ગમે તેવા ખરાબ અને રફ વાળને સ્મૂથ અને શાયની બનાવવા તમારા વાળમાં લાગવી દો આ 3 માંથી કોઈ 1 તેલ. ખોડો સહિત વાળની બધી સમસ્યા કરી દેશે ગાયબ…

મિત્રો આજે અમે તમને આ લેખમાં એવા ત્રણ તેલ વિશે જણાવશું, જે વાળ માટે ખુબ જ ઉપયોગી અને કારગર સાબિત થાય છે. આ ત્રણેય તેલ તમારા વાળને એકદમ સુંદર અને ચમકદાર બનાવવામાં ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. તો ચાલો જાણીએ ક્યાં છે એ ત્રણ તેલ.

મિત્રો બદામ, નાળિયેર અને આર્ગન તેલ વાળ માટે ખુબ જ લાભકારી છે. વ્યસ્ત લાઈફસ્ટાઈલ, પ્રદૂષણ અને હેલ્દી ડાયટ ન લેવાના કારણે વાળને ખુબ જ નુકશાન પહોંચે છે. આ સિવાય ઘણા લોકો દરરોજ વાળની સ્ટાઈલ કરે છે, જેના કારણે વાળ નબળા અને નજીવા થઈ જાય છે. શું તમે પણ તમારા ડેમેજ વાળથી ચિંતામાં છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે વાળને પોષણ આપવા માટે મસાજ કરી શકો છો. આજે અમે તમારા માટે ત્રણ એવા તેલ વિશેની જાણકારી લઈને આવ્યા છીએ, જે વાળના સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

જો તમે બદામ, નાળિયેર અને આર્ગન તેલનો નિયમિત રૂપથી ઉપયોગ કરો છો, તો તમારા વાળ મુલાયમ અને શાઇની જોવા મળશે. આ સિવાય તમારા વાળની અનેક સમસ્યા પણ દૂર થશે. નીચે મુજબ જાણો આ ત્રણ તેલના ફાયદાઓ.

બદામ તેલથી વાળને થતા અમુલ્ય લાભો : આ વાળને મુલાયમ અને શાઈની બનાવે છે. બદામનું તેલ વાળને ચમક આપે છે. બદામના તેલનો ઉપયોગ કરવાથી વાળનો ગ્રોથ વધે છે. બદામનું તેલ વાળને મજબૂત બનાવે છે. આ તેલ બેમુખા વાળથી મુક્તિ અપાવે છે. તેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ વાળને ડેમેજ થતાં અટકાવે છે.

બદામનું તેલ તમારા ખરાબ વાળને સારા અને સુંદર બનાવવામાં મદદ કરે છે. બદામનું તેલ સ્કેલ્પને હાઈડ્રેટ પણ રાખે છે. બદામનું તેલ વાળને સ્વસ્થ કરીને પોષણ આપે છે.

વાળ માટે આર્ગન તેલના લાભ : આર્ગન તેલમાં વિટામિન-ઇ અને ફેટી એસિડ હોય છે, જે સ્ટાઇલિંગ ટૂલ્સથી થવા વાળા નુકશાનથી બચાવે છે. આર્ગન તેલ હેર કંડિશનરની જેમ કામ કરે છે. આ તમારા ખરાબ વાળને ચમકદાર રાખવામાં મદદ કરે છે. વાળને કુદરતી પોષણ આપવા માટે, સૂકા વાળ પર સમાન રૂપથી તેલ લગાવો અને પછી કાંસકી ફેરવો.

ઓર્ગન તેલમાં એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામિન-ઇ હોય છે, જે ડેમેજ વાળને ઠીક કરવાનું કામ કરે છે. આ તેલમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે વાળનો ગ્રોથ વધારે છે. આર્ગન તેલનો ઉપયોગ કરવાથી બેમુખા વાળથી મુક્તિ મળી શકે છે.

વાળ માટે નારિયળ તેલના ફાયદા : દરરોજ સ્કેલ્પ પર નારિયળ તેલ લગાવવાથી ડ્રાય સ્કેલ્પથી મુક્તિ મળે છે. નારિયળ તેલ ડેન્ડ્રફ(ખોડા)થી પણ મુક્તિ અપાવે છે. નારિયળ તેલમાં એન્ટી ફંગલ ગુણ હોય છે, જે વાળને મોશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. જો કલર કરવાથી તમારા વાળ સૂકા લાગે છે, તો નિયમિત રૂપથી વાળમાં નારિયળ તેલ દ્વારા મસાજ કરો.

નારિયળ તેલનો ઉપયોગ કરવાથી તમારા વાળ મજબૂત થાય છે. આમ તમે આ ત્રણ પ્રકારના ઓઈલનો ઉપયોગ કરીને પોતાના વાળને સ્વસ્થ, ચમકદાર અને મજબુત બનાવી શકો છો. તેમજ વાળને ડેમેજ થતા અટકાવે છે. સાથે જ વાળને પુરતું પોષણ આપે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment