રોટલી બનાવતા પહેલા લોટમાં ઉમેરી દો આ એક વસ્તુ… શરીર બની જશે એકદમ શક્તિશાળી, બધા રોગો રહેશે દૂર…

મલ્ટીગ્રેન આટા (લોટ) એટલે કે તેને ઘણા પ્રકારના અનાજને પીસીને તૈયાર કરવામાં આવેલ એક ખાસ પ્રકારનો લોટ. ઘઉં સિવાય તેમાં ઘણા પ્રકાના અનાજને મિક્સ કરવામાં આવે છે, જેના કારણે તેની પૌષ્ટિકતા ઘણી વધી જાય છે. બજારમાં ખુબ જ મોંઘા ભાવે આ લોટ મળે છે. આથી ઘણા લોકો તેને ખરીદી નથી શકતા.

પણ તમે ઈચ્છો તો ઘરે જ મલ્ટીગ્રેન લોટને તૈયાર કરી શકો છો. તે પણ પોતાની તંદુરસ્તીને અનુકુળ આ લોટ તૈયાર કરી શકાય છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે ઘરે બનાવી શકાય આ હેલ્દી લોટ. જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો…

જો તમે વજન વધારાને લીધે પરેશાન છો તો આ રીતે મલ્ટીગ્રેન લોટ તૈયાર કરી શકો છો. આ માટે તમે 5 કિલો ઘઉંમાં એક કિલો ચણા, એક કિલો જવ, 250 ગ્રામ અળશી અને 50 ગ્રામ મેથીના દાણા મિક્સ કરીને પીસી લો.જો તમે દુબળા પાતળા છો આ પ્રકારે મલ્ટીગ્રેન લોટ તૈયાર કરી શકો છો.  આ માટે તમે 5 કિલો ઘઉંમાં એક કિલો ચણા, એક કિલો જવ, 500 ગ્રામ સોયાબીન, એક કિલો ચોખા, નાખીને પીસી લો. આ લોટનો ઉપયોગ કરવાથી તમારા વજનમાં વધારો થશે.

જો તમે ગર્ભવતી છો તો આ પ્રકારે મલ્ટીગ્રેન લોટ તૈયાર કરો. આ માટે તમે 5 કિલો ઘઉંમાં એક કિલો સોયાબીન, 250 ગ્રામ તલ, દોઢ કિલો ચણા, 500 ગ્રામ જવ મિક્સ કરી લો અને તેને પીસી લો. તેનાથી મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન ભરપુર માત્રામાં પૌષ્ટિકતા મળે છે.

જો તમને કબજિયાતની સમસ્યા રહે છે તો આ પ્રકારે મલ્ટીગ્રેન લોટ તૈયાર કરો. આ માટે તમે 5 કિલો ઘઉંમાં એક કિલો ચણા, અડધો કિલો મખના, એક કિલો જવ, અને 250 ગ્રામ અળશી પીસી લો. તેનાથી કબજિયાતમાં જલ્દી આરામ મળશે.જેને ડાયાબિટીસ છે તેઓ આ પ્રકારે મલ્ટીગ્રેન લોટ તૈયાર કરો. આ માટે તમે 5 કિલો ઘઉંમાં દોઢ કિલો ચણા, 500 ગ્રામ જવ, 50 ગ્રામ મેથી, 50 ગ્રામ તજ નાખીને પીસી લો.

ઘરમાં બાળકો માટે આ પ્રકારે મલ્ટીગ્રેન લોટ તૈયાર કરી શકો છો. આ માટે તમે 5 કિલો ઘઉંમાં 250 ગ્રામ સોયાબીન, એક કિલો ચણા, અને 500 ગ્રામ જવ મિક્સ કરીને પીસી લો. તેનાથી બાળકોમાં સારો એવો ગ્રોથ થશે.

આ વાતોનું પણ ધ્યાન રાખો : લોટને થોડો જાડો પીસવો જોઈએ. લોટનો ઉપયોગ ચોકર(એટલે ઘઉંને અધકચરા ભરડી નાખેલ.)ની સાથે કરો. લોટને એકસાથે વધુ પીસીને ન રાખવો જોઈએ. એક વખતમાં એક અઠવાડિયા સુધી લોટ ચાલે એટલો પીસવો જોઈએ.મલ્ટીગ્રેન લોટની રોટલી બનાવવાની રીત : મલ્ટીગ્રેન લોટની રોટલી બનાવવા માટે સૌથી પહેલા 3 કપ લોટ લઈ લો. લોટમાં મીઠું અને તેલ નાખો. પછી તેને થોડા ગરમ પાણીથી નરમ બાંધી લો. ત્યાર પછી લોટને 20 મિનીટ માટે ઢાંકીને મૂકી દો.

20 મિનીટ પછી લોઢીને ગેસ પર મુકીને ગરમ થવા માટે મૂકી દો. લોઢી ગરમ થઈ ગયા પછી લોટનો નાનો લીંબુ જેટલો લુઓ લો. તેમાંથી 6 થી 7 ઇંચ વ્યાસ વાળી રોટલી વણો. ધ્યાન રાખો કે રોટલી થોડી જાડી રાખવી જોઈએ.

વણેલ રોટલીને લોઢી પર નાખો, જ્યારે રોટલીનો ઉપરનો કલર થોડો ડાર્ક થઈ જાય તો તેને પલટી નાખો. તેમ જ રોટલીની બીજી સાઈડ પણ શેકી લો. જ્યારે રોટલીની બંને બાજુ ભાત પડી જાય એટલે તેને ગેસના ભાઠા પર નાખો અને બંને બાજુ શેકી લો.મલ્ટીગ્રેન લોટના ફાયદાઓ : 1 ) મલ્ટીગ્રેન લોટ અથવા તેનાથી બનેલ વ્યંજન તમારા શરીરમાં ઘણા પ્રકારના પોષક તત્વોની પૂર્તિ કરે છે. જ્યારે સામાન્ય લોટમાંથી તમને સીમિત માત્રમાં પોષણ મળે છે.
2 ) તેનો પ્રયોગ કરવાથી શરીરને ભરપુર માત્રામાં ફાઈબર મળે છે. જે પાચનતંત્રને વ્યવસ્થિત કરવાનું કામ કરે છે. અને કબજીયાતની સમસ્યા દુર થાય છે.
3 ) શરીરને ફાઈબર વધુ મળવાથી તે વજન ઓછો કરવામાં અને વજન વધારાને ઓછો કરવામાં પણ સહાયક થાય છે. જેનાથી તમે જલ્દી પાતળા થઈ શકો છો.

4 ) મલ્ટીગ્રેન લોટ ઘણા પોષક તત્વોની પૂર્તિ કરે છે જેનાથી તમારી પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે અને બીમારીઓ તમારાથી દુર રહે છે.
5 ) તેના ખાસ ફાયદાઓ એ પણ છે કે, તે ડાયાબિટીસના દર્દીઓ અને રક્તચાપ રોગીઓ માટે ફાયદાકારક હોય છે અને શરીરમાં વસા નથી જામતો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment