ફેફસાને સાફ કરી સ્વસ્થ રાખવા સહિત વધશે ઓક્સિજન લેવલ, કરો આ ઘરેલું અને સરળ ઉપચાર…

કોરોનાની બીજી લહેરમાં લાખો લોકો ઝપેટમાં આવી ગયા છે. કોરોનાથી પીડિત લોકોમાં સૌથી વધારે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જવાથી મૃત્યુ પણ થઈ શકે છે. કોરોના ફેફસા પર ખરાબ રીતે અસર કરે છે અને તેને નબળા પાડે છે.

આવી સ્થિતિમાં, ફેફસાનું મજબૂત હોવું જરૂરી છે. તમારા સ્વસ્થ ફેફસા જ તમને અનેક રોગોથી બચાવી શકે છે. તેના કારણે હૃદય પણ સ્વસ્થ રહે છે. ફેફસાને સ્વસ્થ રાખવા તમે ઘણા ઘરેલુ ઉપાય કરી શકો છો. તેમાંથી એક ઉપાય તુલસી અને લવિંગનું મિશ્રણ છે. આ મિશ્રણમાં તમે બીજી કેટલીય વસ્તુનું મિશ્રણ કરીને સેવન કરી શકો છો અને તેનાથી તમને આરામ મળશે.ફેફસાને સ્વસ્થ રાખવા જરૂરી : કોરોનાનો નવો સ્ટ્રેન ફેફસા પર સીધી અસર કરી રહ્યા છે અને ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે. ફેફસા ખરાબ હોવાને કારણે શરીરમાં ઓક્સિજન ઓછું થઈ જાય છે. શરીરમાં ઓક્સિજનની ઉણપ હોવાને લીધે મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે જ ફેફસાને સ્વસ્થ રાખવા જરૂરી છે. તો આવો અમે તમને જણાવીએ કેટલાક ઘરેલું ઉપચાર વિશે, જે ફેફસાને સ્વસ્થ રાખી શકે છે, આ એવી વસ્તુ છે જે તમારા ઘરમાં સહેલાઇથી મળી જશે.

કરો આ મિશ્રણનું સેવન : ફેફસાને મજબૂત બનાવવા થોડી મુલેઠી, કાળા મરી અને લવિંગનો વઘાર કરીને તેને 4-5 તુલસીના પાંદડા, થોડા તજ અને થોડી ખાંડની સાથે મોમાં નાખીને ધીમે ધીમે ચાવવું. જો તમે ઈચ્છો તો તમે દરરોજ કરી શકો છો. અસ્થમાના દર્દીઓને પણ આ પ્રક્રિયાથી ખુબ જ ફાયદો થાય છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે ફાયદો થાય છે.મુલેઠી : ઔષધી ગુણોથી ભરપૂર એવી મુલેઠીમાં વિટામિન B અને E સાથે સાથે ફોસ્ફરસ, કેલ્શિયમ, કોલીન, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ, સીલીકોન, પ્રોટીન, ગ્લીસરાઈજીક એસિડ અને એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-બાયોટીકના ગુણ હોય છે. જે શરદી-ઉધરસ, તાવની સાથે સાથે ફેફસાને મજબૂત રાખવા મદદ કરે છે. મુલેઠીનો ઉપયોગ 5 ગ્રામ પાવડર જેટલો જ કરવો જોઈએ. મુલેઠીની તાસીર ઠંડી હોય છે.

તુલસી : તુલસીના પાનમાં પોટેશિયમ, આયર્ન, હરિતદ્રવ્ય મેગ્નેશિયમ, કેરોટીન અને વિટામિન-C હોય છે. જે ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દરરોજ સવારે 4 થી 5 તુલસીના પાન ચાવવા.લવિંગ : લવિંગ ઘણા ગુણોથી ભરપૂર હોય છે. લવિંગમાં યુજેનોલ નામના તત્વ જોવા મળે છે, જેના કારણે તેને તણાવ, પેટની સમસ્યા, પાર્કિન્સન, જેવી શરીરની સમસ્યાઓથી ફાયદો થાય છે. લવિંગમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો ઉપરાંત વિટામિન E, વિટામિન C, ફોલેટ, રિબોફ્લેવિન, વિટામિન A, થાયમિન અને વિટામિન D, ઓમેગા-3 ફેટી એસિડ્સ જેવા આવશ્યક તત્વો હોવાનું જોવા મળે છે. તે હૃદય, ફેફસા, લીવરને મજબૂત રાખે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

તજ : ફેફસાને મજબૂત બનાવવા તજનો ઉપયોગ થાય છે. તજમાં ભરપુર માત્રામાં થાયમીન, ફોસ્ફરસ, પ્રોટીન, સોડિયમ, વિટામીન, કેલ્શિયમ, મેગનીઝ, પોટેશિયમ, નિયાસિન, કાર્બોહાઈડ્રેટ હોય છે. આ સિવાય તેમાં એન્ટી-ઓક્સીડેન્ટનો સારો જથ્થો હોય છે, જેનાથી ફેફસાની સાથે હૃદય પણ સ્વસ્થ રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment