વાળમાં લગાવી દો આ એક વસ્તુ, આવી જશે એકદમ કુદરતી ચમક અને સ્ટ્રેટનેસ… અજમાવો આ કુદરતી ઉપાય વાળ થઈ જશે આકર્ષક…

દરેક મહિલા એવું ઈચ્છે છે કે, તેના વાળ લાંબા અને મુલાયમ બને. આ માટે તમે અનેક ઉપાયો અપનાવતા હશો. વાળ માટે એલોવેરા ખુબ જ લાભકારી માનવામાં આવે છે. એલોવેરાનો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો. લાંબા, મુલાયમ અને સ્ટ્રેટ અથવા સીધા વાળ દરેક મહિલાને પસંદ હોય છે. સુંદર વાળ મહિલાઓની સુંદરતા પર ચાર ચાંદ લગાવી દે છે. તે જ કારણ છે કે, મહિલાઓ પોતાના વાળને સ્ટ્રેટ રાખવા માટે ઘણા પ્રકારની ટ્રીટમેન્ટ લેતી હોય છે. પરંતુ જો તમે ચાહો તો, માત્ર એલોવેરાની મદદથી પણ તમારા વાળને સ્ટ્રેટ અને શાઈની બનાવી શકો છો.

જી હા મિત્રો, એલોવેરા જેલ સ્વાસ્થ્ય, ત્વચા અને સાથે જ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી વાળ લાંબા, ઘટ્ટ, મુલાયમ અને સ્ટ્રેટ બને છે. જો તમે તમારા કર્લી અને શુષ્ક વાળથી પરેશાન હોય તો, એક વખત એલોવેરા જેલનો ઉપયોગ કરીને જુઓ. તેનાથી તમને વાળમાં ઘણો ફર્ક જોવા મળશે. સાથે જ તમારી પર્સનાલિટીમાં પણ સુધારો થશે.

વાળ માટે એલોવેરાના ફાયદા : એલોવેરા જેલમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી હોય છે, જે વાળ માટે ખુબ સારું હોય છે. સાથે જ એલોવેરા જેલમાં એન્ટિ ઇમ્ફ્લેમેટરી, એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. જે વાળને બધા પ્રકારના ઇન્ફેક્શનથી બચાવે છે. એલોવેરા વાળને લાંબા, ઘટ્ટ, મુલાયમ અને સ્ટ્રેટ બનાવે છે. સાથે જ વાળને મૂળમાંથી મજબૂત પણ બનાવે છે. ચાલો જાણીએ, વાળમાં એલોવેરા લગાડવાના ક્યાં ક્યાં ફાયદાઓ હોય છે.

1 ) વાળને લાંબા બનાવવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરાને વાળ અને મૂળમાં લગાડવાથી વાળ મૂળમાંથી મજબૂત બને છે. તેનાથી વાળનો સારો ગ્રોથ પણ આવે છે. આમ વાળ ઘટ્ટ અને લાંબા બનાવી શકાય છે.

2 ) જો તમારા વાળ કર્લી અને શુષ્ક હોય તો પણ તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરાના દરરોજના ઉપયોગથી વાળને સીધા કરવામાં મદદ મળે છે. તેનાથી વાળ એકદમ સ્ટ્રેટ બને છે, વાળમાં નવી ચમક પણ જોવા મળે છે. આમ, એલોવેરા વાળને ચમકદાર પણ બનાવે છે.

3 ) ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે, જે મૂળને સાફ કરે છે. જેની મદદથી તમારી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. આમ એલોવેરા ડેન્ડ્રફ દૂર કરવા માટે પણ લાભદાયી છે.

4 ) વાળને મુલાયમ બનાવવા માટે પણ એલોવેરા જેલ ફાયદાકારક હોય છે. એલોવેરા વાળને સ્ટ્રેટ તો કરે જ છે સાથે સાથે તે, વાળને મુલાયમ અને ચમકદાર પણ બનાવે છે. તેની મદદથી વાળ એકદમ કોમળ અને ચમકદાર બને છે અને વાળની સુંદરતા ખીલી ઊઠે છે.

5 ) એલોવેરા જેલ હેર ફોલને રોકવામાં પણ મદદ કરે છે. એલોવેરા જેલ વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે. તેનાથી વાળ જલ્દી તૂટતાં નથી અને હેર ફોલ અટકે છે અને વાળનો ગ્રોથ મજબૂત બને છે.

6 ) સ્ટ્રેટ વાળ ત્યારે જ સારા લાગે છે જ્યારે તેમાં શાઈન પણ રહેલી હોય, તે માટે તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા વાળને સ્ટ્રેટ કરવાની સાથે સાથે તેને ચમકદાર પણ બનાવે છે.

7 ) એલોવેરા જેલ વાળને હાઈડ્રેડ પણ કરે છે, તેનાથી વાળમાં ચમક આવે છે. શુષ્ક વાળની સમસ્યાથી પણ છૂટકારો મળે છે. વાસ્તવમાં જ્યારે વાળ ડિહાઈડ્રેડ હોય ત્યારે તે શુષ્ક બની જાય છે. એલોવેરાની મદદથી શુષ્ક વાળને મુલાયમને ચમકદાર બનાવી શકાય છે. આમ, એલોવેરાથી વાળને હાઈડ્રેડ કરવામાં પણ મદદ મળે છે જેથી વાળ શુષ્કતા દૂર થાય છે અને વાળ મુલાયમ અને ચમકદાર બને છે.

વાળ માટે એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ? : એલોવેરા જેલ વાળમાં કોઈ પણ પ્રકારે લગાવી શકાય છે. પરંતુ જો વાળને સીધા અથવા સ્ટ્રેટ બનાવવા માટે તમે એલોવેરનો યુઝ કરી રહ્યા હોય તો આ પ્રકારે તેનો ઉપયોગ કરવો જોઈએ. જેની મદદથી તમે વાળને સીધા અને ચમકદાર બનાવી શકો છો.

રીત : સૌથી પહેલા ફ્રેશ એલોવેરા જેલ લેવું, તેમાં થોડા ટીપાં એસેન્શિયલ ઓઈલ મિક્સ કરી લેવું. હવે આ મિશ્રણને પોતાના વાળમાં લગાડવું. માથામાં કે વાળના મૂળમાં સરખી રીતે તેને લગાડી લેવું જોઈએ. ત્યાર પછી અડધો કલાક માટે વાળને તેમ જ છોડી દો. પછી વાળને સરખી રીતે ધોઈ લેવા. ત્યાર પછી શેમ્પુથી માથું ધોઈને કંડિશનર પણ કરવું જોઈએ. વાળને સીધા કરવા માટે તમે અઠવાડિયામાં 3 દિવસ એલોવેરા જેલને વાળમાં લગાડી શકો છો.

તમે પણ તમારા વાળને સીધા, ચમકદાર, ઘટ્ટ અને મુલાયમ બનાવવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. તે માટે ફ્રેશ એલોવેરાનો ઉપયોગ કરવો વધારે ફાયદાકારક રહે છે.

આમ વાળની સુંદરતા વધારવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમે વાળને લાંબા, ઘટ્ટ, ચમકદાર, મુલાયમ અને સ્ટ્રેટ બનાવી શકો છો. એલોવેરા તમારા વાળને અલગ જ પ્રકારની સુંદરતા આપે છે. એવી સુંદરતા જે દરેક મહિલાની ચાહત હોય છે. માટે તમે પણ તમારા વાળને સુંદર બનાવવા માટે એલોવેરા જેલનો ઉપયોગ જરૂરથી કરો. પરંતુ હા, જો કોઈ એલર્જી જણાય તો તેનો ઉપયોગ કરતાં પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment