થતું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment