રોજિંદા ખોરાકમાં શામિલ કરો રસોડામાં રહેલી આ એક વસ્તુ, શરીરની અનેક બીમારીઓ દુર કરી આજીવન રાખશે તંદુરસ્ત… ચોંકાવનારા ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે…

બટાકા દરેક ઘરમાં જોવા મળે છે અને તે દરેક શાકમાં પણ નાખવામાં આવે છે. તેમાં પણ બાફેલા બટાકા સ્વાભાવિક રૂપથી લોકો અલગ અલગ વાનગી બનાવવા માટે ઉપયોગમાં લે છે. બાફેલા બટાકામાં સ્વાભાવિક રૂપે વિટામીન અને ખનીજ જોવા મળે છે અને વિશેષ રૂપથી પોટેશિયમ, ફોસ્ફરસ, બી-કોમ્પલેક્સ અને વિટામિન સી ની ખાણ હોય છે. તેમાં કેલેરી અને ચરબી ઓછી હોય છે અને તેની ઉચ્ચ ફાયબર સામગ્રી તમારું પેટ ભરેલુ રાખે છે, અને તેની સાથે જ તમે ઊર્જાવાન અનુભવ કરી શકો છો. સામાન્ય ધારણાથી વિપરીત બટાકામા સ્વાભાવિક રૂપથી ચરબી વધુ હોતી નથી.

પરંતુ જ્યારે તમે બટાકાને ડીપ ફ્રાય કરીને કોઈ પણ વાનગી બનાવીને તેનું સેવન કરો છો જેમાં ઘી અથવા માખણનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે ચરબીના સ્ત્રોતની જેમ કામ કરે છે. તેથી જ વજન નિયંત્રણ કરવા માટે તમારે બાફેલા બટાકાને સાધારણ મીઠું અથવા સામાન્ય ફ્રાય કરીને તેનું સેવન કરવું જોઈએ. એટલું જ નહીં બટાકા પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે તે મુખ્ય રીતે બાફેલા બટાકા આપણા સ્વાસ્થ્યને ઘણા બધા પ્રકારના લાભ પહોંચાડે છે. ન્યુટ્રીશનિસ્ટ પાસેથી જાણીએ બાફેલા બટાકાના આરોગ્ય લાભો.

1) પોષક તત્વોથી ભરપૂર : લગભગ 300 ગ્રામ વજનના એક મોટા બટાકામાં 261 કેલેરી, 6 ગ્રામ પ્રોટીન અને 3 ગ્રામ ચરબીની માત્રા હોય છે. જો તમે બટાકાને બાફતા પહેલા તેની છાલ કાઢો છો તો તમે લગભગ અડધો પ્રોટીન નાશ કરી દો છો, પરંતુ કેલેરી અને ચરબીની માત્રા સમાન રહે છે, છાલવાળા અથવા છાલ વગરના બટાકામાં પાંચ ગ્રામ ફાઈબર હોય છે એટલે કે તેની છાલ સહિત બાફવાથી અને તેને ખાવાથી શરીરમાં વધુ પોષક તત્વોને ગ્રહણ કરવામાં ખૂબ જ મદદ મળે છે.

2) વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી નો સ્ત્રોત : એક છોલ્યા વગરના બાફેલા બટાકામાં બી કોમ્પ્લેક્ષ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે આપણા શરીરના લોહીની કોશિકાઓ બનાવવામાં મદદ કરે છે, અને આપણા દ્વારા સેવન કરાતા ભોજનમાંથી પ્રોટીન કાર્બોહાઇડ્રેટ અને ચરબીથી ઉર્જાવાન બનાવે છે. એક બાફેલુ બટાકુ તમને આવશ્યક વિટામિન બી 6 ની માત્રા પ્રદાન કરે છે અને તેની સાથે જ થિયામીન અને નિયાસિન માટે તે તમારા દૈનિક સેવનના લગભગ 30 ટકા પ્રદાન કરે છે. તેમાં વિટામિન સી માં પણ ઉચ્ચ હોય છે. બાફેલા બટાકા તમને દરરોજની જરૂરતના 25 ટકા વિટામિન સી પ્રદાન કરે છે.

3) મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમથી ભરપૂર : બટાકા એ જમીનમાં ઉગતુ શાકભાજી છે તે આવશ્યક ખનીજોથી સમૃદ્ધ હોય છે, જે મજબૂત હાડકાં નિર્માણમાં ખૂબ જ મદદરૂપ થાય છે અને તંત્રિકા અને માંસપેશીઓના કાર્યને પણ ખૂબ જ લાભ પહોંચાડે છે, બાફેલા બટાકાનું કોઈપણ રૂપમાં સેવન તમને દરરોજ જરૂરી મેગ્નેશિયમનો લગભગ પાંચમો ભાગ પણ આપે છે. જો તમે બટાકાને બાફતા પહેલા તેની છાલ કાઢો છો તો બટાકા પોતાની અમુક ખનીજ સામગ્રીને ગુમાવી દે છે, જેનાથી તમને દરરોજ ¼ પોટેશિયમ અને ¼ ફોસ્ફરસની આવશ્યકતા હોય છે, તેથી બટાકાને બાફ્યા પહેલા તેની છાલ દૂર કરવી જોઈએ નહિ અને ત્યારબાદ છાલ હટાવીને તેનું સેવન કરવું જોઈએ.

4) ફોસ્ફરસથી ભરપુર : બાફેલા બટાકા વધુ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે 6 ગ્રામ પ્રોટીન અને 6 ગ્રામ ફાઈબર આપણને આપે છે, તેમાં બાફેલા બટાકાના સ્વરૂપે લગભગ 25 ટકા વધુ મેગ્નેશિયમ હોય છે અને તેમાં ફોલેટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેથી ગર્ભાવસ્થામાં થતા બાળકના મગજના વિકાસમાં પણ ખૂબ જ સહાયતા મળે છે, પરંતુ ગર્ભાવસ્થામાં તેનું સેવન કરતા પહેલાં વિશેષજ્ઞની સલાહ જરૂરથી લેવી જોઈએ. 

5) મોં ના છાલા માટે ફાયદાકારક : જો તમને મોઢામાં છાલા પડી ગયા છે તો બાફેલા બટાકાનું સેવન તમારી આ સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે. બટાકા મોં મા પડેલા છાલાની સમસ્યા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, તેથી બટાકાનું સેવન જરૂરથી કરો. બટાકાનું સેવન તમારા દિમાગને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, તથા શરીરમાં ઉપસ્થિત ગ્લુકોઝના સ્તરને ઓક્સિજન, હોર્મોન્સ અને એમીનો એસિડ અને ફેટી એસીડ તથા ઓમેગા 3 જેવા તત્વોથી ભરપૂર હોવાના કારણે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ રીતે બાફેલા બટાકાને તમે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો, જેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થઈ શકે છે. તેને ડાયટમાં સામેલ કરવું જરૂરી છે પરંતુ જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે તો તેનું સેવન કરતા પહેલા વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment