સંબંધોને શરમાવતી ઘટના : 65 વર્ષની વૃદ્ધ માતા કોરોનાને હરાવી ઘરે આવી અને દીકરો વહુ તાળું મારીને પછી…..

જે માતાએ તેના દીકરાને ચાલતા શીખવ્યું, પોતાનું દૂધ પીવડાવ્યું, અને એ જ માતા જ્યારે વૃદ્ધ થઈ ગઈ તો દીકરા અને વહુએ તેને ઘરમાં રાખવાથી ઇનકાર કરી દીધો. પરંતુ નવાઈની વાત તો એ છે કે, જ્યારે માતા ભયંકર કોરોના જેવી બીમારી સાથે લડીને આવી ત્યારે જ દીકરાએ ઘરમાં રહેવા માટે ઇનકાર કરી દીધો હતો. મિત્રો આ ઘટના જાણીને તમારા હોંશ ઉડી જશે. એક દીકરાએ તેની માતા સાથે જે કર્યું એવું કોઈ દુશ્મન પણ ન કરી શકે. તો ચાલો જાણીએ આ આખી ઘટના વિશે. તો જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

સંબંધોને શરમજનક સાબિત કરતી આ ઘટના તેલંગાણાના નિઝામાબાદની છે. પોલીસે આ ઘટના વિશે જણાવતા કહ્યું કે, નિઝામાબાદમાં એક 65 વર્ષની વૃદ્ધ મહિલાને અમુક દિવસો પહેલા કોરોના થઈ ગયો હતો. તેનો ઈલાજ સરકારી હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. તે દરમિયાન મહિલાએ કોરોના જેવી ભયંકર બીમારીને હરાવી દીધી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ મહિલા પોતાના ઘરે પહોંચી તો દીકરાએ તેને રાખવાની ના કહી દીધી.

દીકરો અને વહુ પોતાની માતાને છોડીને ઘર પર તાળું લગાવી દીધું અને હૈદરાબાદ ફરવા માટે નીકળી ગયા. ત્રણ દિવસ સુધી ઘરની બહાર જ આ વૃદ્ધ મહિલા પડી રહી. આસપાસના લોકોએ એ વૃદ્ધ મહિલાને ખાવા-પીવા આપ્યું. પરંતુ જ્યારે આ વાતની જાણ પોલીસને થઈ ત્યારે પોલીસે મહિલાના દીકરા અને વહુને બોલાવીને તેની કાઉન્સેલિંગ કરી. ત્યાર બાદ દીકરો અને વહુ તેની વૃદ્ધ માતાને રાખવા માટે તૈયાર થયા.પોલીસના જણાવ્યા અનુસાર, એક વર્ષ પહેલા જ દીકરા અને વહુએ પોતાની માતાને એક ઓલ્ડ એઝ હોમમાં મૂકી દીધી હતી. ત્યાં રહેવા માટે ટેમ્પરરી સુવિધા હતી. ઓલ્ડ એઝ હોમમાં રહેતી બધી જ વૃદ્ધ મહિલાઓની કોરોના તપાસ કરવામાં આવી. તેમાંથી ત્રણ વૃદ્ધ મહિલાઓ કોરોના સંક્રમિત મળી. પરંતુ કોરોના સામે લડીને જીત મેળવ્યા બાદ આ વૃદ્ધ મહિલા પોતાના ઘરે પાછી આવી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે ઘણા પરિવારો અને સંબંધો પણ વિખાય ગયા છે. જેની અસર સ્વાસ્થ્ય જીવનથી લઈને સામાજિક જીવનમાં પણ પડી છે. તો આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. કોરોના વાયરસના કારણે લોકો બેઘર પણ થઈ ગયા છે. લગભગ ઘણા લોકોના જીવન માટે 2020 નું વર્ષ ભારે રહ્યું છે.

Leave a Comment