દર મંગળવારે કરો આ કામ | હનુમાનજી ખુદ કરશે તમારા પર કૃપા | તમારા દરેક વિઘ્નો ટળશે અને થશે તમારા પર ધન વર્ષા.

તમારા દરેક વિઘ્નો ટળશે અને થશે તમારા પર ધન વર્ષા….. કરો દર મંગળવારે આ કામ….હનુમાનજી ખુદ કરશે કૃપા….

મિત્રો કહેવાય છે કે હનુમાનજી શિવજીનો જ એક અવતાર છે માટે હનુમાનજીની પૂજાનું એક વિશેષ મહત્વ રહેલું છે.કહેવાય છે કે શિવજીની જેમ હનુમાનજી પણ જો કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થઇ જાય તો તેમને કોઈ વાતની ખોટ નથી રહેતી અને તે વ્યક્તિના દરેક વિઘ્નો હનુમાનજી દુર કરે છે જેથી તે વ્યક્તિને દરેક કાર્યોમાં સફળતા મળે છે.

હનુમાનજીની વાત કરીએ તો કળયુગમાં હાજરાહજૂર દેવતા હોય તો તે છે હનુમાનજી. કારણ કે ભગવાન રામ જ્યારે વૈકુઠ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે હનુમાનજીને આદેશ આપ્યો હતો કળયુગમાં પણ હનુમાનજી મૃત્યુલોક પર બિરાજમાન રહેશે અને  અહીંના દરેક કાર્યો સંભાળે તેથી આજે પણ હનુમાનજી મૃત્યુલોક પર જ છે. તો મિત્રો હનુમાનજીને જો પ્રસન્ન કરવામાં આવે તો તે આપણા દરેક કાર્યોમાં સફળતા અપાવે છે.

 

તો મિત્રો આજે અમે તમને હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાના ઉપાયો જણાવશું જેને કર્યા બાદ તમારા પર હનુમાનજીની અપાર કૃપા પ્રાપ્ત થશે જેથી તમારા જીવનમાં આવતા વિઘ્નો ટળશે, સફળતા મળશે તેમજ ધનમાં પણ વૃદ્ધિ થશે તો ચાલો જાણીએ તે ખાસ કાર્યો ક્યા છે.

જો મિત્રો તમે હનુમાનજીની કૃપાથી સુખ સમૃદ્ધિ પામવા માંગો છો તો તમારે આ ઉપાય કરવાનો છે. રાત્રે સુતા પહેલા ઘરના પૂજા સ્થળ પાસે માટીના દીવામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને એક વાર હનુમાન ચાલીસાનો પાઠ કરીને સુવું. આવું તમે નિયમિત કરશો તો તમારા ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નહિ રહે અને દરેક વિઘ્નો ટળશે.

મિત્રો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં આવતા સંકટ અને કાર્યોમાં આવતા વિઘ્ન દુર થઇ જાય તો તેના માટે સંકટમોચન હનુમાનજીનો આ ઉપાય કરવો. એક છાલવાળુ નારિયેળ લઈ તેના પર સિંદુર લગાવી, કાચો દોરો બાંધીને ચોખા ચડાવવાના છે અને આ નારિયેળને સાથે રાખી હનુમાનજીની પૂજા કરવી ત્યાર બાદ જે પૂજા સ્થળ પર હનુમાનજીનો ફોટો કે મૂર્તિ હોય ત્યાં રાખી દેવું. આવું કરવાથી વિઘ્નો દુર થશે અને કાર્યો સફળ થશે.

 

જો તમારી કોઈ મનોકામના પૂરી નથી થઇ રહી તો તે પૂર્ણ કરવા માટે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને “ઓમ રામદુતાય નામ:” મંત્રનો 108 વખત જાપ કરવો. તેનાથી દરેક મુશ્કેલીઓ દુર થશે અને દરેક મનોકામના પૂર્ણ પણ થશે.

કોઈ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અથવા તો કોઈ સરકારી નોકરીમાં પાસ થવા માંગો છો તો આ ઉપાય કરવો જોઈએ. તેના માટે હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ. તેમજ સિંદુર અને લાલ લંગોટ હનુમાનજીને અર્પિત કરવા. આ કાર્ય જો નિયમિત કરવામાં આવે તો પરીક્ષામાં અવશ્ય સફળતા મળશે.

તમારી મનોકામના પૂર્ણ થાય તેના માટે તમારે હનુમાનજીના મંદિર પર ચડાવવામાં આવતી ધજાનું દાન કરવાનું છે. તેમજ વાંદરાઓને ચણા ખવડાવવા જોઈએ અને મંગળવારે તો ખાસ ચણા ખવડાવવા અને અન્ય દિવસો પર પણ ખવડાવવા. આ ઉપાયથી હનુમાનજીની કૃપાથી મનોકામના પૂર્ણ થશે.

આ ઉપરાંત હજુ એક ઉપાય છે જે તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. તેના માટે મંગળવારના દિવસે પીપળાના 11 પાંદડા લઇ તેને સ્વચ્છ પાણીથી ધોઈને તેના પર ચંદન અથવા કંકુથી શ્રી રામ લખીને હનુમાનજીને ચડાવવા. પરંતુ આ પાંદ હનુમાનજીના પગ પર નહિ મસ્તિષ્ક પર અથવા મૂર્તિની આગળ ચડાવવા.

મનવાંછિત ફળ પ્રાપ્ત કરવા માટે છાલવાળા નારિયેળ પર સિંદુર લગાવી તેના પર કાચો દોરો બાંધીને હનુમાનજીને ચડાવવો તેનાથી પણ હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે અને મનોકામના પૂર્ણ થશે. જ્યારે કોઈ તમને તેનો દુશ્મન માને છે તો તેને નબળા પાડવા માટે તમે આ ઉપાય કરી શકો છો. ઘરમાં હનુમાનજીનો ફોટો એવી રીતે લગાવો કે હનુમાનજીનું મુખ દક્ષીણ દિશામાં આવે. કોમેન્ટ કરો જય હનુમાનજી દાદા 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

Leave a Comment