દરરોજ આનું સેવન ડાયાબિટીસ, કબજિયાત, એસીડીટી, મોઢાના ચાંદા, ગઠિયા રોગોમાં છે 100% અસરકારક

દરરોજ જાંબુ ખાવાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. પણ જાંબુને ક્યારેય ખાલી પેટ સેવન ન કરવું જોઈએ. તેમજ જાંબુ ખાધા પછી ક્યારેય દૂધનું સેવન પણ ન કરવું જોઈએ. વધુ પ્રમાણમાં જાંબુ ખાવાથી પણ બચવું જોઈએ. કારણ કે જાંબુ વધુ ખાવાથી તે ફાયદો આપવાની જગ્યાએ નુકશાન કરી શકે છે.

જાંબુ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે સાથે જ તેમાં ઘણા ઔષધીય ગુણો પણ મળે છે. તેને ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે. જેમ કે બ્લેકબેરી, કાળા જાંબુ, રાજમન, વગેરે. તેનો સ્વાદ થોડો તૂરો હોય છે. જાંબુમાં લોહ તત્વ અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપુર માત્રામાં મળે છે. તેમાં કોલીન અને ફોલિક એસિડ પણ રહેલ હોય છે.

જાંબુ એ ખુબ જ ઓછા દેખાતા ફળ માંથી એક છે. પણ ખુબ જ લાભાકરી ફળ છે. તે સ્વાદ અને તંદુરસ્તીથી ભરપુર છે. જાંબુના સેવનથી શરીરની ઇમ્યુનિટી પાવર પણ મજબુત થાય છે. સાથે જ પાચનતંત્રને પણ ઠીક કરે છે. ચાલો તો જાંબુના સેવનથી થતા ફાયદાઓ વિશે જાણી લઈએ.કેન્સર : જાંબુમાં એન્ટી કેન્સરના ગુણ પણ રહેલા છે. તે કીમોથેરેપી અને રેડીએશનમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. આમ તેનું સેવન કરવાથી શરીરમાં કેન્સર વિરોધી તત્વોનું નિર્માણ થાય છે.

ગઠીયા રોગ : જો તમે ગઠીયા રોગથી પીડિત છો તો તમે જાંબુની છાલને પહેલા તો ખુબ જ ઉકાળી લો અને વધેલા મિશ્રણનો લેપ ગોઠણ પર લગાવો. તેનાથી તરત જ આરામ મળશે.સ્કીનને ગ્લોઇન્ગ : જો તમે તમારા ચહેરા પર ગ્લોઇન્ગ ત્વચા મેળવવા માંગો છો તો જાંબુના ગર્ભની પેસ્ટ બનાવી લો અને તેને દુધમાં મિક્સ કરીને લગાવવાથી તરત જ નિખાર આવે છે.

વિટામીન સી : વિટામીન સી ની કમી દુર કરવા માટે જાંબુ એ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. કારણ કે જાંબુમાં વિટામીન સી ની પ્રચુર માત્રા રહેલી છે.શુગરને કંટ્રોલ : જાંબુમાંથી મળતો ગ્લુકોઝ અને ફેક્ટોજના રૂપમાં મળતી શુગર તમારા શરીરને હાઈડ્રેટ રાખવાથી સાથે ઠંડક અને રીફ્રેશ કરવામાં પણ મદદ કરે છે.

એનિમિયાથી રાહત : જો તમને કમજોરીનો અનુભવ થઈ રહ્યો છે તો તમે એનિમિયાથી પીડિત છો, આ એનિમિયાની કમી પૂરી કરવા માટે તમે જાંબુનું સેવન કરી શકો છો.

એસીડીટીમાં રાહત : એસીડીટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કાળા મીઠામાં શેકેલું જીરું પીસી લો અને તેને જાંબુમાં મિક્સ કરીને તેનું સેવન કરો. તેનાથી એસીડીટીમાં તરત રાહત મળશે.બાળકોને આ સમસ્યાથી મુક્ત કરે : જો તમારું બાળક પથારીમાં પેશાબ કરી જાય છે તો જાંબુના બીજને પીસીને અડધી અડધી ચમચી દિવસમાં બે વખત પાણીમાં મિક્સ કરીને પીવડાવો, તેનાથી ઘણો ફાયદો થશે.

દસ્તથી રાહત : જાંબુ દસ્ત અથવા મળની સાથે જો લોહી પડતું હોય તો તેમાં ખુબ જ લાભકારી માનવામાં આવે છે. દસ્ત થવા પર જાંબુના રસને સિંધાલુણ મીઠા સાથે મિક્સ કરીને ખાવા જોઈએ. તમને દસ્તથી આરામ મળશે.મોઢાના ચાંદામાં : જો તમારા મોઢામાં ચાંદા પડી ગયા છે તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે જાંબુના રસનું સેવન કરી શકો છો. તેનાથી ઘણો ફાયદો થશે.

ડાયાબિટીસ કંટ્રોલ : ડાયાબિટીસના ઉપચાર માટે જાંબુ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીએ જાંબુના ઠળિયા સુકવીને, પીસીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી શુગરનું સ્તર સ્થિર રહે છે.ભૂખ ન લાગવાની સમસ્યાથી છુટકારો માટે : જો તમને ભૂખ ન લાગવાની સમસ્યા છે તો જાંબુનો રસ બનાવીને તેને પાણીની સાથે બરાબર માત્રામાં મિક્સ કરીને પીવો. તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થઈ જશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment