એકવાર વજન વધ્યા પછી કંટ્રોલમાં લાવવો મુશ્કેલ છે, બદલાતી લાઈફસ્ટાઈલ અને જંક ફૂડના કારણે લોકોમાં વજન વધારાની સમસ્યા વધી રહી છે. લોકો વજન ઘટાડવા માટે જાત જાતના ઉપાયોનો સહારો લે છે, જો તમે પણ વજન ઘટાડવા માંગો છો તો યોગ્ય ડાયેટ અને એકસરસાઈઝને રૂટીનનો ભાગ બનાવીને ઘટાડી શકો છો.
આ સિવાય આ લેખમાં તમને આયુર્વેદિક ઉપાય દ્વારા વજન ઘટાડવાનો ઉપાય જણાવીશું. આ લેખમાં અમે તમને વજન ઘટાડવા માટે ઉપયોગી આયુર્વેદિક ચૂર્ણ બનાવવાની રીત અને તેના સેવનની રીતે વિષે જણાવીશું.
વજન ઘટાડવા માટે ઉપયોગી 6 ચૂર્ણ : 1) ત્રિફળા ચૂર્ણ : ત્રિફળા ચૂર્ણને ત્રણ ફળના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે, વજન ઘટાડવા તમે બજારમાં મળતા રેડીમેડ ત્રિફળા ચૂર્ણનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે આ ચૂર્ણને ઘરે પણ બનાવી શકો છો, તેના માટે તમારે હરેડે, બહેડા અને આમળાની જરૂર પડશે. હવે ત્રણેય વસ્તુને 1:2:3 ના પ્રમાણમાં યોગ્ય રીતે પીસી લેવું. દરરોજ સવારે એક ચમચી ત્રિફળા ચૂર્ણનું ગરમ પાણી સાથે સેવન કરવાથી વજનમાં ઘટાડો થાય છે સાથે શરીરની અન્ય તકલીફ પણ દૂર થાય છે.
2) કલોંજીનું ચૂર્ણ : કલોંજીનું ચૂર્ણ વજન ઘટાડવા માટે અસરકારક છે કારણ કે તેમાં રહેલું તત્વ પેટની ચરબી ઘટાડે છે, તમે તેના તેલ અથવા ચૂર્ણ બંનેનો ઉપયોગ કરી શકો છો. ઘરે ચૂર્ણ બનાવવા માટે 100 ગ્રામ ક્લોજી લઈ તેને તળી લેવી અને ત્યારબાદ પીસીને તેનો પાવડર બનાવવો. આ પાવડરને સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે લેવાથી વજનમાં ઘટાડો થાય છે. ક્લોજીના ચૂર્ણ સાથે યોગ્ય ડાયેટ અને એકસરસાઈઝ પણ જરૂરી છે.
3) અજમાનું ચૂર્ણ : પેટને લગતી તકલીફમાં અજમો ખૂબ ફાયદાકારક છે, તે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. અજમાના સેવનથી ખોરાક જલદી પછી જાય છે. અજમાનું ચૂર્ણ બનાવવા માટે તમારે અજમાને તળી લેવા અને ઠંડા થવા દેવા. ત્યારબાદ તેને પીસી લેવા હવે તેનું જમ્યા પછી સેવન કરવાથી પાચનશકિત વધશે અને વજનમાં ઘટાડો થશે.
4) મેથી પાવડર : મેથીનો સ્વાદ કડવો હોવાના કારણે ઓછા લોકો મેથીના ચૂર્ણનો ઉપયોગ કરે છે પણ મેથી વજન ઘટાડવા માટે ખૂબ અસરકારક છે. તમે મેથીના ચૂર્ણ અથવા મેથીના દાણા કોઈપણ નો ઉપયોગ કરી શકો છો. મેથીનું ચૂર્ણ બનાવવા માટે તમારે મેથીના દાણાને થોડો સમય માટે પલાળી રાખવા ત્યારબાદ તેને તડકામાં સુકાવા દેવા. સૂકાય ગયા બાદ તેને પીસી લેવા, હવે તમે આ ચૂર્ણનું ખાલી પેટ અથવા જમ્યાના 1-2 કલાક પછી ગરમ પાણી સાથે સેવન કરી શકો છો.
5) સુંઠ પાવડર : સુકાયેલું આદું એટલે કે સુંઠ પણ વજન ઘટાડવા માટે ખૂબ અસરકારક છે, તેના સેવનથી ચરબીમાં ઘટાડો થાય છે. જો તમે વજન ઘટાડવા માંગો છો તો ગરમ પાણીમાં સુંઠનો પાવડર મેળવીને ઉકાળીને તેનું સેવન કરવું, તેના કારણે તમારી પેટની એક્સ્ટ્રા ચરબી ઘટશે. સુંઠના બદલે તમે આદુનો પણ ઉપયોગ કરી શકો છો.
6) ગુગળનું ચૂર્ણ : વજન ઘટાડવા માટે ગુગળનું ચૂર્ણ ફાયદાકારક છે, 1 થી 2 ગ્રામ ગુગળના ચૂર્ણનો ગરમ પાણી સાથે દરરોજ સેવન કરવાથી વજનમાં ઘટાડો થાય છે. આ સિવાય તમે આ ચૂર્ણને ત્રિફળા ચૂર્ણ સાથે પણ મિક્સ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી