છોકરીઓના લગ્ન માટે સરકારે લીધો એક મહત્વનો નિર્ણય, હવે આટલા વર્ષ પછી જ કરી શકાશે છોકરીના લગ્ન…. જાણો નિણર્યની વધુ માહિતી, ફાયદા અને નુકશાન…

મિત્રો જેમ કે તમે જાણતા હતા કે, લગ્ન માટે કન્યાની ઉંમર 18 વર્ષની હતી. જેમાં હાલ ઘણા ફેરફાર થયા છે. સરકારના આ નિર્ણય સામે ઘણા લોકોના મનમાં અનેક પ્રશ્ન ઉભા થયા છે. કારણ કે તેના ઘણા ફાયદાઓ પણ છે અને નુકશાન પણ છે. ચાલો તો આ વિશે વધુ ચર્ચા કરી લઈએ. 

જાણવા મળતી માહિતી મુજબ કેબિનેટે બુધવારે છોકરીઓના લગ્નની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવને મંજુરી આપી છે. મોદી સરકારના આ નિર્ણયથી ભારતમાં મહિલા અને પુરુષના લગ્નની ઉંમર એક સમાન થઈ ગઈ છે. સરકાર હાલના કાનુનમાં સંશોધન કરીને મહિલાઓના લગ્નની ઉંમર વધારવા જઈ રહી છે. આ માટે સરકારે જુન 2020 માં સમતા પાર્ટીની પૂર્વ અધ્યક્ષ જયા જેટલીના નેતૃત્વમાં એક ટાસ્ક ફોર્સનું આયોજન કર્યું હતું. જેમાં નીતિ આયોગના સદસ્ય ડો.વી.કે. પોલ પણ સામેલ હતા. રીપોર્ટ અનુસાર ટાસ્ક ફોર્સ એ પાછલા મહિનામાં જ પ્રધાનમંત્રી કાર્યાલય અને મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયને પોતાની રીપોર્ટ આપી છે.

ટાસ્ક ફોર્સે શું મંતવ્ય આપ્યું રીપોર્ટમાં ? સમિતિએ લગ્નની ઉંમર 21 કરવાનો આ પ્રસ્તાવ વર્ષ આખા દેશની 16 વિશ્વવિદ્યાલયના યુવાઓના ફીડબેકના આધારે કરવામાં આવ્યો છે. 15 એનજીઓને દેશના ખુબ જ દુર સ્થાનો અને હાસીયા પર રહેનાર સમાજના યુવાઓ સુધી પહોંચવાના કામમાં લગાવ્યા હતા. ટાસ્ક ફોર્સના સદસ્યઓએ જણાવ્યું કે, બધા જ ધર્મના યુવાઓ પાસેથી ફીડબેક લેવામાં આવ્યો હતો. જેમાં ગ્રામીણ અને શહેરી ક્ષેત્રના યુવાઓની સંખ્યા સમાન રૂપે સામેલ હતી. 

રીપોર્ટમાં કહેવામા આવ્યું છે કે, લગ્નમાં વિલંબ થવાથી પરિવાર, મહિલાઓ, બાળકો અને સમાજ માટે સકારાત્મક આર્થિક અને સામાજિક પ્રભાવ પડે છે. લગ્નની ઉંમર વધારવાથી મહિલાઓના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડે છે. 

આ સિવાય રીપોર્ટમાં એવું જાણવા મળ્યુ છે કે, લગ્નની ઉંમર વધારીને 18 થી 21 વર્ષ કરવામાં આવે પણ ચરણબદ્ધ રીતે. તેનો અર્થ એવો છે કે, રાજ્યોને પુરતી આઝાદી અને સમય આપવામાં આવે જેથી કરીને દ્રઢપણે કામ કરી શકાય. કારણ કે આ કાનુનને એક રાતમાં લાગુ કરી શકાય નહિ.

સમિતિ એ એવી સલાહ આપી છે કે, સરકાર મહિલાઓ માટે સ્કુલ અને કોલેજની સંખ્યા વધારે અને દુર સ્થાનો પર મહિલાઓને સ્કુલ સુધી પહોંચાડે. મહિલાઓને સ્કીલ અને બિઝનેસ ટ્રેનીંગની સાથે સાથે યુંઅન સંબંધિત એજ્યુકેશન આપવાની સલાહ પણ આપવામાં આવી. રીપોર્ટમાં લગ્નમાં ઉંમર વધારવાને લઈને જાગૃતતા અભિયાન ચલાવવાની સલાહ રજુ કરવામાં આવી.

સરકારે શા માટે લીધો લગ્નની ઉંમર વધારવાનો નિર્ણય ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા કારણોને લીધે લગ્નની ઉંમર વધારવાનો નિર્ણય લીધો છે. જેમાં  લૈંગિક સમાનતા પણ સામેલ છે. જલ્દી લગ્ન અને નાની ઉંમરે માતા બનવાથી મહિલા અને બાળક બંનેના પોષણ, સંપૂર્ણ સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. નાની ઉંમરે લગ્નની અસર શિશુ મૃત્યુ દર, માતા મૃત્યુ દર અને મહિલા સશક્તિકરણ પર પડે છે. કારણ કે જલ્દી લગ્ન થવાથી મહિલાઓની શિક્ષા અને આજીવિકાનો મોક્કો નથી મળતો. આ પગલાથી બાળ વિવાહને પણ નાબુદ થઈ શકાશે. 

હાલમાં જ જાહેર થયેલ નેશનલ ફેમેલી હેલ્થ સર્વે અનુસાર ભારતમાં વર્ષ 2015-2016 માં બાળ વિવાહનો દર 27% હતો જે વર્ષ 2019-20 માં ઘટીને 23% થઈ ગયો. સરકાર દેશમાં બાળ વિવાહના દરને હજુ નીચે લાવવા માંગે છે.

જનસંખ્યા પર નિયંત્રણ મેળવવા માટે સરકાર લાવી રહી છે કાનુનમાં ફેરફાર : મહિલાઓની લગ્નની ઉંમર વધારવાને લઈને એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, જો તેના લગ્નમાં વિલંબ થશે તો તેને ઉચ્ચ શિક્ષા અને નોકરીના અવસર મળશે અને લાંબા સમયે માં બનશે. જે જનસંખ્યા નિયંત્રણમાં મદદ કરશે. પણ સરકારનું કહેવું છે કે, આ પગલું જનસંખ્યા નિયંત્રણ માટે નથી પણ મહિલાઓના સશક્તિકરણને ઉદેશ્ય આપવા માટે છે. 

જયા જેટલી એ આગળ જણાવ્યું છે કે ‘હું સ્પસ્થ કહેવા માંગું છું કે  અમે સરકારને જે સલાહ આપી છે, તેનું ધ્યેય જનસંખ્યા નિયંત્રણ નથી. નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના તાજા આંકડાઓ જણાવે છે કે કુલ જન્મ દર ઓછો થઈ રહ્યો છે અને જનસંખ્યા નિયંત્રણમાં છે. ઉંમર વધારવાનું ધ્યેય મહિલાઓના સશક્તિકરણ છે. 

લગ્નની ઉંમર વધારવાને લઈને અન્ય એક વર્ગ સરકારની આલોચના કરી રહ્યું છે : એક તરફ જ્યાં એક વર્ગ લગ્નની ઉંમર વધારવાનું સમર્થન કરે છે તો બીજો વર્ગ તેની આલોચના કરી રહ્યો છે. મહિલા તેમજ બાળ અધિકાર કાર્યકર્તા, પરિવાર નિયોજનના વિશેષજ્ઞ સહીત ઘણા લોકોનું માનવું છે કે, આવા કાનુનથી જનસંખ્યાનો એક મોટો વર્ગ ગેર-કાનૂની રીતે લગ્ન કરવા માટે મજબુર થશે.

તેમનું માનવું છે કે, મહિલાઓ માટે લગ્નની ન્યુનતમ ઉંમર 18 હોવા છતાં પણ ભારતમાં બાળ વિવાહ થઈ રહ્યા છે. જો બાળ વિવાહમાં કમી આવી છે તો ત્તેનું કારણ કાનુન નહી પણ મહિલાઓની ઉચ્ચ શિક્ષા અને રોજગારના અવસરો છે. તેમનું કહેવું છે કે, કાનુન હાસીયાના લોકો પર ખરાબ પ્રભાવ નાખશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ આ કાનુનને તોડવા માટે બાધ્ય થશે. 

સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકો આ પક્ષમાં નથી કે મહિલાઓના લગ્નની ઉંમર વધારવામાં આવે. આઈપીએસ એમ.નાગેશ્વર રાવે લખ્યું છે કે, 18-18 વર્ષની એક મહિલા વોટ કરીને દેશ ચલાવવા માટે સરકાર પસંદ કરી શકે છે પણ પોતાના જીવન વિશે નિર્ણય નથી લઈ શકતી કે તેને ક્યારે લગ્ન કરવા જોઈએ. તો આપણે મતદાનની ઉંમર 18 થી વધારીને 21 કેમ કરી નથી લેતા. જેને રાજીવ ગાંધીએ ઓછી કરી હતી. 

જયારે એક યુઝરે કહ્યું કે, ‘લગ્નની ઉંમર વધારીને 21 કરવી પેપરમાં જોવા માટે સારી લાગે છે, પણ આપણે બાળ વિવાહ રોકવા માટે મોટા પગલા ભરવા પડશે. કારણ કે હજુ પણ 23% વિવાહ બાળપણમાં જ કરવામાં આવે છે. 

મહિલાઓને જીવનસાથી પસંદ કરવાની છૂટ પર અસર થશે ? : એક્સપર્ટ પોતાના એક રીપોર્ટમાં જણાવે છે કે, મહિલાઓના લગ્નની ઉંમર ન્યુનતમ ઉંમર 21 થવાથી મહિલાઓને પોતાના અંગત નિર્ણયો લેવા માટે પણ રાહ જોવી પડશે. કેરલ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઘણા કેસોમાં જોવા મળ્યું છે કે, એક વયસ્ક મહિલા લગ્ન કરવાના નિર્ણયમાં માતાપિતાને જ ચુનૌતી આપી હતી. ભારતીય પરિવાર અને સમાજના સંદર્ભમાં આપણે આ બાબતને પણ સમજવી જરૂરી બની જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment