દરેક માતાપિતા અપનાવે આ ટીપ્સ… બાળક આંગળીના ઈશારે ચાલશે… કોઈ પણ કામની ફરિયાદ નહિ રહે.
સૌથી વધારે જિદ્દ એક બાળકમાં જ જોવા મળતી હોય છે. સમય જતા જેમ જેમ બાળકને વસ્તુની સમજ આવે ત્યારે તેની જિદ્દ પણ વધતી જતી હોય છે અને આવી પરિસ્થિતિમાં માતાપિતા માટે બાળકની સારસંભાળ કરવી મુશ્કેલ બની જતી હોય છે. તેને દરેક વસ્તુ સમજાવવા માટે ખુબ સમસ્યાઓ ઉદ્દભવતી હોય છે અને બાળકો ક્યારેક તેના માટે હાનીકારક હોય તેવી વસ્તુની ખોટી જીદ્દો પકડીને બેસી જતા હોય છે. તેવામાં તેને મનાવવું ખુબ જ અઘરું પડી જાય છે.
કોઈ કારણસર જો માતપિતા આ જિદ્દનો યોગ્ય ઈલાજ ન કરે તો બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેની જિદ્દમાં વધારો થતો જાય છે અને એક સમય એવો આવે છે જ્યારે બાળક માતાપિતાના નિયંત્રણમાં રહેતું નથી. તો દરેક માતાપિતા માટે આજનો આ લેખ ખુબ જ ઉપયોગી સાબિત થશે. કારણ કે આજે અમે આ લેખમાં એવા સાત ઉપાયો જણાવશું જેને અનુસરવાથી તમારા બાળકનું જીદ્દીપણું દુર થશે અને તે સમજદાર બની જશે. જે તેને આગળ જવા માટે ખુબજ મદદરૂપ સાબિત થશે
સૌથી પહેલા તો બાળક જ્યારે કોઈ ખરાબ વર્તન કરે કે ખોટી જિદ્દ કરે તો તેને બિલકુલ નજરઅંદાજ ન કરો. પરંતુ પહેલા તેને શાંતિથી સાંભળો. કારણ કે જો બાળક તમને કંઈક કહે અને તમે તેની વાત પર ધ્યાન જ ન આપો તો તે બાળક તમને ટાળવાનું શરૂ કરી દેશે અને તેમની જિદ્દ પણ વધતી જશે. માટે સૌથી પહેલા તો બાળકની કોઈ પણ વાત શાંતિથી સાંભળવી, તેમની વાતને વચ્ચેથી અટકાવી તેને ચુપ ન કરાવવા. બધી વાત પૂરી થાય પછી તેના પર કોઈ એક્શન લેવા.
ત્યાર બાદ બાળક સાથે ક્યારેય જબરદસ્તી ન કરવી જોઈએ. મિત્રો તમે જબરદસ્તી કરીને તે સમયે તો તેમની જિદ્દનું નિવારણ લાવી શકો છો. પણ, તમારી આ બાબતનું આગળ જતા ખતરનાક પરિણામ આવી શકે છે. બાળક સાથે બળજબરી પૂર્વકનું વર્તન કરવાથી બાળક મીંઢા તેમજ વિદ્રોહી સ્વભાવનું થઇ જાય છે અને જે વસ્તુ તમે જબરદસ્તી કરીને નહિ કરવા દો તેઓ તે જ કરવાનું વિચારશે. એટલા માટે બાળકને હંમેશા પ્રેમથી સાંભળો. એ તમારી દરેક વાતનું માન જાળવશે.
મિત્રો બાળકની એક પ્રકૃતિ હોય છે કે તેઓ હંમેશા એ જ કરવાનું પસંદ કરતા હોય છે જે વસ્તુની તેને ના પાડવામાં આવતી હોય. જો તમે તેને કોઈ પણ વસ્તુને એક ઓર્ડરની જેમ કહેશો તો તે દરેકમાં ના જ પાડશે. જેમ કે તમે તેને કહેશો કે રાત્રે 10 વાગ્યા પહેલા સુઈ જવાનું છે ગેમ નથી રમવાની તો તે ના જ પાડશે. પરંતુ તમે તેને કહો કે રાત્રે તને નવી નવી સ્ટોરીઓ સાંભળવી ગમે છે કે નહિ ? તને કેવી વાર્તાઓ ગમે ? ચાલ હું તને આજે તે વાર્તા કહીશ વગેરે જેવા વિકલ્પો આપો તેને. બકાલને કોઈ પણ વસ્તુ કરવા માટે હંમેશા પ્રેમથી કહો. તેની અસર ખુબ જ સારી પડશે અને બાળક તમે કહ્યું હોય એ પ્રમાણે કરશે. આ રીતે તમારા આદેશને તમારે બાળકની પસંદગીમાં ફેરવી નાખવા જોઈએ.
ચોથી વાત તમારે એ ધ્યાનમાં રાખવું કે બાળક પર હરહંમેશ ગુસ્સો ન કરવો જોઈએ. એક બાળક હંમેશા જેવું જોવે છે તેવું કરવાનું પ્રયત્ન કરે છે. માટે જો તમે તેની પર વધારે ગુસ્સો કરશો તો તેનો પણ સ્વભાવ ઝઘડાળું થતો જશે અને બાળક તમારી સાથે કે કોઈ અન્ય વ્યક્તિ સાથે સારી રીતે વર્તવાનું પણ ભૂલી જશે. બાળક સાથે બાળક જેટલું જીદ્દી બની કે ગુસ્સો કરીને વર્તવું ન જોઈએ. પરંતુ શાંત રહીને તેને સમજો અને સમજાવવાનો પ્રયત્ન કરો.
ત્યાર બાદ છે બાળકોનું સમ્માન કરવું. મિત્રો બાળકો પણ માતાપિતા દ્વારા લેવાયેલા નિર્ણયોનું પાલન કરતા હોય છે. તો માતા પિતાની પણ એક ફરજ બને છે તે પણ બદલામાં બાળકને માન સમ્માન આપે. દરેક માતાપિતાએ પોતાના બાળકને હંમેશા ઓર્ડર આપવાને બદલે તેનો સહકાર માંગવો જોઈએ. તેઓએ રજુ કરેલા વિચારો અને તેમની ભાવનાઓની કદર કરવી જોઈએ. નહિ કે તેને નકારવી. આવું કરવાથી બાળકને પણ એવું અનુભવાશે કે તેના માતાપિતા તેના પર ભરોસો કરે છે.
છઠ્ઠી વાત છે કે તમારે બાળકોને અપ્રિય કે અયોગ્ય વ્યવહાર ન કરવો. મિત્રો બાળક ભલે નાના હોય પરંતુ તેઓની વિચારશક્તિ અને ઓબઝર્વેશન પાવર વાધારે હોય છે. તમે શું બોલો છો, કંઈ રીતે બોલો છો, તમારો વાત કરવાનો ટોન કેવો છે. આ દરેક બાબતોનું તે અવલોકન કરતા હોય છે. માટે બાળકની સામે બોલતા પહેલા આટલી વાતોનું ધ્યાન રાખવું. નહિ તો બાળકને જો તમારો વ્યવહાર અયોગ્ય લાગે તો બાળક પણ દરેક વાતના સીધા જવાબ આપવા લાગે છે અને વાત વાત પર ગુસ્સે થવા લાગે છે. બાળક સાથે તમારા વ્યવહારની આ વાત ખુબ નાની અને નજીવી લાગે પણ ખુબ જ મહત્વની છે.
સાતમી ટીપ્સ છે કે બાળક સાથે ક્યારેક સોદેબાજી પણ કરી લેવી. જિદ્દ ત્યારે જ ઉભી થાય જ્યારે બાળકની મરજીની પૂર્વકની વસ્તુ ન મળે. તેનો મતલબ એવો નથી હોતો કે તમે તેની બધી જ જિદ્દ પૂરી કરો. પરંતુ તેમની જીદ્દનું તમારે સમજદારી પૂર્વક અને વ્યવહારિક રીતે નિવારણ લાવવું જોઈએ. જેમાં ક્યારેક તમે તેની સાથે સમજદારી સાથે સોદેબાજી પણ કરી શકો છો.
તો આ રીતે તમે કોઈ પણ બાળકની જિદ્દને દુર કરી તેને સમજદાર અને સુશીલ બનાવી શકો છો.અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google
4
Very helpful
1
Very nice
👍
Very helpful. Thank you so much.