જાણો રામાયણના આ પુરાવા વિશે. આજે પણ એ વાતને જણાવે છે કે રામાયણની ઘટના સત્ય છે.. જુઓ તેના ફોટા

જાણો રામાયણના આ પુરાવા વિશે. આજે પણ એ વાતને જણાવે છે કે રામાયણની ઘટના સત્ય છે..

મિત્રો આજે અમે રામાયણ સમયના થોડા પુરાવા વિશે જણાવશું. જે રામાયણ કાળથી લઈને આજ સુધી એ સાબિત કરે છે કે રામાયણ અને મહાભારત માત્ર લોકો દ્વારા કહેવાયેલી વાતો નથી પણ  એ એક સત્યઘટના છે. જે કરોડો લોકોની શ્રદ્ધા છે. તો ચાલો જાણીએ એ પુરાવા વિશે અને જોઈએ એ સમયના ફોટા.

આપણા હિંદુધર્મમાં રામાયણ અને મહાભારતનું ખુબ જ મહત્વ રહેલું છે. જેમાંથી આપણી જિંદગી પણ સુધારી શકાય તેવા ઉપાયો પણ રહેલા છે. મિત્રો આ દુનિયામાં ખુબ જ ઓછા લોકો હશે જે મહાભારત અને રામાયણ વિશે નહિ જાણતા હોય. મહાભારત ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવો સાથે જોડાયેલું છે. જ્યારે રામાયણ ભગવાન શ્રી રામ સાથે જોડાયેલું છે. એટલા માટે રામના જીવન સાથે જોડાયેલા આ પુસ્તકનું નામ રામ પરથી રામાયણ રામાયણ રાખવામાં આવ્યું છે.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન શ્રી રામને તેમની માતાના આદેશથી 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો. તે દરમિયાન રાવણ સીતામાતાને લંકામાં લઇ ગયો હતો. તે દરમિયાન રામ ઘણી બધી મુશ્કેલી માંથી પસાર થયા હતા. તે સમયગાળામાં ભગવાન શ્રી રામ સાથે ઘણા પ્રસંગો બની ગયા હતા.

પરંતુ મિત્રો તમને જાણીને હેરાની થશે કે ઘણા બધા લોકો રામાયણને કાલ્પનિક માને છે. પરંતુ આજે અમે આ લેખમાં એવા પુરાવાઓ તમને જણાવશું જેના વિશે જાણીને તમને નવાઈ પણ લાગશે અને વિશ્વાસ પણ આવી જશે કે રામાયણ એક સત્ય છે. જે ભૂતકાળમાં આપણા ગ્રંથોમાં લખેલું છે તે સાચું છે તેની સાબિતી આજે અમે આ લેખમાં જણાવશું. જે લોકો રામાયણને સાચી નથી માનતા તેવા લોકો પણ આજે આ લેખ વાંચીને રામાયણ પર સંપૂર્ણ વિશ્વાસ કરવા લાગશે. તો ચાલો શું છે તેના પુરાવા તે જોઈએ.

પહેલું છે અશોકવાટિકા.
મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે રાવણ સીતામાતાને લંકા લઇ ગયો હતો ત્યારે ત્યાં સીતામાતાને અશોકવાટિકામાં રાખવામાં આવ્યા હતા. તે જગ્યા હજુ પણ શ્રી લંકામાં સ્થિત છે. તે જગ્યા આજે પણ એટલી જ રહસ્યમય છે જેટલી રામાયણ કાળ દરમિયાન હતી. હનુમાનજી જ્યારે રામનો સંદેશો આપવા માટે ત્યાં ગયા ત્યારે સીતામાતા અશોકવાટિકામાં કંઈ જગ્યા પર છે તેનું સરનામું હનુમાનજીને પણ મળ્યું ન હતું. હનુમાનજીએ પણ સીતામાતા અશોકવાટિકામાં કંઈ જગ્યાએ છે તે જાણવા માટે વિભીષણની મદદ લીધી હતી. આજે પણ એ સ્થાન ત્યાં જોવા મળે છે અને એ વાતને સાબિત કરે છે કે રામાયણ સમય દરમિયાન આ જગ્યાનું ખુબ જ મહત્વ રહેલું છે. તે જગ્યા આજે પણ ખુબ જ પ્રભાવિત છે.

હનુમાનજીના પગના નિશાન.
મિત્રો જ્યારે હનુમાનજી ભગવાન શ્રી રામનો સંદેશ લઈને લંકા જવા માટે જતા હતા ત્યારે તેમણે વિશાળ રૂપ ધારણ કર્યું હતું. અને ઉડીને લંકામાં ગયા હતા. ત્યાં હનુમાનજી જે જગ્યા પર ઉતર્યા તે જગ્યા પર હનુમાનજીના પગના નિશાન ખુબ જ મોટા જોવા મળે છે. જે હજારો લાખો વર્ષો જુના માનવામાં આવે છે. લંકામાં જે જગ્યા પર હનુમાનજીએ પહેલો પગ મુક્યો એ જગ્યા પર એ નિશાન જોવા મળે છે. લોકો ત્યાં આજે પણ પૂજા કરે છે.

ગરમ પાણીના કુવા.
મિત્રો આપણા ગ્રંથો અનુસાર એવું કહેવાય છે કે લંકાપતિ રાવણ પોતાની શક્તિઓથી ગરમ પાણીના અણુઓને ઉભા કરતો હતો. તે પાણીના અણુઓનો અંશ હજુ લંકામાં જોવા મળે છે. ત્યાં પાણી આપોઆપ ગરમ જ રહે છે. જે રાવણના સમયના હોવાનું સામે આવ્યું છે. જે રામાયણ હોવાની પૃષ્ટિ કરે છે.

રામસેતુ.
ભગવાન રામ જ્યારે લંકા સીતામાતાને લેવા માટે જવાના હતા ત્યારે ભગવાન શ્રી રામના નામે પથ્થર નાખીને પુલ બનાવવામાં આવ્યો હતો. જેન પર ચાલીને રામ લંકા પહોંચ્ય્યા હતા. આ પથ્થરનો પુલ હજુ પણ દરિયામાં છે. જેની શોધ પણ કરવામાં આવી હતી અને મળી પણ ગયો હતો. એ પુલ પર રીચર્સ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે આ પુલ તો હજારો વર્ષ જુનો છે. જે વિદેશના લોકો   દ્વારા પ્રૂફ કરવામાં આવ્યું છે.

તરતા પથ્થર.
જો આપણે સમુદ્ર કે કોઈ પણ પાણીની જગ્યા હોય ત્યાં પથ્થર નાખીએ તો એ તરત જ ડૂબી જતો હોય છે. પરંતુ ભગવાન શ્રી રામની સેનાએ તે પથ્થર પર રામનું નામ લખ્યું અને પછી પથ્થરને પાણીમાં નાખવામાં આવ્યા હતા. તે પથ્થરો આજે પણ આપણને પાણીમાં તરતા જોવા મળે છે. જે બિલકુલ નિરાધાર હોય છે. અ પથ્થર પણ રામાયણ એક સત્ય ઘટના છે તેની સાબિતી આપી છે.

તો મિત્રો આ હતા એ રામાયણ પુરાવાઓ જે આજે પણ મૌજુદ રહેલા છે. જેને એક વાર જોજો પછી તમને પણ ખ્યાલ આવી જશે કે રામાયણ એક સત્ય ઘટના છે. તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો રામાયણ વિશે તમારું  શું કહેવું છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ   Image Source: Google

Leave a Comment