સવારે ખાલી પેટે આ પાણીનું સેવન તમારી ઇમ્યુનીટી વધારી દેશે.. પેટ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ ને કરી દેશે બાય બાય

ચણા એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. પછી ભલે તમે તેને પલાળીને ખાવ, કે પછી બાફીને ખાવ. તે દરેક રીતે શરીર માટે ખુબ જ લાભકારી છે. તેમજ એક રિસર્ચની વાત કરવામાં આવે તો જો તમે દરરોજ એક મુઠ્ઠી ચણાનું સેવન કરો છો તો શરીરની નાની મોટી બીમારીથી તમે બચી શકો છો. પણ શું તમે ક્યારેય ચણાના પાણીના સેવન વિશે સાંભળ્યું છે ? વાસ્તવમાં ચણાને જે પાણીમાં પલાળવામાં આવે છે તેને લોકો ફેંકી દે છે. પણ જો તમે આ પાણીને ફેંકવા કરતા તેને ગાળીને પીય લો તો તમે ઘણી બીમારીથી બચી શકો છો.

ચણાના આ પાણીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ, ફાઈબર, કેલ્શિયમ, આયરન અને ઘણા પ્રકારના વિટામિન પ્રાપ્ત થાય છે. આ પાણીને પીવાથી મગજ તેજ થાય છે. તે લોહીને સાફ કરે છે. તેમજ ચહેરા પર નિખાર લાવે છે. આ રીતે તેના ઘણા ફાયદાઓ છે જેના વિશે આજે આ લેખમાં અમે  તમને જણાવશું માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.ચણાનું પાણી અને ઇમ્યુનિટી :

જો તમે પણ નબળાઈને કારણે ઝડપથી બીમાર થઈ જાવ છો, તો તમારા માટે ચણાના પાણીનું સેવન રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, તેનાથી શરીરને વધુ પોષણ મળે છે. એવું એટલા માટે કારણ કે તેમાં વિટામિન સિવાય કલોરોફિલ અને ફોસ્ફરસ જેવા મિનરલ્સ મળે છે, જે શરીરને બીમારીથી દુર રાખે છે. જ્યારે તમે ચણાને ઉકાળીને તેનું પાણી કાઢી લો છો તો આ પાણીમાં આ બધા પૌષ્ટિક તત્વ એક સાથે આવી જાય છે. આ સિવાય તમે પલાળેલા ચણાનું પાણી સવારે ખાલી પેટ સેવન કરો છો તો તે પણ તમારી ઇમ્યુનિટી વધારી શકે છે.

પેટની સમસ્યાઓ :

પેટની સમસ્યા એ મોટાભાગની બીમારીઓનું જડ હોય છે. તેવામાં તમે પેટની સમસ્યા અને કબજિયાતથી બચવા માટે તમે ચણાના પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે કાળા ચણાને આખી રાત પાણીમાં પલાળીને રાખવાના છે અને સવારે આ પાણીને ગાળીને અલગ કરી લો. ત્યાર પછી તમે તેમાં આદુ, જીરું અને મીઠું નાખીને પી શકો છો. દરરોજ તેને આ રીતે પીવાથી તમારી પાચનક્રિયા મજબુત બને છે.વધારાની ચરબી :

ચણાનું પાણી વજન ઓછો કરવામાં પણ ખુબ જ મદદ કરે છે. આ માટે તમારે પહેલા ચણાને પલાળીને રાખી મુકવાના છે. ત્યાર પછી તેના પાણીને ઉકાળી લો. અથવા કૂકરમાં સીટી કરી શકો છો. પછી આ ચણાનું પાણીને ગાળી લો. હવે આ પાણીમાં સિંધાલૂણ મીઠું, હળદર, અજમો અને જીરાનો પાવડર મિક્સ કરો પછી પાણીનું સેવન કરો. તેનાથી તમારા વધારના ફેટને બર્ન કરવામાં મદદ મળે છે.

ડાયાબિટીસ :

જો તમને ડાયાબિટીસ છે અને તમે તેને ઠીક કરવામાં માંગો છો તો ચણાનું પાણી પીવાનું શરૂ કરી દો. 25 ગ્રામ કાળા ચણાને રાત્રે પાણીમાં પલાળી દો તેને સવારે ખાલી પેટ ગાળીને પીય જાવ. તમે ઈચ્છો તો તેમાં મેથીના દાણાનો પાવડર પણ નાખી શકો છો. આ રીતે તેનું સેવન કરવાથી તમારું શુગર કંટ્રોલમાં રહે છે. સાથે જ તે ડાયાબિટીસના દર્દીમાં ગ્લુકોઝની માત્રા વધારવામાં પણ મદદ કરે છે. આ સિવાય એક ફાયદો એ પણ છે કે જે લોકોને ડાયાબિટીસના કારણે વારંવાર પેશાબની તકલીફ રહે છે તેમની આ સમસ્યા દુર કરવામાં પણ ચણાનું પાણી મદદ કરે છે. આ સમસ્યા વાળા લોકોએ દિવસમાં બે વખત ચણાના પાણીનું સેવન કરવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “સવારે ખાલી પેટે આ પાણીનું સેવન તમારી ઇમ્યુનીટી વધારી દેશે.. પેટ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ ને કરી દેશે બાય બાય”

Leave a Comment