અમીર બનવું છે ખુબ જ સરળ, દરરોજ કરો ફક્ત 20 જ રૂપિયાનું રોકાણ અને મેળવો રૂપિયા 10 કરોડ રોકડા… જાણો રોકાણ કરવાની આ બેસ્ટ ટીપ્સ…

જો કે દરેક લોકો આજે અમીર બનવા માંગે છે અને અમીર બનવા માટે તેઓ ઘણી મહેનત પણ કરે છે. તેમજ પોતાની આવકમાંથી બચત પણ કરે છે અને જો તમે પણ અમીર બનવા માંગતા હો, તો તમારે માત્ર દરરોજનું ફક્ત 20 રૂપિયાનું રોકાણ કરવાનું છે. જેના તમને 10 કરોડ રૂપિયા મળી શકે છે. દરરોજના 20 રૂપિયાનું રોકાણ એટલે મહીને 600 રૂપિયાનું રોકાણ થાય છે.

જો કે તમારે પૈસાદાર બનવા માટે થોડા ગંભીર રીતે વિચારવાનું છે. તેમજ નિશ્ચિત પણે પોતાની આવકમાંથી અમુક પૈસાની બચત કરવી પડશે.

હવે થોડા દિવસોમાં નવું વર્ષ શરુ થવાનું છે અને તમે જુના વર્ષે ઘણું બધું શીખ્યા પણ હશો. જો તમે વર્ષ 2021 યાદગાર બનાવવા માંગતા હો તો તમારે વર્ષ પૂરું થવા સમયે એક એવું કામ કરવાનું છે, જેનાથી તમને આવનાર વર્ષોમાં ગર્વનો અનુભવ થાય. ખાસ કરીને તમે આર્થિક રીતે આ વર્ષમાં ઘણું સારા કામ કરી શકો છો.

જો કે આજે દરેક લોકો આર્થિક રીતે મજબુત બનવા માંગે છે, જો કે આ વાત ખુબ સાચી પણ છે. પણ આ ત્યારે સંભવ થઈ શકે છે જયારે તમે પોતાના લક્ષ્ય પ્રત્યે તટસ્થ રીતે કામ કરો. તમે દરરોજ અથવા તો દર મહિને એક નાની રકમનું રોકાણ કરીને પૈસાદાર બની શકો છો. જો કે ઘણા લોકો આ વાતને નજરઅંદાજ કરી દે છે. તેઓનું માનવું છે કે, આવું સંભવ નથી. પણ તેમનો ભ્રમ છે.

480 મહિનાઓ સુધી રોકાણ કરવું પડશે : તમે દરરોજ 20 રૂપિયા ઉમેરીને અમીર બની શકો છો. કરોડપતિ જ નહિ તમે તમે 20 રૂપિયાનું રોકાણ કરીને 10 કરોડ રૂપિયા ભેગા પણ કરી શકો છો. આ એકદમ સંભવ છે, બસ તમારે રોકાણની દિશામાં આગળ વધવાની જરૂર છે. ચાલો તો જાણી લઈએ તમે દરરોજ 20 રૂપિયા રોકીને કંઈ રીતે કરોડપતિ બની શકો છો.

મ્યુચુઅલ ફંડ વિશે તમે જાણતા હશો, તેમે દર મહીને રોકાણની સુવિધા મળે છે. તમે સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા તમે મ્યુચુઅલ ફંડમાં દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરી શકો છો. મ્યુચુઅલ ફંડે લગભગ 25 વર્ષમાં સારું એવું રીટર્ન આપ્યું છે. ઘણા ફંડે તો 20% સુધીનું રીટર્ન આપ્યું છે.

SIP દ્વારા મેળવી શકો છો લક્ષ્ય : હવે વાત કરીએ કેવી રીતે તમે દરરોજ 20 રૂપિયાનું રોકાણ કરીને 1 કરોડ રૂપિયા મેળવી શકો છો ? જો કોઈ 20 વર્ષનો યુવક દરરોજ 20 રૂપિયા બચાવે છે, એક મહિનામાં તે 600 રૂપિયા થઈ જાય છે. ત્યાર પછી આ રકમને મ્યુચુઅલ ફંડમાં SIP કરો. આજના સમયમાં દરેક વ્યક્તિ 20 રૂપિયા બચાવી શકે છે. આ ખુબ નાની રકમ છે.

રોકાણકારે આ 40 વર્ષ સુધી શરુ રાખવાનું છે. એટલે કે 40 વર્ષ સુધી દર મહીને 600 રૂપિયાનું રોકાણ કરવાનું છે. આ રોકાણ પર લગભગ 15% વાર્ષિક રીટન મળે છે. એટલે કે 40 વર્ષ પછી 1.88 કરોડ રૂપિયા મળશે. આ 40 વર્ષ દરમિયાન તમારે માત્ર 2,88,00 રૂપિયાનું રોકાણ કરવાનું છે. જયારે 600 રૂપિયાની SIP પર તમને 20% રીટર્ન મળે છે. 40 વર્ષ પછી 10.21 કરોડ રૂપિયા મળે છે.

12% રીટર્ન મળવા પર પણ લક્ષ્ય સુધી પહોંચી શકાય છે : આ સિવાય 20 વર્ષનો યુવક દરરોજ 30 રૂપિયા બચાવે છે, તો મહિને 900 રૂપિયા થાય છે. આ રકમની SIP નું રોકાણ તે કોઈ ડાયવર્સીફાઈડ મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરે છે. આ રકમ પર 40 વર્ષમાં 12% રીટર્ન પર 1.07 કરોડ રૂપિયા મળે છે. આમ 4,32,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

વાસ્તવમાં લોંગ ટર્મ રોકાણમાં કંપાઉડીંગ એટલે કે ચક્રવૃતી વ્યાજ નાના રોકાણને ખુબ મોટું બનાવી દે છે. કોઈ પણ રોકાણ પહેલા આર્થિક સલાહકારની મદદ જરૂર લો. મ્યુચુઅલ ફંડના રોકાણમાં જોખમ હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment