આ મંદિરમાં આવ્યું એટલું દાન કે પૈસા ગણતા લકોને વળી ગયો પરસેવો તો પણ ગણતરી પુરી ન થઈ | પૈસા નો થયો ઢગલો

ભારતમાં સેંકડો મંદિર છે, દરેક મંદિરમાં રોજના હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. તેવામાં મંદિરમાં સારું એવું દાન પણ આવે છે. તેમાં રાજસ્થાનના ચિત્તોડગઢના શ્રી શ્રી સાંવલિયા શેઠ મંદિરને જ લઈએ તો આ મંદિર દરેક વર્ષે પોતાના દાન માટે ખુબ જ જાણીતું માનવામાં આવે છે. તેવામાં આ વખતે દાનમાં આવેલી રકમે તો રેકોર્ડ તોડી નાખ્યો છે. ત્યાં દાનમાં આવેલ નોટની ગણતરી લગભગ બે દિવસ સુધી ચાલી પરંતુ તો પણ ખતમ ન થઈ. નોટ ગણતા લોકો પણ તેને ગણતા ગણતા થાકી ગયા. 

બુધવારે સવારે 11 વાગ્યે કૃષ્ણધામ સાંવલિયાજી મંદિરના ભંડારમાંથી દાન કરવામાં આવેલ રકમ જ્યારે બહાર કાઢવામાં આવી તો તેને જોઇને દરેક લોકો હેરાન રહી ગયા. પહેલા દિવસની ગણતરી જ લગભગ 6.17 કરોડ રૂપિયા રોકડા દાનમાં આવેલ હતા. 

તેમજ બીજા દિવસની ગણતરી જારી કરવામાં આવી હતી. આ નોટોની ગણતરી માટે સીમિત લોકોની સાથે સાથે બેંકના અન્ય લોકોને પણ બોલાવ્યા હતા. નોટોની ગણતરી સીસીટીવી કેમેરાની દેખરેખમાં કરવામાં આવી હતી. 

આ નોટોની ગણતરીનો નજરો ખુબ જ રસપ્રદ હતો. જગ્યા જગ્યા પર રૂપિયાની નોટોથી ભરેલ બોરીઓ પડેલી હતી. 6.17 કરોડ રૂપિયા રોકડ રકમ સિવાય દાનમાં 91 ગ્રામ સોનું અને 23 કિલો ચાંદી પણ મળ્યું છે. તેમજ કાર્યાલય ભેંટ રૂમની ઓનલાઈન અને રૂપિયાની રકમ લગભગ 71.83 લાખ રૂપિયા છે. આ ગણતરીમાં 2 હજારની નોટના લગભગ 2.80 કરોડ છે જ્યારે 500-500 ની નોટના 3 કરોડ રૂપિયા નીકળ્યા છે. 50-100 અથવા અન્ય સિક્કાની લગભગ 8 બોરી ભરાય ગઈ છે. 

તમને જણાવી દઈએ કે, છેલ્લા વર્ષે આ ભંડારમાંથી 4 કરોડ 54 લાખ રૂપિયા કાઢવામાં આવ્યા હતા. જો કે તેનાથી વધી રકમ પહેલા જ દિવસે આવી ગઈ હતી. તેવામાં તેનો પોતાનો જ એક નવો રેકોર્ડ બની ગયો છે. શ્રી સાંવલિયા શેઠ મંદિર ભક્તોમાં ખુબ જ ફેમસ છે. ત્યાં માંગેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે, લોકો મંદિરમાં દિલ ખોલીને દાન કરે છે. ત્યાં દર મહિને અમાસના એક દિવસ પહેલા દાન પેટી ખોલવામાં આવે છે. 

નોટોની આ ગણતરીને જોવા માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે. જો કે પ્રશાસન આ કામ પોતાની દેખરેખમાં જ કરાવે છે. શ્રી સાંવલિયા શેઠ મંદિર 450 વર્ષ કરતા પણ વધુ જુનું છે. તેનું નિર્માણ મેવાડ રાજપરિવારે કરાવ્યું હતું. જો તમે આ મંદિરે દર્શન કરવા ઇચ્છતા હો તો આ ચિત્તોડગઢ રેલ્વે સ્ટેશનથી 41 કિલોમીટર અને ડબોક એરપોર્ટ-ઉદયપુરથી 65 કિલોમીટર આવેલ છે. 

આ મંદિરમાં દરેક વર્ષે દેશ વિદેશથી લાખો ભક્તો દર્શન કરવા આવે છે. તેમજ જે વિદેશી લોકો આવી નથી શકતા તેઓ ડોલર, પાઉન્ડ, રીયોલ, દિનારમાં પૈસા ઓનલાઈન દાન કરે છે. 

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

1 thought on “આ મંદિરમાં આવ્યું એટલું દાન કે પૈસા ગણતા લકોને વળી ગયો પરસેવો તો પણ ગણતરી પુરી ન થઈ | પૈસા નો થયો ઢગલો”

  1. Why on earth these I888ds reveal their countrys good donations? Does any country, Mosq or Chruch show their donations? What is wrong with these people? Just do the counting and tell the accounts what the devotions were. YOU do not have to go this cheap to show your richness.?!?!?!

    Reply

Leave a Comment