હાથ અને પગમાં સોજા સહિત આ 10 લક્ષણો શરીરમાં દેખાય તો ડાયાબિટીસ હોય છે બેકાબુ, આજે જ જાણો સંકેતો સમય પહેલા જ અટકી જશે…

ટાઇપ-1 ડાયાબિટીસના લક્ષણો તુરંત જ જોવા મળે છે જ્યારે ટાઇપ-2 ડાયાબિટીસના લક્ષણો ઘણા દિવસો પછી આપણને જોવા મળે છે, ટાઈપ 2 ની તુલનામાં ટાઈપ-1 ને ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. આજે અમે તમને એવા લક્ષણો વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે શરીરમાં ડાયાબિટીસ વધવાના સંકેત છે.

લોકોમાં ડાયાબિટીસની બીમારી ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે આ બીમારીથી દૂર રહેવા માટે તેના સંકેતો ને જાણવા ખૂબ જ જરૂરી છે, આ લક્ષણો સામાન્યથી લઈને ગંભીર પણ હોઈ શકે છે. ટાઈપ-1 ડાયાબિટીસના લક્ષણ આપણને તરુંત જ જોવા મળે છે જ્યારે ટાઇપ 2 ડાયાબિટીસના લક્ષણો થોડા સમય પછી આપણને જોવા મળે છે. ટાઈપ-2 ની તુલનામાં ટાઈપ-1 ને ખૂબ જ ગંભીર માનવામાં આવે છે આજે તમને અમુક એવા લક્ષણો વિશે જણાવીશું જે આ બીમારી વધવાના સંકેત આપે છે.

1) હાથ પગમાં સોજા અને ઝાંખું દેખાવું : ડોક્ટર જણાવે છે કે શરીરમાં બ્લડ સુગર લેવલ વધવાથી ઘણી વખત લોકો ને હાથ પગમાં સોજા આવી જાય છે તેને તમારે જરા પણ નજરઅંદાજ કરવા જોઇએ નહીં.  આપણા શરીરમાં તરલ પદાર્થોનો બદલાવ થવાથી તેની અસર આંખો ઉપર પણ પડે છે ડાયાબિટીસના દર્દીઓને આંખોમાં સોજા આવવા લાગે છે અને ઝાખું દેખાય છે

2) ભૂખ અને થાક લાગવો : ડાયાબિટીસના દર્દીઓને ખુબ જ જલ્દી ભૂખ લાગી જાય છે અને તેઓ ખૂબ જ જલદી થાકી પણ જાય છે. આપણું શરીર ભોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે તેનાથી આપણને તાકાત મળે છે પરંતુ કોશિકાઓને ગ્લુકોઝ લેવા માટે તેની ઈન્સ્યુલીનની જરૂર પડે છે. ડાયાબિટીસમાં શરીર પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન બનાવી શકતું નથી જેના કારણે આપણા શરીરમાં દર વખતે થાક લાગ્યા કરે છે અને દરદીને ખૂબ જ જલ્દી ભૂખ પણ લાગ્યા કરે છે.

3) વારંવાર પેશાબ અને તરસ લાગવી : ડાયાબિટીસના દર્દીઓને વારંવાર બાથરૂમ જવું પડે છે. ગ્લુકોઝ કિડનીના રસ્તાને શરીરમાં અવશોષિત કરી દે છે. પરંતુ ડાયાબીટીસના દર્દીઓને બ્લડ શુગર વધી જવાના કારણે આપણી કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી અને દર્દીને વારંવાર પેશાબ લાગ્યા કરે છે. જેના કારણે તેને ઘણી બધી વખત વોશરૂમ જવાના કારણે તેમને તરસ પણ લાગ્યા કરે છે.

4) મો સુકાવું અને ખંજવાળ આવવી : ડાયાબિટીસના દરદીઓનું ગળું ખૂબ જ જલ્દી સુકાઈ જાય છે અને ત્વચામાં ખંજવાળ પણ ખૂબ જ આવે છે, વારંવાર પેશાબ લાગવાના કારણે આપણા શરીરમાં પ્રવાહી પદાર્થોની માત્રા ઓછી થવા લાગે છે જેના કારણે આપણું મોં સુકાય છે. આપણા શરીરમાં ભેજના કારણે ખંજવાળ આવવા લાગે છે.

5) ઇન્ફેક્શન થવું : ડાયાબિટીસના અમુક દરદીઓને સ્કીન ઇન્ફેક્શન ઝડપથી થાય છે અને આ સિવાય તેમને વાગેલા ઘા ભરવામાં પણ પણ ખૂબ જ સમય લાગે છે. ઘણીવાર તેના કારણે પગમાં દુખાવો પણ વધવા લાગે છે.

6) વજન ઓછું થવું : ડાયાબિટીસના દર્દીઓને ખાવામાં ઊર્જા મળતી નથી જેના કારણે તેમનું વજન ખૂબ જ જલ્દી ઘટવા લાગે છે, ભલે તમે પોતાના ખાવામાં કોઈ પણ પ્રકારનો બદલાવ ન કરો તો પણ તમારૂ વજનમાં આપોઆપ જ ઘટવા લાગશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment