આ રીતે ફિલ્ટર કરો દાઝેલું તેલ… બીજી વાર ઉપયોગ પણ કરી શકશો અને ઘરના આટલા કામ પણ મફતમાં થઈ જશે.

કિચનની કેટલીક સમસ્યામાંથી એક સમસ્યા એ પણ છે કે, પૂરી અને પકોડાને તળ્યા પછી તેમાંથી બાકી રહેલા તેલનું શું કરવું ? એટલે કે વધેલા બળેલા તેલનું શું કરવું ? કેટલીક વાર આ તેલ આપણા માટે ઉપયોગમાં આવી શકે છે અને તેને આપણે બીજી વાર કૂકિંગ માટે ઉપયોગ પણ કરતાં હોઈએ છીએ, પરંતુ તે જરૂરી છે કે, તે કૂકિંગ ઓઈલની સારી રીતે સફાઈ કરવી. કેટલાક લોકો તેમાં કોર્ન સ્ટાર્ચનો ઉપયોગ કરીને રિફાઇન કરે છે, પરંતુ આ પદ્ધતિમાં પણ મકાઈનાં સ્ટાર્ચનો અલગથી ઉપયોગ કરવો એ સ્વાસ્થ્ય માટે હિતકારી નથી.

આ કૂકિંગ ઓઈલનો જો તમારે બીજી વાર કૂકિંગ માટે ઉપયોગ કરવો છે, તો તેને ફરીવાર ફિલ્ટર કરવું પડશે. તો ચાલો આપણે તે વિષય ઉપર વાત કરીએ, જે આપણા કૂકિંગ ઓઈલને બચાવી શકે છે. તો સૌથી પહેલા અમે તમને આને ફિલ્ટર કરવાની રીત જણાવશું અને પછી તેને સ્ટોર કરવાની રીત.વપરાયેલ રસોઈ તેલને કેવી રીતે ફિલ્ટર કરવું : જો તમારે આ તેલને બીજી વાર પણ કૂકિંગ માટે જ ઉપયોગ કરવો છે, તો સૌથી પહેલા એ ધ્યાન રાખો કે આપણે આ તેલને ઓછામાં ઓછું 3 વાર ફિલ્ટર કરવાનું છે. એવું એટલા માટે કે, તમે જો કૂકિંગ ઓઈલને આમ જ ઉપયોગમાં લેશો, તો તેમાં રહેલ પહેલાની ડિશના કણો તમારી બીજી ડિશને પણ ખરાબ કરી દેશે. આ માટે તમે ઓઈલ ફિલ્ટરનો ઉપયોગ કરી શકો છો. જેવું તમને ફોટોમાં બતાવવામાં આવ્યું છે. આ પ્રકારના ઓઈલ ફિલ્ટર ખુબ જ સહેલાઈથી મળી જાય છે.

જો તમે ઓઈલને ઘરમાં જ ફિલ્ટર કરવા માંગો છો, તો તમારે તે તેલને ઓછામાં ઓછું 3 વાર ફિલ્ટર કરવું પડશે. તો ચાલો જાણીએ તેલ ફિલ્ટર કરવાની ઘરેલું પ્રોસેસ.પહેલું ફિલ્ટર : તમે આ તેલને નોર્મલ ગરણી(પૂરી અથવા પકોડા તળવાના જારા)ની મદદથી પણ સાફ કરી શકો છો. મોટા-મોટા કાણાંમાંથી કચરાને કાઢી લો. આ કરવું જરૂરી છે, કારણ કે, જો તમે મોટા ચંક્સને કાઢ્યા વિના ગરણીની મદદથી સાફ કરવા જશો, તો તેનાથી તેલ જલ્દી ફિલ્ટર નહીં થાય.

બીજું ફિલ્ટર : તમે નોર્મલ પ્લાસ્ટિકની ગરણીનો અથવા સ્ટીલની ગરણીનો ઉપયોગ કરી શકો છો. આવું કરવાથી તમારા તેલમાં રહેલ નાના ખોરાકના કણ નીકળી જશે.ત્રીજું ફિલ્ટર : હવે છે, સૌથી જરૂરી ફિલ્ટર એટલે કે ત્રીજું ફિલ્ટર, તેનાથી તેલને રિફાઇન કરવાનું છે. આ માટે તમે લોટની ચારણી જેવી સરસ ચારણી લઈ શકો છો અથવા તો કોફી ફિલ્ટર લેવાનો શ્રેષ્ઠ રસ્તો છે. આ બહુ મોંઘા નથી આવતા અને આ વધારે દિવસો સુધી ચાલે છે. કોફી ફિલ્ટરથી તેલ ફિલ્ટર થવામાં સમય જરૂર લાગશે, પરંતુ તે તેલને ઘણી હદ સુધી પહેલા જેવું કરી દેશે અને પછી તમે આ તેલને ફરી ઉપયોગમાં લઈ શકો છો. હવે આ તેલ તૈયાર છે.

જો કૂકિંગ માટે આ તેલનો ઉપયોગ નથી કરવો, તો તે તેલનો આ રીતે કરો ઉપયોગ : હવે એવું પણ થઈ શકે છે કે, તમે એકવાર તે તેલનો રસોઈ બનાવવામાં ઉપયોગ કરી લીધો છે અને ફરી આ તેલનો ઉપયોગ કરવાનું મન ન થાય, પરંતુ તમે તેને ઘરના બાકી કામોમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.અન્ય ઉપયોગો : 1 ) કૂકિંગ ઓઈલને તમે દરવાજાના હુક્સ અને ખીલા પર લગાવો. તેથી તેમાં કાટ નહિ લાગે અને અવાજ આવતો પણ બંધ થઈ જશે.
ઉપયોગમાં આવી ગયેલું કૂકિંગ ઓઈલને તમે ફરી ઉપયોગમાં લેવા માટે તેને ફિલ્ટર કરો અને પછી બાળકો માટે ક્રાફ્ટ્સ વગેરેમાં ઉપયોગ કરો.
આ તેલ દીવો પ્રગટાવવામાં પણ કામ આવી શકે છે અને તમારે બીજી વાર તેલ પણ ખરીદવું નહીં પડે.

આ તેલનો ઉપયોગ તમે ગાર્ડનિંગની માટે પણ કરી શકો છો. જે પણ છોડ પાસે વધારે કીડા-મકોડા આવતા હોય તેની પાસે એક કટોરીમાં આ તેલને રાખી દો. તેવામાં કીડા-માકોડા તેલની કટોરી પાસે ન તો આવશે કે ન તો છોડને કોઈ પણ નુકશાન કરશે. આ બધી જ ટિપ્સ તમારા કૂકિંગ ઓઈલને વેસ્ટ થવાથી બચાવી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment