જો ટ્રાફિક પોલિસ તમારું ખોટું ચલણ કાપે તો કરો આ એક કામ, નહિ ભરવો પડે ચલણનો એક પણ રૂપિયો… જાણો શું કરવું જોઈએ…

જો કે મિત્રો તમે દરેક વાહનો તો ચલાવતા જ હશો, આથી તમને ટ્રાફિક નિયમોની પણ ખબર હશે. તેમજ તમારે આ નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. કારણ કે ટ્રાફિક નિયમના પાલનથી તમે પોતાનું તેમજ પરિવાર અને અન્ય લોકોનું જીવન સલામત રાખી શકો છો. પરંતુ ઘણી વખત ટ્રાફિક પોલીસથી કોઈ વ્યક્તિનું ખોટું ચલણ કાપી નાખે તો તમારે તમારે શું કરવું જોઈએ ? એ વિશે કદાચ તમે નહિ જાણતા હો. માટે આ લેખ તમારા માટે ખુબ જ કામનો છે.

ટ્રાફિક પોલિસ જો તમારું ચલણ ભૂલથી કાપે છે અથવા તમારી કોઈ ભૂલ ન હોય છતાં પણ ભરતિયું કાપવામાં આવે છે તો તમે ગભરાશો નહીં. હવે તમે આ ચલણને ઘણા સ્તરે જઈને તમે ચેલેન્જ કરી શકો છો. તમારી પાસે આ ચલણ કેન્સલ કરાવવાના ઘણા પ્રકારના વિકલ્પો પહેલેથી જ છે. ખાલી જરૂર છે તમારે તેના વિશે જાણકારી મેળવવાની. આ માટે તમે ટ્રાફિક પોલિસના હેલ્પ લાઇન નંબર પર કોલ કરી શકો છો.

આમ તો દરેક ઈચ્છે છે કે, તેના પર કોઈ ચલણ ન આવે પણ ટ્રાફિક પોલીસથી ભૂલથી અથવા તો કોઈ કારણસર ચલણ કપાયું છે, તો તમે તેના માટે ઘણી જગ્યાએ જઈને ચલણ કેન્સલ કરાવી શકો છો. સાથે જ તેની જાણકારી નજીકના ટ્રાફિક પોલિસ સ્ટેશનમાં પણ આપી શકો છો. જો આ જગ્યાએ પણ તમારી ફરિયાદ સાંભળવામાં આવતી નથી તો તમારી પાસે વિકલ્પ છે કે તમે કોર્ટમાં જઈને તેને ચેલેન્જ કરો. જો તમે ટ્રાફિક પોલિસની ભૂલને સાબિત કરી શકો છો તો તમારે ચલણ ભરવાની કોઈ જરૂર નથી.

જો તમે કાર, ટ્રક, મોટરસાઇકલ, સ્કૂટર કે કંઈ પણ ચલાવતા હોય તો તમારું ચલણ ક્યારેકને ક્યારેક તો જરૂરથી કપાશે જ. ખોટું ચલણ કપાઈ જવાની સ્થિતિમાં સૌથી પહેલા તમારે નજીકના ટ્રાફિક પોલિસ સ્ટેશનમાં જઈને તેની ફરિયાદ કરવી પડશે. જો તમે ચલણ કપાવાના સમય અને દિવસ વિશે તેમને સારી રીતે જણાવશો કે તમારું ચલણ ખોટું છે. જો તે અધિકારી તમારી વાત માની લે છે તો ત્યાંથી પણ તમારું ચલણ રદ થઈ શકે છે.

કોર્ટમાં પણ ચલણ માટે ચેલેન્જ કરી શકાય છે : આવી જ રીતે ખોટા ભરતિયાને તમે કોર્ટમાં પણ ચેલેન્જ કરી શકો છો. કોર્ટને જણાવશો કે તમે ક્યાં કારણથી આ ભરતિયાને ચેલેન્જ કરી રહ્યા છો. કોર્ટમાં તમારે જણાવવું પડશે કે તમારા તરફથી કોઈ ભૂલ થઈ ન હતી અથવા તે દિવસે તે જગ્યાએ તમે હતા જ નહીં. ટ્રાફિક પોલિસ કોઈ ભૂલના કારણે આ ચલણ કાપેલું છે. જો કોર્ટ આ માની લેશે કે ચલણ ખોટી રીતે મોકલવામાં આવ્યું છે તો તે તેને રદ કરી આપશે અને તમારે તેને ભરવાની જરૂર રહેતી નથી.

આ રીતથી ચલણ રદ થઈ શકે છે : તમને જણાવી દઈએ કે ટ્રાફિક પોલિસે ઓવર સ્પીડિંગ, રેડ લાઈટ જમ્પિંગ અને સ્ટોપ લાઈનથી આગળ ગાડી ઊભી રાખવા માટેના ટ્રાફિક નિયમ ભંગ માટે કેમેરા લગાડી દીધા છે. આ કેમેરાથી ટ્રાફિક નિયમ ભંગ કરવા વાળાનું ઓટોમેટિક નંબરપ્લેટ રીડ થઈને ચલણ જનરેટ થઈ જાય છે.

પરંતુ ઘણી વખત લોકોની ગાડીની નંબરપ્લેટ અથવા નંબર સરખી રીતે લખાયેલ હોતા નથી અથવા નંબરપ્લેટ પર કાદવ હોવાને કારણે નંબર સરખો દેખાતો નથી. જેના કારણે ખોટું ચલણ કપાઈ જાય છે. નંબરપ્લેટ સરખી રીતે ન વાંચી શકવાને કારણે ભૂલ કરવા વાળા વ્યક્તિ સિવાય કોઈ બીજાનું ચલણ કાપી લેવામાં આવે છે. જો આ રીતે ખોટું ચલણ કપાઈ ગયું હોય તો તેને કેન્સલ પણ કરાવી શકાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment