ગમે તેવી જૂની કબજિયાત ચપટીમાં દૂર.. રાત્રે સુતા પહેલા કરીલો આ 8 માંથી કોઈ એક ઉપાય..

આપણને ઘણી વાર પેટમાં ગેસ થાય ત્યારે તેનાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાયો શોધતા હોઈએ છીએ. તો ચાલો અમે તમને જણાવી દઈએ ઘણા ઘરેલું ઉપચાર વડે તમે કબજિયાત જેવી સમસ્યાથી કેવી રીતે આરામ મેળવી શકો છો.

કબજિયાત એ આપણા જીવનની એક સામાન્ય સમસ્યા છે. પણ આ સમસ્યા ભલે નાની લાગતી હોય તે સ્વાસ્થ્યને લગતી બીજી ઘણી બીમારીઓને જન્મ આપે છે. ઘણી વખત કબજિયાતની સમસ્યા એટલી વધી જાય છે કે તમે કંઈ પણ કરી શકતા નથી.

આ સમયે તમે રાહત મેળવવા માટે દવાનું સેવન કરો છો. જે શરીરને નુકશાન પહોંચાડી શકે છે. આથી આપણે ગેસ જેવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે નવા નવા ઉપચારો શોધતા હોઈએ છીએ. ચાલો તો અહી આપણે આવા જ ઘણા ઉપચારો વિશે જાણી લઈએ.કબજિયાતથી બચવા માટે ઘરેલું અને સરળ આયુર્વેદિક ઉપચાર : 1 ) ત્રિફળાને પણ તમે કબજિયાત દૂર કરવા માટે ઉપયોગમાં લઈ શકો છો. ત્રિફળા ખાયને તમે કબજિયાતને દુર કરી શકો છો. ત્રિફળા એક હર્બ છે. ત્રિફલા શબ્દનો અર્થ છે ‘ત્રણ ફળ’ ત્રિફળા ત્રણ ફળ હરડે, બેહડ  અને આમળાને મિક્સ કરીને બને છે.

કબજિયાતથી રાહત માટે ત્રિફળાનો ઉપયોગ કરવો ખુબ જ લાભકારી છે. આ માટે તમારે એક ચમચી ત્રિફળાને એક કપ ગરમ પાણીમાં 10 મિનીટ સુધી પલાળો અને પછી તેનું સેવન કરો.

2 ) કબજિયાતથી બચવા માટે એક સારો ઉપાય છે કે તમે વેટ પૈસિફાઈંગ ડાયટ લો. વાસી ભોજન કે પ્રવાહી પદાર્થનું સેવન ન કરો. ગરમ ભોજન લો, હળવું ગરમ પાણી પીવો. ચડેલી શાકભાજીનું સેવન કરો.3 ) એવા ઘણા ફળ છે જે જલ્દી પચી જાય છે. આથી એવા ફળનું સેવન કરો જે જલ્દી પચી જાય. એ વાતનું પણ ધ્યાન રાખો કે દિવસમાં બે વખત ફળ ખાવા જોઈએ. તમે કેળા ખાઈ શકો છો, એ વાતનું ધ્યાન રાખો કે તમે પાકેલું કેળું ખાવ, કારણ કે કબજિયાત દુર કરવામાં તે મદદ કરે છે. કાચું કેળું કબજિયાત વધારી શકે છે.

4 ) સફરજન ખાવ, સફરજન તમને કબજિયાતથી રાહત આપશે. સફરજનની છાલ કાઢીને તેને ચાવી ચાવીને ખાવ.5 ) સૂતા પહેલા ગરમ દુધમાં એક ચમચી ઘી નાખીને પીવો. આ કબજિયાત માટે અસરકારક ઉપાય માનવામાં આવે છે.

6 ) પોતાના ભોજનમાં ફાઈબરને સામેલ કરો. ઓટ્સ બ્રેન, વીટ બ્રેન, તાજી ફળ અને શાકભાજીને સામેલ કરો. તે તમારા મળને હળવું કરે છે.7 ) રાતના સમયે સૂતા પહેલા એક કપ પાણીમાં એક ચમચી અળસીના બીજ ઉકાળો અને તેને ગરમ ગરમ પિય લો.

8 ) સૂતા પહેલા એક કપ આદુની ચા બનાવો અને તેમાં બે ચમચી કેસ્ટર ઓઈલ એટલે કે એરંડિયું નાખીને પિય જાવ.  એરંડિયું હળવું લેક્સેટીવ હોય છે જે કબજિયાત દુર કરવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment