રોટલી બનાવતા કે લોટ બાંધતા હાથ કે કાંડામાં થતા દુખાવાના જોરદાર દેશી ઈલાજ, અજમાવો આ 5 માંથી કોઈ પણ 1 ઉપાય, આજીવન નહિ દુઃખે કાંડું…

જો તમે રોટલી બનાવતી વખતે કાંડામાં દુખાવાનો અનુભવ કરો છો તો થોડા સરળ ઘરેલું ઉપાયોની મદદથી આ દુખાવાને તમે દુર કરી શકો છો. કાંડામાં દુખાવા થવા પર જો તમે લીક્વીડ ડાઈટ લો તો દુખાવો દુર થઇ શકે છે, વિટામીન સી નું સેવન દુખાવામાં રાહત આપે છે. તમે ઈચ્છો તો કાંડામાં હળદરનો લેપ પણ લગાવી શકો છો. આવા જ સરળ ઉપાયો વિશે આજે અમે તમને આ લેખમાં જણાવીશું, જે તમને દુખાવામાં રાહત આપી શકે છે. 

કાંડામાં દુખાવાને દુર કરવા માટે સંતરાનું સેવન કરો : કાંડામાં દુખાવો થવા પર તમે વિટામીન સી નું સેવન કરો. તેનાથી દુખાવો દુર થાય છે. વિટામીન સી યુક્ત આહારમાં સંતરા સૌથી સારો વિકલ્પ છે. સંતરાનુ જ્યુસ પીવાની જગ્યાએ સંતરા ખાવાથી જલ્દી રાહત મળે છે. તમે ઈચ્છો તો કાંડામાં વિટામીન ઈ ઓઈલ પણ લગાવી શકો છો. તેનાથી પણ દુખાવો દુર થઇ શકે છે.

કાંડામાં દુખાવો દુર કરવા માટે હળદરનો લેપ લગાવો : કાંડાનો દુખાવો દુર કરવા માટે તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. હળદરમાં એન્ટી ઇફ્લેમેટરી હોય છે, હળદરનો લેપ કાંડામાં લગાવવાથી દુખાવો અને સોજો બંનેથી છુટકારો મેળવી શકાય છે. તમે હળદરમાં એલોવેરા અથવા દૂધ મિક્સ કરીને લગાવી શકો છો. તેનાથી દુખાવામાં રાહત મળે છે. હળદરનો લેપ તમે ઓછામાં ઓછી એક કલાક રાખો અને પછી હાથને સાફ પાણીથી ધોઈ નાખો. 

કાંડાના દુખાવાને દુર કરવા માટે તરલ (પ્રવાહી) પદાર્થનું સેવન કરો : કાંડામાં દુખાવો થવા પર તમે પાણી પીવો અથવા તો પ્રવાહી પદાર્થ લો. પાણી પીવાથી અથવા તો પ્રવાહી લેવાથી સોજો ઓછો થાય છે. તમે તાજું ફ્રુટનું જ્યુસ પણ પી શકો છો. તમે અનાનસનું જ્યુસ પણ પી શકો છો. આ અનાનસમાં બ્રોમીલેન નામનું એન્જાઈમ હોય છે, જેનાથી દુખાવો જલ્દી દુર થાય છે. 

કાંડાનો દુખાવો દુર કરવા માટે સિંધાલુણ મીઠાનો ઉપયોગ કરો : રોટલી બનાવતી વખતે કાંડામાં દુખાવો થવા પર તમે સિંધાલુણ મીઠાનો ઉપયોગ કરી શકો છો. સિંધાલુણ મીઠાને થોડા નવશેકા ગરમ પાણીમાં નાખો અને તેમાં 20 મિનીટ સુધી હાથને ડુબાડી રાખો. સિંધાલુણ મીઠાના સંપર્કમાં આવવાથી સ્નાયુઓને આરામ મળે છે. સિંધાલુણ મીઠામાં એન્ટી ઇફ્લેમેટારી ગુણ હોય છે.

કાંડાનો દુખાવો દુર કરવા માટે બરફથી શેક કરો : રોટલી બનાવતી વખતે કાંડામાં દુખાવો થઇ રહ્યો છે તો તમે બરફથી શેક કરી શકો છો. તેનાથી સ્નાયુઓને આરામ મળે છે. બરફથી શેક કરવા માટે કોઈ સાફ કપડું અથવા તો રૂમાલ લો, તેમાં બરફ નાખીને દુખાવાવાળી જગ્યાએ શેક કરો. બરફથી શેક કરવાની યોગ્ય રીત જાણવી પણ જરૂરી છે, નહિ તો દુખાવો વધી શકે છે. 

આમ અહી આપેલ ઉપાયોને તમે સરળતાથી અપનાવી શકો છો. પણ જો તમે આના ઉપાયથી કોઈ એલર્જી છે તો તેનો ઉપયોગ કરવો બંધ કરી દેવો જોઈએ. નહિ તો દુખાવો ઓછો થવાની જગ્યાએ વધી શકે છે. તેમજ આ ઉપાય કર્યા પછી પણ જો દર્દમાં ફેર નથી પડતો તો તમારે કોઈ નિષ્ણાતને દેખાડવું જોઈએ. આમ આ ઘરેલું ઉપાય વડે તમે ખુબ જ સરળતાથી દુખાવામાં રાહત મેળવી શકો છો. અને દવાના ખર્ચથી પણ બચી શકો છો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment