મિત્રો આજકાલ લોકો ખાવાના ખુબ જ શોખીન બનતા જાય છે. પરંતુ બધું ખાવું જોઈએ જે આપણને પસંદ આવે. પરંતુ તેનું એક પ્રમાણ હોય છે. તેનાથી વધારે ન ખાવું જોઈએ. તો તેવામાં આજે અમે તમને જણાવશું એક ખાસ વાત વિશે. જે આજનું ગૃહિણીઓ અવશ્ય આ ભૂલ કરે છે. જે લગભગ લોકો માટે ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે. દરેક તહેવારમાં મોટાભાગના લોકો ઘરમાં પૂરી અથવા કચોરી અથવા અન્ય કોઈ તળેલી વાનગી બનાવતા હોય છે. પરંતુ તળેલી મોટાભાગની વાનગીઓ ડીપ ફ્રાય કરેલી હોય છે અને તેના માટે ઘણા બધા તેલની જરૂર પડે છે.
કોઈ પણ વાનગીને તળી લેવામાં આવે ત્યાર બાદ છેલ્લે થોડું તેલ જરૂરથી બચે છે. તેવામાં લોકો તે તેલને બચાવી રાખે છે અને ફરી તેને ઉપયોગમાં લે છે. પરંતુ શું તમે જાણો છો કે તેવું કરવાથી ઘણી બધી બીમારીઓની લપેટમાં આવી શકીએ છીએ. કેમ કે એક વાર વપરાય ગયેલું તેલ બીજી વાર ઉપયોગમાં લેવામાં આવે તો તે આપણા શરીરના લોહીને ખરાબ કરવાની સાથે સાથે અન્ય બીજા પણ ખતરનાકના મરીઝ બનાવી શકે છે. તો આજે અમે તમને અમુક એવા રોગોના નામ પણ આ લેખમાં જણાવશું. એક વાર ઉપયોગમાં લેવાય ગયેલા તેલને બીજી વાર ઉપયોગમાં લેવામાં આવે તો થઈ શકે છે. માટે આ લેખ દરેક લોકોએ અવશ્ય વાંચવો જોઈએ.
સૌથી પહેલા તો વારંવાર ઉપયોગમાં લેવામાં આવેલા તેલનો ઉપયોગ ફરીવાર કરવામાં આવે તો કેન્સરનો ખતરો થવાની સંભાવના વધારે હોય છે. કેમ કે તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં ધીમે ધીમે ફ્રી રેડિકલ્સનું નિર્માણ થાય છે. એટલા માટે તેલમાંથી એન્ટીઓક્સીડેંટની માત્રા ખત્મ થઈ જાય છે. જે ત્વચાને લગતા રોગનું કારણ બની શકે છે.
એક વાર ઉપયોગમાં લેવાય ગયેલ તેલને વારંવાર ઉપયોગમાં લેવામાં આવે તો તેમાંના મિનરલ્સ ખત્મ થઇ જાય છે. અને તે તેલનું સેવન કરવાથી કેન્સરના કીટાણુંઓ વધવાના ચાન્સ વધે છે. પહેલા યુઝ થયેલા તેલને વારંવાર ઉપયોગમાં લેવાથી તે કાળું પડી જાય છે. પછી તે તેલ બોડીમાં લો ડેન્સીટી લીપોપ્રોટીન એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે. જેના કારણે ઘણા બધા રોગો શરીરમાં પ્રવેશ પામે છે.
વધેલું તેલ ઉપયોગમાં લેવાથી હૃદય રોગ, હાર્ટ સ્ટ્રોક અને છાતીમાં દુઃખાવો થવા જેવી અન્ય સમસ્યાઓ વધી જાય છે. જે આપણા માટે ખતરનાક સાબિત થાય છે.વધેલું કાળું તેલ ખાવામાં આવે તો ગળામાં બળવું અને એસીડીટી સાથે ગેસની પણ સમસ્યા થઇ શકે છે. જે ઘણી વાર કાયમી પણ બની જાય છે.
વધેલા તેલમાંથી બનાવવામાં આવેલ ખોરાકનું સેવન કરવાથી આપણા શરીરની ચરબી વધવાની પણ સમસ્યા થઇ શકે છે. જે આપણા મોટાપાનું કારણ બને છે. તેના કારણે આપણું લોહી પણ ફેટ વાળું બને છે. જે ઘણી વાર મુશ્કેલીમાં પણ મૂકી શકે. વપરાય ગયેલા તેલનો ઉપયોગ બીજી વાર કરવામાં આવે તો તેનાથી ડાયાબિટીસનો પણ ડર રહે છે. તેની સાથે જ તે લોહીને ઘાટું બનાવી નાખે છે.
વધેલા તેલમાંથી બનાવેલ ખોરાકનું સેવન કરવામાં આવે તો તેનાથી શ્વાસ લેવાની પણ સમસ્યા થઇ શકે છે, સાથે સાથે આપણા શરીરની અમુક નળીઓ પણ બ્લોક થઇ શકે છે. માટે એક વાર ઉપયોગમાં લેવાય ગયેલા તેલને બીજી વાર ઉપયોગમાં ક્યારેય ન લેવું જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google